રેમડેસિવિર ઈન્જેકશનની તંગીમાં રજીસ્ટ્રેશન મારફત મધ્યસ્થ વિતરણ વ્યવસ્થા ગોઠવો: અશોક ડાંગર

કોરોનાની પરિસ્થિતિને કાબુમાં લેવા પૂર્વ મેયરના જિલ્લા કલેકટરને લેખિત સૂચનો 

રાજયમાં કોરોનાની પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળતી જાય છે. રાજયનું તંત્ર પરિસ્થિતિ કાબુ કરવામાં કે સ્થિર કરવામાં નિષ્ફળ ગયેલ છે.રેમડેસવીર ઈન્જેકશનની ભયંકર તંગી પ્રવર્તી છે. બજારમાં કયાંય ઉપલબ્ધ નથી. ઠેર ઠેર ઈન્જેકશન મળતા નથી આ ઈન્જેકશન નહિ મળવાને કારણે દર્દીઓની સ્થિતિ ગંભીર બને છે.

રેમડેસીવર માટે મધ્યસ્થ વિસ્તરણ વ્યવસ્થા ગોઠવવામાં આવે ઓનલાઈન અને વોટસએપ મારફત રજીસ્ટ્રેશન કરવામાં આવે અને કમાનુસાર એસ.એમ.એસ. મારફત સગાને બોલાવી ઈન્જેકશન આપવામાં આવે. હોસ્પિટલમાં પથારી મળતી નથી સિવિલ હોસ્પિટલમાં જગ્યા મળતી નથી ત્યારે શહેરના તમામ હોમને કોરોનાના દર્દીઓદાખલ કરવાની મંજૂરી આપવામાં આવે જેથી જરૂરીયાતમંદ દર્દીને ત્વરીત પથારી મળી રહે અને ઓકિસજન મળી રહે. સરકારી બિલ્ડીંગ અને ધાર્મિક સ્થળોએ કોવીડ સેન્ટર ખોલીઅમુક ખાનગી હોસ્પિટલની લૂટફાટ બંધ કરાવવામા આવે.કોરોનાની સારવારમાં જરૂરી તમામ દવાઓ, ઓકિસજનની ખૂંટ ન પડે તે બાબતનું નિયમન કરવું અને કોરોનાથી મૃત્યુ થયેલની અંતિમક્રિયા માટે સ્મશાન અને સબ વાહીનીની સુવિધામાં વધારો કરવા સહિતના મુદે પૂર્વ મેયર અશોક ડાંગરે રાજકોટ જિલ્લા કલેકટરને લેખીત રજૂઅત કરી છે.