Abtak Media Google News

આસી.કમિશનર ટેકસ દ્વારા આધાર-પુરાવા સાથેનો 196 પાનાનો અહેવાલ સુપ્રત કરાયો

મહાનગરપાલિકાના મિલ્કતવેરાના અધિકારી વિરૂદ્ધ આધાર-પુરાવા સાથેનો અહેવાલ કમિશ્ર્નરને રજૂ કરાયો હતો. ટેકસ અધિકારી દ્વારા સનસની ખેજ 196 પાનાનો રિર્પોટ અહેવાલ કમિશ્ર્નર સમક્ષ રજૂ કરાતા કમિશ્ર્નર ચોંકી ઉઠયા હોવાનું જાણવા મળે છે. આગામી સમયમાં કમિશ્ર્નર દ્વારા પગલા લેવાય તેવી સંભાવના સેવાઇ રહી છે.

મહાનગરપાલિકાની ખુબ મહત્વની એવી મિલકત વેરા શાખાના ટેક્સ ઓફિસર જી જે નંદાણીયા વિરુદ્ધનો બીજો પણ પહેલા રીપોર્ટથી વધુ ધગધગતો અને પુરાવાઓ સાથેનો અહેવાલ મનપાના ઇન્ચાર્જ આસી.કમિશનર ટેક્સ જીગ્નેશ નિર્મળ દ્વારા કમિશ્નરને રજૂ કરવામાં આવ્યો છે. મનપામાં એક જ વિષય ચર્ચાઈ રહ્યો છે કે આટલા આધાર અને પુરાવાઓ સાથેનો પહેલા અહેવાલ બાદ પણ થવી જોઈતી કાર્યવાહી કે તપાસ દિવસોના દિવસો વીતી ગયા છતાં વેગ નથી પકડતી ત્યાં જ બીજો અતિ સનસનીખેજ રીપોર્ટ જેમાં 5 પેજનો વિસ્તૃત ચિતાર અને 196 પેજ પુરાવાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે આટલા ચોક્કસ અને પુરાવાઓ સાથેનો રિપોર્ટ છતાં પગલા લેવામાં કેમ ઢીલ થઇ રહી છે તે ચર્ચાઓ શરૂ થવા લાગી છે, પહેલો રીપોર્ટ બાદ બીજો રીપોર્ટ કરતા અતિ ગંભીર છે તેમાં ઇન્ચાર્જ આસી.કમિશનર ટેક્સ જીગ્નેશ નિર્મળ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

મિલ્કતોની તપાસ કરતાં ટેક્સ ઓફિસર દ્વારા માત્ર લે-આઉટ ઉપરથી જ મિલ્કતો ઓપન પ્લોટ તરીકે અપડેટ કરવામાં આવેલ છે.જ્યારે વાસ્તવમાં આ સ્થળો ઉપર હયાત બાંધકામ ઉપલબ્ધ છે. આ બાંધકામોની રજાચીઠ્ઠી ટાઉન પ્લાનીંગ શાખા, જામનગર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલ છે. લે-આઉટ ઉપરથી સીધુ જ લાઈવમાં અપડેટ થતાં આ મિલ્કતોનો સર્વે જ થયેલ નથી.

ઇન્ચાર્જ આસી.કમિશ્નર ટેક્સ દ્વારા ઓફીશ્યલ રિપોર્ટ તા.18-5-21ના આપ્યા બાદ (આ બાબતનો વોટ્સએપ મેસેજ તા.10-5-21ના જ આપવામાં આવેલ) પણ તા.10-5-21 થી તા.20-7-21 સુધીમાં અંદાજીત 1600 જેટલી મિલ્કતોમાં સુધારા-વધારા કરવામાં આવેલ છે. જેમાં કોઈપણ મિલ્કતમાં કોઈ પણ જાતના ફે2ફા2 કર્યા પહેલા એસેસમેન્ટ વિભાગમાં નિયત પ્રોસીજર પૂર્ણ કરાવી ત્યારબાદ જ અપડેટ કરવા લેખિતમાં જણાવેલ હોવા છતાં પણ આ બધી મિલ્કતોમાં સુધારા-વધારા કરવામાં આવેલ છે. અને ઉપરી અધિકારીના લેખિતમાં હુકમ હોવા છતા પણ ફેરફારની પ્રક્રિયા મનસ્વી રીતે કરવામાં આવેલ છે. આ સિવાયના આ રિપોર્ટના ચકચારજનક અને મનપાને નુકશાન પહોંચાડનાર મુદ્દાઓ આગામી દિવસોમાં સામે આવશે પરંતુ બીજો રિપોર્ટ સાદર થતાની સાથે જ નંદાણીયાને રાહત મળી તેવી વાતો પણ પાણી ફરી વળ્યું છે અને આગામી દિવસોમાં આ મામલે કડાકા ભડાકા થવાના એંધાણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.