Abtak Media Google News

લલુડી વોંકળી સહિતના વિસ્તારોમાંથી સ્થળાંતર કરાયેલા લોકો માટે જમવાની વ્યવસ્થા કરતા ભાજપના આગેવાનો

રાજકોટમાં ગત મધરાતથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના વોર્ડ નં.14માં લલુડી વોંકળી વિસ્તારમાં વરસાદના પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા. આવામાં 500થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. સ્થળાંતરીત કરાયેલા લોકોને રહેવા તથા જમવાની કોઇ મુશ્કેલી ન પડે તે માટે પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઇ કાનગડ અને વોર્ડના ભાજપના કાર્યકરોએ તાત્કાલીક અસરથી રાહત રસોડું શરૂ કરાવી દીધું હતું. જ્યાં સુધી લોકો સલામતરીતે ઘરે પરત નહીં ફરે ત્યાં સુધી આ રસોડું ચાલુ રાખવાની પણ ઘોષતા કરવામાં આવી છે.

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ઉદય કાનગડે જણાવ્યું હતું કે અતિભારે વરસાદના કારણે પાણી ભરાતા વોર્ડ નં.14માં લલુડી વોંકળી વિસ્તારમાં સ્થાનિક લોકોનું રેસ્ક્યૂ કરી કેવડાવાડી વિસ્તારમાં લુહાર સમાજની વાડીએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યાં તાત્કાલીક અસરથી રાહત રસોડું શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન સવારે ચાલુ વરસાદે ઉદયભાઇ કાનગડ ઉપરાંત ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને વોર્ડના ભાજપના કોર્પોરેટર નિલેશ જલુ ઉપરાંત સંગઠનના હોદ્ેદારો જ્યોત્સનાબેન હળવદીયા, વિુપલભાઇ માખેલા, માણસૂરભાઇ વાળા, સમીરભાઇ પરમાર, નરેન્દ્ર મકવાણા, હિતેશ નાગલા, નિલેશભાઇ પાટડીયા, મુકેશ ચાવડા, શૈલેષભાઇ હાપલીયા, અમિતભાઇ બાવળેચા અને રાજુભાઇ ટાંક સહિતના કાર્યકરો સતત વોર્ડમાં ફરી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.