માધવપુર ઘેડ ગ્રામ પંચાયત દ્વારા શેઠ એન.ડી.આર. હાઈસ્કુલ ખાતે 15 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

0
20

માધવપુર ઘેડ ખાતે ગ્રામ પંચાયત ના સરપંચ તેમજ આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા હાલ કોરોના વધતા સંક્રમણને લઈને હાલ પોરબંદર સિવલ મા સારવાર લઈ રહિયા દર્દીઓને રીફર કરવા મા આવતા દર્દી ઓ માટે કોઈડ સેન્ટર ખોલવા મા આવ્યુ કે જે દર્દી ઓને હોમ આઇસોલેટ રેવા ની સગવડ ના ધરાવતા હોય તેવા માધવપુર તેમજ આસપાસ ના ગામો ને મુશ્કેલી ના વેઠવી પડે તે હેતુ થી માધવપુર ઘેડ ગ્રામ પંચાયત સરપંચ  રામભાઈ કરગટીયા દ્વારા 15 બેડ ની વ્યવસસ્થા શેઠ.એન.ડી.આર હાસ્કૂલ મા કરવા મા આવી શેઠ એન.ડી.આર હાઈસ્કૂલ ખાતે માધવપુર સામુખીક આરોગ્ય કેન્દ્ર દ્વારા પ્રાથમિક જરૂયાત મુજબ ની સારવાર આપવા મા આવશે .

ત્યારે આજ રોજ શેઠ એન.ડી.આર.હાસ્કુલ ની મુલાકાતે  પોરબંદર જિલ્લા કલેક્ટર મોદી  જિલ્લા વિકાસ અધિકારી અડવાણી  , મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતા બેન, તેમજ માધવપુર ઘેડ સામુહિક આરોગ્ય અધિકારી ડો.કામિલ  સહિત માધવપુર ઘેડ ગ્રામ પંચાયત સરપંચ રામભાઈ કરગટીયા તમામ લોકોએ.શેઠ.એન.ડીઆર.હાઇસ્કૂલ ની મુલાકાત લિધી હાતી .સમગ્ર  તૈયારી માધવપુર સરપંચ  રામભાઈ કરગટીયા, તેમજ, શેઠ એન ડી આર હાઇ સ્કૂલ ના આચાર્ય વાલા  તેમજ સ્ટાફ, તથા સી.એચ.સી માધવપુર  ના કર્મચારી દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here