Abtak Media Google News

લઘુ મધ્યમ ઉદ્યોગને વેગ મળી રહે  અને નિકાસ નીતિને પ્રોત્સાહન મળી રહે તે માટે વિશેષ ચર્ચા કરાશે

સેમિનારમાં રાષ્ટ્રીય કક્ષાની પ્રતિભાઓનું મળશે એસએમઇને માર્ગદર્શન

ભારત દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું બેઠું થવું ખૂબ જ જરૂરી અને અનિવાર્ય છે. એવી જ રીતે એસએમઇ ઉદ્યોગ પણ દેશની કરોડરજ્જુ સમાન છે ત્યારે આ ક્ષેત્રને વિકસિત કરવું ખુબજ જરૂરી છે.

આ તકે એસએમઇ ચેમ્બર ઓફ ઇન્ડિયા અને ફેડરેશન ઓફ ઇન્ડિયન એસએમઇ એસોસિયેશન દ્વારા એસએમઇ મેન્યુફેક્ચર અને એક્સપોરટર સમિટનું આયોજન તારીખ 5 ફેબ્રુઆરીના રોજ રાજકોટની આરપિજે હોટેલ ખાતે કરવામાં આવ્યું છે.

એસએમઇ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ , વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન કાઉન્સિલ અને એસ.એમ.સી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઓફ ઇન્ડિયાના સંયુકત ઉપક્રમે યોજાનારા આ સેમિનારમાં નિષ્ણાતો લઘુ અને મધ્યમ અને નાના ઉદ્યોગો ના ઉત્પાદન અને નિકાસ વૃદ્ધિ અંગેની ચર્ચા વિચારણા કરશે  અને માર્ગદર્શન પણ આપવામાં આવશે.

આ સેમિનારમાં ઔદ્યોગિક ઉત્પાદન અને નાના અને મધ્યમ ઉદ્યોગોના વિકાસ અને ઔદ્યોગિક વિકાસની વૃદ્ધિ માટેની ચર્ચા થશે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના ઉદ્યોગકારો અને વેપારીઓ માટે કાચા માલ સામાનની આયાત અને ખાસ કરીને નિકાસ વ્યવહાર , ટેકનોલોજી આદાન-પ્રદાન, કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ માર્કેટિંગ સહયોગ અને ઉત્પાદન સુધારણા સહિતની માર્ગદર્શક વ્યવસ્થાનો લાભ મળશે .

નાના મધ્યમ ઉદ્યોગો અને ચોથા તબક્કાના  ઉદ્યોગિક એકમો માટે પડકારો અને સરકારી સહાય અને સરકારી  યોજનાઓ વેપાર અને ઉપયોગને પ્રોત્સાહન આપવા નાણાંકીય ધિરાણ ઔદ્યોગિક સેવાઓ અને માર્કેટિંગ પ્રમોશન  અંગે પણ ચર્ચા કરવામાં આવશે.એસએમઇ ચેમ્બર ઓફ ઇન્ડિયા દ્વારા ઔદ્યોગિક ઉત્પાદનો અને ખાસ કરીને નાના ઉદ્યોગ ના ઉત્પાદનોના નિકાસ માટેની શરતો અંગે પણ ચર્ચા કરાશે.

આ સેમિનારમાં એસએમઇ ચેમ્બર ઓફ ઇન્ડિયા ના સ્થાપક પ્રમુખ ચંદ્રકાંત સાલુનખે, બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાંત  ધ્રુવઆશિષ ભટ્ટાચાર્ય બેન્ક ઓફ બરોડા, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના હેડ પ્રદીપકુમાર સહિતના  નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવસે. આ સેમિનારથી નાના અને મધ્યમ ઉદ્યોગના વિકાસ માટે થનારી ચર્ચાનો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ વેપારીઓને ખાસ કરીને વિકાસકારોને લાભ લેવા નિમંત્રિત કરવામાં આવ્યા છે.

કાર્યક્રમની રૂપરેખા

  1. સવારે 10 વાગ્યે ઉદ્ઘાટન
  2. સવારે 30 થી 11.45 પેનલ ડિસ્કસન યોજાશે જેમાં
    • એસએમઇ અને ઉત્પાદન ક્ષેત્ર માટેની તકો અને ચેલેન્જ
    • એડવાન્સ ટેકનોલોજી અને ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન અંગેનું મહત્વ
    • ઇન્ડસ્ટ્રી 0 : ઇન્ડસ્ટ્રી અને એસએમઇની મહત્વતા
    • બેંકોની પહેલ ઉધોગિક વિકાસ માટે
    • યોગ અને વિકસિત કરવા માટે સરકારની નીતિ અને સરકાર નો ભાગ
  3. સવારે 45 થી 12.45 પેનલ ડિસ્કસન ;
    • એસએમઇને વધુ વિકસિત કેવી રીતે કરી શકાય
    • ઉદ્યોગોના વિકાસ માટે ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટની મહત્વતા
    • ટ્રેડ એન્ડ વેન્ડર ફાઇનાન્સ : ક્યાં પ્રકારની તકો અને પડકારો
    • કોરોનાની અસર વ્યાપર-ઉદ્યોગ ઉપર.
  4. બપોરે 45 થી 13.45 પેનલ ડિસ્કસન
    • એક્સપોર્ટ કોલોબ્રેશન અને તેમાં રોકાણનું મહત્વ
    • એકપોર્ટ માટે ઇનસેન્ટીવ અને સરકારની સ્કીમ
    • એસએમઇ માટે જોઈન્ટ વેંચર અને ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશન
    • ઔદ્યોગિક વિકાસ માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન

એસએમઇ બિઝનેસ સોલ્યુશનમાં કેએમસી કોર્પોરેટનું પ્રભુત્વ અનેરૂં

કેએમસી કોર્પોરેટ મુંબઇ, એસએમઇ બિઝનેસ સોલ્યુશનમાં અનેરું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. તેઓ છેલ્લી 3 પેઢી એસએમઇ ક્ષેત્રે સતત માર્ગદર્શન આપી રહ્યું છે

અને પોતાની સેવાઓ પણ આપી રહ્યું છે. કેએમસી કોર્પોરેટ ટેકશ એડવાઇઝરી, કોર્પોરેટ રીસ્ટ્રક્ચરિંગ, સ્ટાર્ટઅપ એડવાઇઝરી સહિતની અનેક સેવાઓ ઉદ્યોગસહસિકોને આપી રહ્યાં છે. છેલ્લા 45 વર્ષથી આ ક્ષેત્રને બનાવવા અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગકારોને અનેકવિધ રીતે સૂચનો પણ આપી રહ્યા છે.

એટલુંજ નહીં તેઓ એસએમઇ ચેમ્બર ઓફ ઇન્ડિયા સાથે પણ લાંબા સમયથી જોડાયેલા છે. વિરલ મહેતા ( સી.એ ) કે જેઓ કેએમસી કોર્પોરેત એડવાઇઝર તરિકે પોતાનો અનુભવ ક્ધસલ્ટિંગ અને એડવાઇઝરી બાબતોમાં આપી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.