Abtak Media Google News

દાદરા સરપંચ સુમિત્રાબેન પટેલ-કમલેશભાઇ દેસાઇ અને પંચાયતની ટીમ જનજાગૃતિમાં જોડવા લોક ફરીયાદોના સકારાત્મક અભિગમ

સેલવાસ. દાદરા ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા અભિયાન ચલાવી લોકોને સાફ-સફાઈ પ્રત્યે જાગરૂક કર્યો હતા. સરપંચ સુમિત્રાબેન પટેલ, ઉપસરપંચ કમલેશભાઈ દેસાઈ, રોહિત ફલિયાનાં પંચાચત સભ્ય વિજય રોહિત, દેમણીનાં પંચાયત સભ્ય ભાનુબેન પટેલ,  જયંતિભાઈ પટેલ, ઈનુભાઈ, પંચાચત સભ્યો અને પંચાયત સ્ટાફ સફાઈ કર્મિયો સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા. બધાએ રોડનાં કિનારે અને ફળિયાઓમાં પડેલા કચરા ઉઠાવ્યો હતો.  સાફ-સફાઈ કરી લોકોને પોતાનાં આસ-પાસ સ્વચ્છતા રાખવાની અપીલ કરાઈ હતી. સરપંચ સુમિત્રાબેન પટેલે જણાવ્યું હતું કે 2 ઑક્ટોબરથી સ્વચ્છતા અભિયાનએ  લોકોને સમઝવાનું જરૂરત છે કે આજૂ-બાજૂ સાફ-સફાઈ રાખવાથી વાતાવરણ અને સ્વાસ્થ્ય બન્ને સારૂ રહે છે.  કમલેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતને વિદેશોની જેમ સ્વચ્છ અને સુંદર રાખવા માંગે છે.

પ્રશાસક પણ સંધ પ્રદેશને સ્વચ્છ-સુંદર બનાવવા પ્રયાસરત છે. દાદરા પંચાયત દાનહની પહેલી પંચાયત છે તેથી પણ દાદરાને વધારે સ્વચ્છ રાખવાની  કોશિશ છે. દાદરાનાં ગ્રામજનો, દુકાનદારો, લારી-ગલ્લાવાલાઓ, ઉદ્યોગો બધાને અમારી સ્વચ્છતા રાખવાની અપીલ છે. બીજી બાજૂ, સરપંચ સુમિત્રાબેન, ઉપસરપંચ કમલેશભાઈ,  દાદરા રોહિત ફળિયાનાં પંચાયત સભ્ય વિજય રોહિતનાં વિજિટ દરમિયાન રોહિત ફળિયાનાં લોકો રોડ અને ગટર બનવાની માંગણી કરી હતી,જેમાં સરપંચ અને ઉપસરપંચે સકારાત્મક પ્રતિભાવ દર્શાવ્યો હતો. દાદરા રોહિત ફળિયાનાં પંચાયત સભ્ય વિજયભાઈ રોહિતે પીવાના પાણીની સમસ્યા દૂર કરવા બદલ સરપંચ અને ઉપસરપંચનાં આભાર વ્યક્ત કર્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.