Abtak Media Google News

ખોટા ખાતેદાર ઉભા કરીને સાડા ત્રણ કરોડની છેતરપિંડી  કર્યાનો ગુનો નોંધાયો’તો

મોરબી શહેરમાં જમીનના ખોટા ખાતેદાર ઉભા કરી ખોટું સોટાખત કરી રૂપિયા સાડા ત્રણ કરોડની છેતરપિંડી કરનાર આરોપીઓને મોરબી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા

મોરબી શહેરના વજેપર ગામની સીમમાં આવેલ સર્વે નં.652 પૈકી 3, સર્વે નં.750 તથા સર્વે નં.572 વાળી જમીન કાંતાબેન લક્ષમણભાઇ કંઝારિયાની હોવા  છતાં આ જમીનના ખોટા ખાતેદાર તરીકે સવિતાબેન ભગવાનજીભાઈ નકુમ, પીન્ટુભાઇ ભગવાનજીભાઈ નકુમ, અલ્પેશભાઈ ભગવાનજીભાઈ નકુમના ખોટા દસ્તાવેજ બનાવી અંબારામભાઈ ડાયાભાઇ બાવરવા તથા હરેશભાઇ ઉર્ફે હકાભાઈ નારણભાઇ જાકાસણીયાએ ફરિયાદી ભગવાનજીભાઈ ખીમજીભાઈ દેત્રોજાને વિશ્વાસમાં લઇ ખોટા ખાતેદાર અને ખોટા દસ્તાવેજી પુરાવાના આધારે ખોટા આધાર કાર્ડ વડે સોદાખત બનાવડાવી રૂ.3,50, 00,000/-રકમ લઇ ઓળવી ગયેલ આ બાબતે ફરિયાદીને બાદમાં જાણ થતા.

ખોટું સોદાખત થયેલ તેથી તેણે તેની સાથે છેતરપિંડી થયેલાની ફરિયાદ કરતા મોરબી એ ડિવિઝન પોલીસે કુલ આઠ ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે  આ આખા જમીન કૌભાંડમાં મુખ્ય કાવત્રાખોર અંબારામભાઈ ડાયાભાઇ બાવરવા તેમજ હરેશભાઇ ઉર્ફે હકાભાઈ નારણભાઇ જાકાસણીયા તથા ડુપ્લીકેટ આધાર કાર્ડ બનાવી આપેલ આરોપી અશોકભાઈ  દામજીભાઇ કાસુન્દ્રા તેમજ ખોટા ખાતેદાર તરીકેના આરોપી સવિતાબેન ભગવાનજીભાઈ નકુમ, પીન્ટુભાઇ ભગવાનજીભાઈ નકુમ, અલ્પેશભાઈ ભગવાનજી ભાઈ નકુમની તથા જેમની ઘરે મિટિંગ કરેલ આરોપી ચુનીલાલ મકનભાઈ સતવારા ની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.