Abtak Media Google News

મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ સેન્સેક્સ ૨૫૦૦૦થી ૫૦૦૦૦ને આંબ્યો

સેન્સેક્સ એક વર્ષના સૌથી નીચલા સ્તરથી લગભગ બમણા સ્તર પર કારોબાર કર્યો છે. ગત વર્ષે ૨૪ માર્ચે સેન્સેક્સ ૨૫,૬૩૮ સુધી નીચે ગયો હતો.

મોદી સત્તા ઉપર આવ્યા ત્યારે સેન્સેક્સ જૂન ૨૦૧૪ના રોજ પ્રથમવાર ૨૫ હજારના સ્તરને સ્પર્શ્યો હતો. એટલે કે ૫ વર્ષમાં સેન્સેક્સ બમણો થઈ ગયો છે

સેન્સેક્સ, ૨ જાન્યુઆરી ૧૯૮૬ના લોન્ચ કરાયો હતો. ખાસ વાત એ છે કે ૧૯૭૮-૭૯માં ઈન્ડેક્સની બેઝ વેલ્યુ ૧૦૦ પોઈન્ટ હતી

સેન્સેક્સ ૫૦૦૦૦ના આંકને આંબવામાં સફળ રહ્યા બાદ રોકાણકારોમાં આનંદ છવાયો હતો. જોકે, સેન્સેક્સના આ રોમાંચક ઉતાર ચઢાવની તવારીખના પાયા છેક ૧૮૭૫થી નખાયા હતા. ત્યારે નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર એસોની રચના થઈ હતી જેમાં ૩૧૭૮ સભ્યો હતા.

વર્ષ ૧૯૮૬માં બીએસઇ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો તે સમયે સેન્સેક્સનો પ્રાઈઝ ૧૦૦ હતો. ત્યારબાદ ૧૯૯૦ના જુલાઈ મહિનામાં સેન્સેક્સ સૌપ્રથમ વખત ચાર આંકડાના ફિગરને પ્રાપ્ત કરવામાં સફળ રહ્યો હતો. જેની પાછળ સારો વરસાદ અને સારા કોર્પોરેટ રિઝલ્ટ જવાબદાર હતા ત્યારબાદ ૧૯૯૯માં સેન્સેક્સ પ્રથમ વખત પાંચ હજારના આંકને અડકવામાં સફળ રહ્યો, તે સમયે લોકસભામાં ભારતીય જનતા પક્ષ અને તેના સાથીદારોએ લોકસભામાં બહુમતી મેળવી હતી.

Screenshot 2 20

વર્ષ ૨૦૦૬માં સૌપ્રથમ વખત ૧૦,૦૦૦ના આંખ સુધી પહોંચ્યો હતો ત્યારબાદ ૨૦૦૭માં ૨૦ હજારના આંકને ટચ કરવામાં સફળ રહ્યો હતો અલબત સેન્સેક્સ લોન્ચ થયા ત્યારથી આજ સુધી અનેક કૌભાંડોની અસર પણ થઈ હતી જેના પરિણામે ઐતિહાસિક કડાકા જોવા મળ્યા હતા.

Screenshot 1 33

દરમિયાન વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની વાળી ભાજપ સરકારે ચૂંટણી જીતી હતી તે સમયે સેંસેક્સ ૨૫૦૦૦ની આંક પર ટ્રેડ થઈ રહ્યો હતો વર્ષ ૨૦૧૫માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટ ઘટાડવામાં આવતા સેન્સેક્સ ૨૫૦૦૦ની સપાટીએ પહોંચ્યો હતો વર્ષ ૨૦૧૮માં સેન્સેક્સ સૌપ્રથમ વખત ૩૫૦૦૦ જ્યારે વર્ષ ૨૦૧૯ માં ૪૦૦૦૦ની સપાટીને વટાવવામાં સફળ રહ્યો હતો. ૪ ડિસેમ્બરના રોજ સેન્સેક્સ ૪૫ હજારની સપાટીએ હતો ત્યારબાદ આર્થિક રિકવરી સહિતની આશાઓના કારણે સેન્સેક્સ ૫૦૦૦૦ પોઇન્ટને ટચ કરશે તેવી આશા વધુ દ્રઢ થઈ હતી અંતે ૨૧ જાન્યુઆરીએ સેન્સેકસે ૫૦૦૦૦ની વિકમી સપાટી તોડી હતી. શેરબજારમાં વડાપ્રધાન મોદીના શાસનની અત્યાર સુધી સૌથી વધુ પોઝિટિવ અસર જોવા મળી છે સાત વર્ષના સમયગાળામાં અનેક વિક્રમી કડાકા અને ઉછાળાનો સાક્ષી રહ્યો છે અલબત્ત એકંદરે કેન્દ્ર સરકારની દૂરંદેશીના કારણે અત્યાર સુધીમાં સેટની સૌથી વધુ ઝડપથી જોવા મળી હતી કોરોના કાળમાં પણ મટકા પડ્યા બાદ સેન્સેક્સ સુરત રિકવર થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.