સેલવાસ: ગાયત્રી મંદિરમાં દાનપેટી તોડી તસ્કરી, ચોરોના હાથમાં લાગ્યા….

શિવભાણ સિંહ, સેલવાસ:

ચોરી, લૂંટ અને હત્યાના બનાવો દિનપ્રતિદિન વધતાં જઈ રહ્યા છે. તસ્કરો ભગવાનના ઘર “મંદિરો”ને પણ નિશાન બનાવવાનું ચુકતા નથી ત્યારે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ આવા બનાવો વધ્યા છે. આજરોજ સવારે આમલી વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિરમાં દાનપેટી તોડી રોકડા રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

સવારે મંદિરના પુજારીએ જોતા અંદરનો સમાન વેરવિખેર પડ્યો હતો. અંદર આવી જોતા દાનપેટી તૂટેલી હાલતમા જોવા મળી હતી. જેથી મહારાજે પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ મંદિર ખાતે આવી પહોંચી હતી. આજુબાજુ તપાસ કરી બાદમા સીસીટીવી ફૂટેજ ચેક કરી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

મંદિરના ટ્રસ્ટી અજયભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર સંજોગોવસાત દસ દિવસ પહેલા જ દાનપેટીમાના પૈસા કાઢી લઇ બેંકમા જમા કરાવી દીધા હતા જેથી ચોરી કરનારના હાથમાં એક હજાર રૂપિયા જ આવ્યા હતા. મંદિરમાં સોના-ચાંદીના દાગીનાઓ પણ છે જો કે તેને કોઈ નુકસાન થયેલ નથી.