Abtak Media Google News
કૌટુંબિક શખ્સોએ કારમાં તોડફોડ કરી મહિલાને બચાવવા પડેલા યુવાનો હાથ ભાંગી નાખ્યો

લોધીકાના હરિપર પાળ ગામે રહેતા મહિલાને ગઇકાલે સવારે પોતાના પિયર જસાપરમાં સદ્દગત ભાઇની અંતિમક્રિયામાં ગયા હતા ત્યારે તેના ફઇના દિકરાના દિકરાએ તમે મારી ખોટી વાતો કરો છો તે બાબતે ઝઘડો કર્યા હતો જેથી મહિલા તે બાબતની રાતે તેમના પુત્ર, સગા સહિતને લઇ ફરિયાદ કરવા નીકળતાં હતા જ્યાં તેના ફઇના દિકરાના દિકરાએ ફોન કરી નાના મવા રોડે સમાધાન માટે બોલાવ્યા બાદ તે સમયે સાતે શખ્સો સાથે મળી હુમલો કરતાં મહિલાને બચાવવાં વચ્ચે પડેલા યુવાનને ઈજા થતાં તેમ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ પોલીસને થતા પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી જાય વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લોધીકાના હરીપર પાળ ગામે રામાપીરના મંદિર પાસે રહેતાં અને કણકોટ હરિપરના પાટીયે આવેલી વીવીપી એન્જિનીયરીંગ કોલેજમાં સફાઇકામ કરી ગુજરાન ચલાવતાં વસંતબેન મનસુખભાઇ વડેચા (ઉ.વ.55) એ ફરિયાદ પરથી તેણીના ફઇના દિકરાના દિકરા ધમો ઘુસાભાઇ જીંજુવાડીયા તથા તેની સાથેના સાત અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે, હું તથા મારો દિકરો લાલો બંને જસાપર મારા ગામે નાના ભાઇ ભીખુભાઇ અવસાન પામ્યા હોઇ ઋષી પાંચમની વિધી હોઇ જેથી ત્યાં ગયા હતાં. ભીખુભાઇ અવસાન પામ્યો હોઇ તેમનો દિકરો માનસિક બિમાર હોઇ જેથી વિધી ક્રિયા મારે કરવાની હતી. જેથી હું મારી બહેન સહિતના ભેગા થયા હતાં. ત્યારે મારા ફઇના દિકરા ઘુસાભાઇનો દિકરો ધમો પણ ગામમાં આવ્યો હોઇ તે ઘરે આવી કહેવા લાગ્યો હતો કે તું શું મારી વિશે ખરાબ વાતો કરે છે.? અહિ તમારે આવવું જ નહિ તેમ કહી ગાળો દેવા લાગી ઝગડો કર્યો હતો.વિધી પત્યા બાદ સાંજે અમે જસાપરથી નીકળી અમારા ઘરે જવા નીકળ્યા હતાં. એ પહેલા ધમાએ કારણ વગર ગાળો દીધી હોઇ જેથી તેના વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરવા હું તથા મારો દિકરો કિશન અને અમારા જાણીતા મેરાભાઇ પોલીસ સ્ટેશને જવા નીકળ્યા હતાં. ત્યારે લાલાના ફોનમાં ધમાનો ફોન આવ્યો હતો અને કહેલું કે આપણે કોઇ માથાકુટ વધારવી નથી, તમે નાના મવા રોડ પર આવો. જેથી સમાધાન કરી નાખી વાત પટાવીએ જેથી અમે બધા નાના મવા રોડ મોકાજી સર્કલથી આગળ પેટ્રોલ પંપ સામેના રોડ પર પહોંચ્યા હતાં. ત્યારે ધમો અને તેની સાથેના છ સાત અજાણ્યા શખ્સો બૂલેટ, એક્ટીવા અને હોન્ડા લઇને આવ્યા હતાં. આ શખ્સોના હાથમાં તલવાર, ધોકા, છરી જેવા હથીયારો હતાં. અમારી સાથેના મુકેશભાઇ તેની સ્વીફટ ગાડી લઇને આવ્યા હોઇ તે ગાડી સાઇડમાં ઉભી રાખી અમે ધમા સાથે વાત કરવા નીચે ઉતરતાં અને તેને હું, મારો દિકરો અને મુકેશભાઇ સમજાવતાં હતાં ત્યારે ધમાએ મારી ખોટી વાતો કરો છો કહી ગાળો દઇ છરીથી હુમલો કરતાં મેરૂ (મેરા)ભાઇ ભાણજીભાઇ પરમાર (ઉ.35) વચ્ચે આવતા તેને હાથમાં ઇજા થઇ તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.પોલીસે મહિલાની ફરિયાદ પરથી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.