Abtak Media Google News

35,000 લીલા નારીયેળ તથા 10,000 કિલો સંતરા અને માસ્ક-સેનેટાઈઝર જિલ્લા પંચાયતના સભ્ય વિતરણ કરશે

મોરબી જિલ્લામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે જીલ્લા પંચાયત સદસ્ય અજય લોરિયા દ્વારા કોરોનાની શરૂઆતથી સેવા કાર્ય શરુ કરવામાં આવ્યું છે અને હાલ પણ અવિરત પણે ચાલુ રાખવામાં આવ્યું છે.અજય લોરિયા કોરોનાની મહામારી દરમિયાન દર્દીઓની વહારે આવ્યા છે

અને અત્યાર સુધીમાં ઈન્જેકશન, ઓક્સીજન, માસ્ક અને સેનેટાઈઝર સહિતની સેવા આપવામાં આવી છે. ત્યારે મોરબી એપીએમસીમાં આંધ્રપ્રદેશ માંથી 35000 લીલા નારિયેળ અને મહારાષ્ટ્રથી 10000 કિલો સંતરા હોલસેલમાં મંગાવી આજથી મોરબી સિવિલ હોસ્પિટલમાં રહેલ તમામ દર્દીઓને નિ:શુલ્ક આપવામાં આવશે .આ વિતરણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(છજજ)ના કાર્યકરો દરેક દર્દી સુધી પહોંચાડવા માટે મદદ કરશે. આ સેવામાં નિલેશભાઈ જેતપરિયા(પ્રમુખ સિરામીક એસો.), મુકેશભાઈ કુંડારીયા (પ્રમુખ વિટ્રિફાઇડ એસો.), સતિષભાઈ બોપલીયા(સોલોગ્રેસ સીરામીક), દિલીપભાઈ આદ્રોજા(મેટ્રો ગ્રુપ), અનિલભાઈ વડાવિયા તેમજ ઘણા ઉદ્યોગકારો મદદ કરવા આગળ આવ્યા છે. મોરબી સિવિલ હોસ્પિટલ, વાંકાનેર સિવિલ હોસ્પિટલ, હળવદ હોસ્પિટલ, ટંકારા અને માળિયા સરકારી હોસ્પિટલ ખાતે 2000-2000 માસ્કનું વિતરણ પણ અજયભાઈ લોરિયા દ્વારા કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.