જૂનાગઢ ‘અબતક’ના પત્રકાર દર્શન જોશીના જન્મદિને યોજાયો ‘સેવાની સરવાણી’ કાર્યક્રમ

આરોગ્યલક્ષી નિદાન-સારવાર કેમ્પમાં હજારો લોકોએ લાભ લીધો

અબતક દૈનિક તથા અબતક મીડિયા હાઉસ અને સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સહયોગથી જૂનાગઢના યુવા પત્રકાર દર્શન જોશીના પચીસમાં જન્મદિવસ પ્રસંગે જૂનાગઢ ખાતે યોજાઇ ગયેલ “સેવાની સરવાણી” કાર્યક્રમમાં જૂનાગઢના ધારાસભ્ય, શહેર ભાજપ  પ્રમુખ સહિતના રાજકીય, સામાજિક અગ્રીઓની ઉપસ્થિતિ વચ્ચે એક હજારથી વધુ લોકોએ આરોગ્ય લક્ષી નિદાન અને સારવાર ની સાથે સરકારી વિવિધ યોજનાના કેમ્પનો લાભ લીધો હતો.

અબતક દૈનિક તથા ચેનલના જૂનાગઢ ખાતેના પત્રકાર દર્શન જોશીના પચીસમાં જન્મદિવસ પ્રસંગે અબ તક મીડિયા હાઉસ અને સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સહયોગથી  જૂનાગઢના પત્રકાર મિલન ભીખુભાઈ જોશી પરિવાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને સર્વોચ્ય આરોગ્યલક્ષી સેવાઓ નિષણાંત તબીબો અને ટેકનીશન્યો દ્વારા મળી રહે અને સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, આયુષ્યમાન કાર્ડ, ઇશ્રમ કાર્ડ,  હેલ્થ કાર્ડ તથા ગ્રે કાર્ડ, વિધવા સહાય યોજનાનો લાભ  ક્યાંય ધકા ખાધા વગર તેમના વિસ્તારમાં મળી શકે તેવા શુભ હેતુ સાથે જૂનાગઢ મહાનગરના લોકો માટે “સેવાની સરવાણી” કાર્યક્રમ અંતર્ગત વિવિધ સેવા કાર્ય એક જ સ્થળે, એક જ સમયે યોજવાનું નક્કી કરવામાં આવેલ હતું. જેનો નિશુલ્ક લાભ લેવા આયોજકો તરફથી જાહેર નિમંત્રણ આપવાની સાથે વિનંતી કરવામાં આવી હતી. .રવિવારે જોષીપરા ના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજવામાં આવેલા આ “સેવાની સરવાણી” કાર્યક્રમ પ્રસંગે વીરપુરના સ્વામી ગુણાતીત વિદ્યા ધામ ના શાસ્ત્રી વિશ્વ વિહારી સ્વામી, જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્મા, બ્રહ્મ અગ્રણી જયદેવભાઈ જોશી, દાતાર સેવક બટુક બાપુ, પ્રફુલભાઈ જોશી, હસુભાઈ જોશી, મહેશભાઇ જોશી, સંજયભાઈ પંડ્યા, જૂનાગઢના સંતો, મહંતો, રાજશ્રીઓ અને જૂનાગઢના ઉચ્ચ અધિકારીઓ તથા સમાજ શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જૂનાગઢના યુવા પત્રકાર દર્શન જોશીના 25 માં જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ, શુભેચ્છા પાઠવી હતી.આ સેવાની સરવાણી કાર્યક્રમનો લાભ લેવા પત્રકાર મિલનભાઈ જોશી, ગીતાબેન એમ.જોષી, બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવ જોશી, કાર્તિક ઠાકર તથા અબ તક દૈનિક અને મીડિયા હાઉસ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા જૂનાગઢના જોષી પરિવારના કિશોર જોશી, દૃષ્ટિ ભટ્ટ, ઓમ રાવલ, નિતલ જોશી, ભાવિન જોશી, જલ્પેશ જોશી, જીગ્નેશ મહેતા, મનીષ મહેતા, ચિંતન ભટ્ટ, રવિ ભટ્ટ, ધર્મિષ્ઠાબેન ઠાકર, તથા બ્રહ્મ યુવા સંગઠનના પ્રમુખ વિશાલ જોશી, મહેશભાઈ શુક્લા, પીસી ભટ્ટ, દેવાંગ વ્યાસ, મયુર જોશી, મહિલા પાંખના પ્રમુખ ગીતાબેન ડી.જોશી તથા તેમની સમગ્ર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવાઇ હતી.