Abtak Media Google News
અબતક,રાજકોટ

આજે ઉઘડતી બજારે ભારતીય શેરબજારમાં મંદીની સુનામી જોવા મળી હતી. સેન્સેકસ અને નિફટી સહિતના તમામ ઈન્ડેકસો રેડ ઝોનમાં ગરકાવ થઈ ગયા છે. તો આ સાથે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો પણ તુટયો છે. સવારથી જ માર્કેટ ખૂલતાની સાથે જ એક તબકકે એવું લાગી રહ્યું હતુ કે આજે સેન્સેકસ 59 હજાર પોઈન્ટની સપાટી તોડશે. સેન્સેકસમાં 1142 આંકના ઘટાડાથી રોકાણકારો ધોવાયા છે, કરોડોનું નુકસાન થયું છે.

અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો પણ રાંક

આજે સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેર બજારના બંને આગેવાન ઈન્ડેકસો તોતીંગ ઘટાડા સાથે ખૂલ્યા હતા. સવારમાં સેન્સેકસમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો બોલ્યા બાદ વધુ 1100 પોઈન્ટ તૂટ્યો છે. જયારે નિફટીમાં 300 પોઈન્ટથી વધુનો કડાકો બોલી ગયો છે. આજે મંદીમાં ભારતી એરટેલ, પાવર ગ્રીડ, એશીયન પેઈન્ટસ, સીપ્લા જેવી કંપનીના શેરોના ભાવમાં તોતીંગ કડાકા બોલી ગયા છે.

જયારે રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, બજાજ ઈફીનસર્વક અને ટાઈટન જેવી કંપનીના શેરોના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. બૂલીયન બજારમાં મિશ્ર માહોલ જોવા મળ્યો હતો. સોનાના ભાવમાં ઘટાડો રહ્યો હતો જયારે ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. જયારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો 9 પૈસાના ઘટાડા સાથે 74.33 પર ટ્રેડ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.