પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટની સેવા: શ્રવણ યંત્રો થકી 100 બધીરોને સાંભળતા કર્યા

પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ તથા રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનનાં સંયુક્ત ઉપક્રમે કિલ્લોલ, 1- મયુરનગર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન સામે આવેલ ટ્રસ્ટના ભવન ખાતે વિનામૂલ્યે શ્રવણયંત્ર (હિયરીંગ એઇડ ) વિતરણ તથા કાન – નાક – ગળાનો નિદાન કેમ્પ યોજાયો હતો.

ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણીએ હંમેશા સમાજના છેવાડાના  માણસોની સેવાના કામ કર્યા છે: ઉદય કાનગડ

આ કેમ્પમાં  ધારાસભ્ય  ઉદયભાઇ કાનગડ ઉદઘાટક તરીકે તથા દાતા ગીતાબા ઝાલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા  રાજકોટના નામાંકિત ડોકટરો  ડો.સુનિલભાઈ મોદી , ડો.જતિનભાઈ મોદી , ડો.નિરવભાઈ મોદી, ડો.દર્શનભાઈ ભટ્ટ, ડો.વિમલભાઇ હેમાણી તથા ડો.વૈભવભાઈ હાપલિયાએ ઉપસ્થિત રહી સેવા આપી માનવ ધર્મ બજાવ્યો હતો .

દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકતા  ઉદયભાઇ કાનગડે જણાવ્યું હતું કે ટ્રસ્ટના ચેરમેન  વિજયભાઈ રૂપાણી એ હંમેશા નાનામાં નાના માણસ અને છેવાડાના માનવીને લક્ષમાં રાખીને કામ કર્યું છે . આ ટ્રસ્ટે 13 જેટલા માનવતાલક્ષી પ્રકલ્પો દ્વારા સેવાનું મોટું વટવૃક્ષ નિર્માણ કરેલ છે પ્રત્યેક સેવાકીય પ્રોજેક્ટમાં વિજયભાઈની સંવેદનાના દર્શન થાય છે . એક રાજકીય આગેવાન તરીકે રાજકોટ માટે બેનમૂન કામગીરી કરી છે . રાજકોટના પ્રજાજનો વિજયભાઈને કદી ભૂલી શકશે નહીં.

તેમણે સામાજિક ક્ષેત્રે પણ અદભુત કામગીરી કરી છે . તેમની માનવતાલક્ષી કામગીરીને હર કોઈ વંદન કરે છે . રાજકીય કામગીરીને અલગ રાખી સામાજિક કામગીરીને વધારે પ્રાધાન્ય આપી સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવી એક સાચા માનવની ઓળખ ઊભી કરી છે વિજયભાઈએ તેમના પુત્ર પુજીતના વિયોગને કાયમી સુયોગમાં પરિવર્તિત કરવા માટે બાળકોના ઉત્કર્ષ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા પ્રત્યેક બાળકમાં પુજીતના દર્શન કરવા સંકલ્પ કર્યો છે.

કાર્યક્રમની શરૂઆતમાં ટ્રસ્ટની મેડિકલ કમિટીના ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી

સ્વાગત પ્રવચન તબીબી કમિટીના ડો.નયનભાઈ શાહે કર્યું હતું જ્યારે ટ્રસ્ટી  અંજલિબેન રૂપાણી , મહેશભાઈ ભટ્ટ તથા કમિટી મેમ્બર  દિવ્યેશભાઈ પટેલ , બીપીનભાઈ વસા કાર્યકર્તા  રાજુભાઈ શેઠ , હરેશભાઈ ચાંચિયા , જીજ્ઞેશભાઈ રત્નોતર વહીવટી અધિકારી  ભાવેનભાઈ ભટ્ટ વગેરે દ્વારા ઉપસ્થિત મહાનુભવો અને ડોક્ટરોનું બુકેથી સ્વાગત કરવામાં આવેલ હતું.

ઉદયભાઈ કાનગડ , ડો.સુનિલભાઈ મોદી અને આજના આ કેમ્પના દાતા ગીતાબા ઝાલા તથા ડો.નિરવભાઈ મોદીનું ટ્રસ્ટી  અંજલીબેન રૂપાણી અને મેડિકલ કમિટીના સભ્યો દ્વારા સાલ ઓઢાડી બહુમાન કરવામાં આવેલ હતું.

કેમ્પમાં 6 ડોક્ટર્સની પેનલે 211 દર્દીઓને તપાસી અને તેમાંથી 100 દર્દીઓને વિનામૂલ્યે શ્રવણ યંત્ર આપવામાં આવ્યા હતા.

દર્દીઓને શ્રવણ યંત્ર લગાડતા જ તેઓ સાંભળતા થઈ જઈને ભાવ વિભોર થઈ ગયા હતા.

આ કેમ્પમાં રોટરી ક્લબના  અશ્વિનભાઈ કામદાર , દિનેશભાઈ જીવરાજાની , અનિલભાઈ જસાણી , ડો.કેતનભાઇ ઠક્કર, ડો . ભાવેશભાઈ શાહ , બાનુબેન ધકાણ  ઉલ્કાબેન બક્ષી , કિરણબેન શાહ , મોહિની કુવરબા જાડેજા , જાનવીબેન લાખાણી , શૈલેષભાઈ લોટીયા , મુકેશભાઈ મહેતા , જ્યોતિબેન મહેતા વગેરે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

આજના કેમ્પને સફળતાપૂર્વક સંપન્ન કરવા ટ્રસ્ટી  અંજલીબેન રૂપાણી , ડો.મેહુલભાઈ રૂપાણી મહેશભાઈ ભટ્ટ તથા અમીનેશભાઈ રૂપાણી , માર્ગદર્શન હેઠળ કાર્યકર્તાઓ  કિશોરભાઈ ગમારા, હરીશભાઈ ચાચીયા , રાજુભાઇ શેઠ , હસુભાઈ ગણાત્રા  ભાવેનભાઈ ભટ્ટ  સાગરભાઇ પાટીલ ,  શીતલબા ઝાલા , ડો.મીનલબેન ત્રિવેદી, ડો.ગઢિયા દ્રષ્ટિ, ડો.રાજાણી માનસી, ડો.ડોબરીયા નેન્સી , ડો.ગોટી નિવા , ડો , દેવડા સેજલ, ડો.જસ્મિતાબેન ચાવડા, ધાનીબેન મકવાણા , નેહાબેન સોલંકી, જાનકીબેન રામાણી,  ભગવતીબેન કુંઢીયા,  પ્રવીણભાઈ ખોખર,  અનુભાઈ રાવલ, જયેશભાઈ ધોકીયા, કાંતિભાઈ નિરંજની, સકીનાબેન  અજમેરી  હંસાબેન  વગેરેએ   ઉઠાવેલ હતી.