Abtak Media Google News

શ્રીમતિ દુધીબેન જસ્મતભાઇ બોદર ચેરીટેબલ ટ્રસ્ટનું આવકાર દાયક પહેલ

ત્રંબા જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા ર0 ગામના લોકોને લાભ મળશે: ભૂપતભાઇ બોદર

સમગ્ર રાજ્યમાં જ્યારે કોરોનાનો અજગરી ભરડો જોવા મળી રહ્યો છે જેમાંથી કોઈપણ વ્યક્તિ બચી શકતું નથી હાલ કોરોનાની જે સેક્ધડ વેવ ચાલી રહી છે તેની સંક્રમણ શક્તિ અતિશય ખતરનાક બની રહી છે ત્યારે ભારત સરકારના આદેશથી વેક્સિનેશન ની શરૂઆત કરી લોકોને કોરોના સામે નું રક્ષાકવચ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે સમગ્ર દેશમાં આ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જેમાં સૌપ્રથમ 45 વર્ષથી ઉપરના લોકો ને વેક્સિનેશન આપવામાં આવ્યું છે  ત્યારે હવે ગુજરાત રાજ્યમાં 1લી મે થી 18 વર્ષ થી ઉપરના અને 45 વર્ષ વચ્ચેની વ્યક્તિ અને વેક્સિનેશન આપવામાં આવશે તેમજ રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ રાજકોટ જિલ્લા પ્રમુખ ભૂપતભાઇ બોદર દ્વારા સંચાલિત શ્રીમતી દૂધીબેન જસમતભાઈ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ગઢકા ગામ ખાતે વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 18 વર્ષથી ઉપરની વ્યક્તિઓને વેકસીન આપવામાં આવશે તેમજ જેરીત પ્રાણવાયુ મોંઘો બન્યો છે જેની તાતી જરૂર દર્દીઓ ને રહેતી હોય છે.

Vlcsnap 2021 04 28 12H59M18S405

તેને ધ્યાનમાં રાખી ભુપતભાઈ બોદર દ્વારા ગઢકા ગામ ખાતેથી 80 જેટલા ઓક્સિજન સિલેન્ડર નું વિતરણ કર્યું છે તેમજ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા ના વરદ હસ્તે આ કેમ્પનું તેમજ ઓક્સિજન સિલિન્ડર નું વિતરણ કરવામાં આવ્યું હતું .ગામમાં લોકોને પ્રોત્સાહન મળી રહે તે માટે આરોગ્ય કેન્દ્ર ખાતે રજીસ્ટ્રેશન નું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વધુમાં વધુ લોકો આ વેક્સિનેશન કેમ્પમાં જોડાય તેવા હેતુથી ભુપતભાઈ બોદર દ્વારા તેમના પેટ્રોલ પંપ ખાતે 1 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ-ડીઝલ અને ગેસ પર ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે ખાસ યુવાનો વધુ લાભ લે તેમ જ વધુમાં વધુ લોકો આ વેક્સિનેશન નો લાભ લે તેવા હેતુથી આ જાહેરાત કરવામાં આવી છે 1 મેથી 10 મે સુધી વેકસીનેસન કેમ્પ યોજાશે તેમજ વેક્સિનેશન સાથે એન્ટીજન ટેસ્ટિંગ પણ કરવામાં આવશે જેથી કોઈ દર્દી કોરોના પોઝિટિવ હોય તો તેને ત્યાંજ પ્રાથમિક સારવાર માડી રહે અને જલ્દી રીકવરી મેળવી શકે

વેક્સિનેશન કેમ્પ સાથે એન્ટીજન ટેસ્ટિંગ પણ કાર્યરત: ડો.ધ્રુવી પંડ્યા

Vlcsnap 2021 04 28 13H00M27S033

1લી મે થી 18 વર્ષની ઉપરની વ્યક્તિઓનું વેકસીનેસન કેમ્પનું આયોજન ગઢકા ગામ ખાતે આરોગ્ય કેન્દ્રથી કરવામાં આવવાનું છે જેમાં અમે અમારુ 100% ટકા આપીશું અને આ વેક્સિનેશન નો લાભ 100% ટકા લોકો લેશે એવી આશા રાખીશું તેમજ આ કેમ્પ સાથે અમે અલગ એન્ટીજન માટેનો વિભાગ રાખ્યો છે સોશિયલ ડિસ્ટન્સ રાખી એન્ટીજન ટેસ્ટિંગ કરાવી રહ્યા છી એન્ટીજન માં પોઝિટિવ આવે છે તેમને તરત જ ટ્રીટમેન્ટ આપી સંક્રમણ ન ફેલાય એવી રીતે અહીંથી જ પ્રાથમિક સારવાર આપી છે લગભગ હાલ જે સેક્ધડ વેવ ચાલી રહ્યો છે કોરોના નો 1 એપ્રિલ થી 4000 જેટલા એન્ટીજન ટેસ્ટ કર્યા અને 400 થી પણ વધારે પોઝિટિવ કેસો ને રિકવર કર્યા છે અમે હંમેશા દર્દીઓની સેવામાં તત્પર રહી છે તેમજ હું અને મારી ડોક્ટર ટીમ ગઢકા ગામ ખાતે દર્દીઓના સારવાર માં ખડે પગે કામગીરી માં હાજર છે અને લોકોને સ્વસ્થ તન એ સ્વસ્થ રાખવા નો પ્રયત્ન કરી રહ્યા છે

 

કોરોના ના કપરા સમય માં ગઢકા ગામ સંપૂર્ણ પણે સજાગ : કેયુર ઢોલરીયા સરપંચ

Vlcsnap 2021 04 28 13H00M18S413

ગઢકા ગામ ખાતે પહેલેથી જ 45 વર્ષ ઉપરના જે લોકો છે તેમની માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 100% ટકા જેટલું વેક્સિનેશન નું પરિણામ મળ્યું છે. ત્યાર બાદ હવે 1મેં થી અમે 18 વર્ષથી ઉપરના અને 45 વર્ષ વચ્ચેના લોકોનું વેકસીનેસન કરવા તતપર છે ભુપતભાઈ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અમારા ગામની વસ્તી 3000 જેટલી છે ત્યારે આમ જોવા જઈએ તો 200 થી 300 લોકો રાજકોટ ખાતે અપડાઉન પણ કરતા હશે અમારા ગામના પરંતુ હાલ જે રાજકોટ ખાતે મહામારી નું સંક્રમણ વધ્યું છે તેને તેને ધ્યાનમાં રાખી અમે વેક્સિનેશન કેમ ખાતે વેક્સિનેશન સાથે ટેસ્ટિંગ નું પણ આયોજન કર્યું છે કે કોઈપણ દર્દી ને જો કોરોનાની અસર જોવા મળે તો તેને તાત્કાલિક ધોરણે સારવાર મળી રહે બીજી તરફ અમારા ગામમાં હાલ જો ડેથ રેશિયો ની વાત કરું તો માત્ર આ કપરા સમયમાં એક જ મૃત્યુ નિપજ્યુ છે કોરોના ની લીધે. ત્યારે વેકસીનેશની આ સેવાને અમે આગળ વધારી રહ્યા છીએ કેમ્પમાં લોકો વધુને વધુ જોડાય તેવા હેતુથી ભુપતભાઈ દ્વારા સારી એવી જાહેરાત પણ કરવામાં આવી છે અને અમે અમારા ગામ અને આસપાસના ગામના યુવાનોને પણ આ કેમ્પમાં જોડી રહ્યાછી

 

ભરતીય જનતા પાર્ટી ના સિદ્ધાંતને અનુસરી અમારા કાર્યકર્તાઓ લોકની સેવામાં તત્પર છે : ડો.ભરતભાઈ બોધરા

Vlcsnap 2021 04 28 13H00M52S973

 

અમારા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રીએ ભાજપના કાર્યકર્તાઓ ને એક મંત્ર આપ્યો છે સેવા એજ સંકલ્પ અમારા કાર્યકારતો અના પર ખરા ઉતરે છે જ્યારે પણ ગુજરાત પર કે તેની પ્રજા પર મુસીબત આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા લોકોની વચ્ચે રહી તેમની મદદે આવ્યો છે હા આવું અમારી પાર્ટી ના સિદ્ધાંતોમાં નો એક સિદ્ધાંત છે આ સિદ્ધાંતને અનુસરી મેં પણ જસદણ ખાતે જો ઓક્સિજન બેડની સુવિધા લોકોની સેવામાં પૂરી પાડી છે છેલ્લા દસ દિવસથી લોકો તેનો લાભ લઇ રહ્યા છે 300 જેટલા પેશન્ટ ને દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી 180 જેટલા પેશન્ટો દર્દીઓને સારવાર આપી સાજા કરી તેમનાં ઘરે મોકલવામાં આવ્યા હતા આ જ રીતે જિલ્લા રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોર્ડ દ્વારા તેમના આસપાસના ગામ ખાતે જે સેવા મય કાર્ય કર્યું છે તે ખુબ જ સરાહનીય છે લોકોને ઓક્સિજનની જરૂર પડે તે હેતુથી ઇમર્જન્સી ઓક્સિજન સારવાર મળી રહે તેવા હેતુ થી 80 જેટલા ઓક્સિજન સિલેન્ડર નું વિતરણ કરવામાં આવ્યું છે દરેક ગામ ખાતે ત્રણ ઓક્સિજન સિલિન્ડર નું વિતરણ કરાયું છે ખાસ કોરોના સામે અત્યારે જ સુરક્ષા કવચ બન્યું છે ત્યારે ભુપતભાઈ દ્વારા 1લી મેથી જે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તે ખુબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે લોકોને હાલ વેક્સિન ની સાથે ટેસ્ટિંગ પણ અહીં કરી આપવામાં આવે છે તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ પાટિલ દ્વારા જાહેર કરવામાં આવ્યું 1લી મે થી 18 વર્ષથી ઉપરની વ્યક્તિ ને વેક્સિનેશન કરણ જરૂરી છે તેમજ આ વેક્સિનેશન કેમ્પનો લાભ વધુ માં વધુ લોકો લે તે એવા હેતુથી તેમને તેમના પેટ્રોલ પંપ ખાતે રૂપિયા એક રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ-ડીઝલ અને ગેસનો માં ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે જે ખુબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં 12 હજારથી પણ વધારે બેડ ની સુવિધાઓ કરવામાં આવી છે આઇઝોલ્સન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે હાલો જેથી ઘરમાં એક વ્યક્તિને કોરોના આવ્યો હોય તો અન્ય વ્યક્તિઓ તેમના સંક્રમણ માં આવે નહીં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા દર્દીઓને સેવામાં તેની રેવા ખાવા-પીવાથી લઈને તમામ સેવા અને પૂરી પાડી છે અમે ભગવાનને પ્રાર્થના કરી તૈયાર છે ઝડપથી આ મહામારી માંથી બહાર નીકળીએ લોકોને મારી એક નમ્ર અપીલ છે કે આ કપડા સમયમાં તેઓ ખાસ કરીને રેમડેસીવીર ઇન્જેક્શન કે ઓક્સિજનના સિલિન્ડરની સંગ્રહખોરી કરશે નહીં તમે તમારા પરિવાર ના હિત માટે આ કરતા હશો પરંતુ સમગ્ર રાજ્ય આપણો પરિવાર છે આજે આપણી જરૂર પૂરી થઈ જાય તો અન્ય પણ આનો લાભ લે તેવા હેતુથી દરેકે સંગ્રહખોરી કરવાનું બંધ કરવું જોઈએ અને આપણા રાજ્યને પરિવાર સમજી અને ખભેથી ખભો મિલાવીને ચાલુ પડશે

 

 

ગઢકા માં વેકસીનેશ કેમ્પ ની આગેવાની મારી લોકહિત માટે ની ફરજ છે : ભુપતભાઇ બોદર

Vlcsnap 2021 04 28 13H00M52S973 1

ભારત સરકાર અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે દેશમાંથી આ કોરોના મહામારી નાબૂદ કરવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે અમારી સમગ્ર ભારતીય જનતા પાર્ટી આજે આ મહામારી માં લોકોની સેવામાં ખડેપગે  કાર્ય કરી રહી છે. જિલ્લા પ્રમુખ તરીકે મને પણ વિચાર આવ્યો જે લોકોએ મને જિલ્લાના પ્રમુખ તરીકે ચૂંટીયો છે ત્યારે મારી પણ જવાબદારી છે તેમની સેવામાં માં ખડેપગે રેહવાની.ત્રંબા આસપાસના ગામમાંથી મારી પણ એક જવાબદારી છે કે હું હવે આગેવાની લવ આ મહામારીને અટકાવવા પ્રયાસ કરું. વિજયભાઈ રૂપાણીએ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે 1લી મે થી 18 વર્ષની ઉપરના નવો લોકોને વેક્સિ આપવાંની શરૂ કરવી જોઇએ આ કપરા સમયમાં કોરોના સામે રક્ષા કવચ તરીકે વિકસી ન જ કાર્ય કરી રહી છે ત્યારે મને પણ વિચાર થયો કે હું પણ મારા જે ગામ છે આસપાસના તેમાં વેક્સિનેશન કેમ્પનું આયોજન કરી વધુમાં વધુ લોકો આ કેમ્પનો લાભ લે તેવા હેતુથી મેં મારા પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ ડીઝલ અને ગેસ પર 1 રૂપિયા પ્રતિ લિટરે ડિસ્કાઉન્ટ ની જાહેરાત કરી છે 18 વર્ષથી ઉપરની વ્યક્તિ આનો લાભ લઇ અને આ સેવાને આગળ વધારવાની મારી નાનકડી એવી પહેલ છે મારા ગામની વચ્ચે મારો પેટ્રોલ પંપ આવી ગયો છે તે થી મને થયું કે આ ડિસ્કાઉન્ટ ઓફર આપવાથી આસપાસના લોકો વધુ કેમ્પમાં આવી અને આનો લાભ લેશે ગઢકા ગામ ની વાત કરું તો અહીંના સરપંચને મેં પૂછ્યું કોરોના ની કેવી અસર જોવા મળી રહી છે કેમ કે ત્રણ હજારની વસ્તી વાળું આ ગામ છે અને રોજના 200 થી 300 વ્યક્તિઓ ગામ થી રાજકોટ ખાતે અવર-જવર કરતાં હોય છે ત્યારે આ મહામારી ની અંદર માત્ર મટકા ગામ ખાતે એક જ મૃત્યુ મૃત્યુ નિપજયું છે . આમ જોવા જાય હાલ ની જે પરિસ્થિતિ છે તેના પ્રમાણ માં આ ખૂબ જ સારી વાત કહેવાય આખા ગામની અંદર કોરોના ની રિકવરીનો રેશિયો પણ ખૂબ જ સારો છે આની પહેલા 45 થી ઉપરની ઉંમરનું વ્યક્તિઓનું 100% ટકા વેકસીનેશ કરવામાં આવ્યું તેમજ  ટેસ્ટિંગ પણ કરાવવામાં આવી રહ્યું છે દરેક ગામેગામ આ રીતે થવું જોઈએ એવી મારી ઈચ્છા છે અને જો ગામની અંદર જાગૃત આવશે તો 100% ટકા આપણે કોરોના સામુ વિજય મેળવીશું હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે જે આપણા સ્વજનોની મૃત્યુ થઈ રહી છે મહામારીમાં તે જોઈને દુ:ખ પણ ઘણું થાય છે તેથી આપણે જ સ્વયંભૂ આપણી સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે અને આપણી સાથે આપણે બીજાની પણ જવાબદારી ઉપાડવી જરૂરી છે દરેક ગામમાં વેક્સિનેશન થવું અત્યંત જરૂરી છે પ્રાણવાયુ જે અત્યારે સોંગ થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખી મેં ઓક્સિજનના એસી સિલિન્ડરનું આજરોજ ગઢકા ગામ થી આસપાસના ગામ માટે વિતરણ કર્યું છે જામકંડોરણા ગામ ખાતેથી કેન્દ્રીય મંત્રી જયેશભાઇ રાદડીયા દ્વારા પણ આવું સેવા સમયે કાર્ય થયું તેમજ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ

ડો. ભરતભાઈ બોધરા દ્વારા જસદણ ખાતે 100 ઓક્સિજન બેડની સેવા પૂરી પાડવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી ના તમામ કાર્યકર્તાઓ હંમેશા લોકો ની સાથે અને લોકો ની વચ્ચે રહેલા છે ત્યારે અને ઓક્સિજનના ત્રણ-ત્રણ બાટલા આસપાસના ગામમાં ખાતે વિતરણ કરવામાં આવ્યા છે કોઈપણ ગામ ખાતે ઇમર્જન્સી જરૂર પડે ત્યારે આ સિલિન્ડર નો ઉપયોગ કરી જે તે દર્દીનું જીવન બચાવી શકતા તેવા હેતુથી વિતરણ કરવામાં આવ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.