Abtak Media Google News

અલગ અલગ બે સ્થળે સેનાએ કર્યા એન્કાઉન્ટર: એક જવાન શહિદ

એક આતંકી પાસેથી બે એકે-૫૬, ત્રણ પિસ્તોલ કબ્જે

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ર૪ કલાકમાં બે જગ્યાએ સેનાના જવાનોએ એક ગંદારા સહિત  સાત આતંકીઓને ઠાર કર્યા હતા. અને એક આતંકીને જીવતો પકડાયો હતો. બે એન્કાઉન્ટમાં ઘવાયેલો સૈન્યનો એક જવાન શહિદ થયો હતો.

પકડાયેલા આતંકવાદી પાસેથી બે એકે-૫૬ અને ત્રણ પિસ્તોલ મળી આવી હતી.

દક્ષિણ કાશ્મીરના મુસવામામાં સેનાના જવાનોએ ર૪ કલાકમાં બીજી વખત એન્કાઉન્ટર કરી ત્રણ આતંકીઓને ઢાળી દીધા હતા. આ ઓપરેશનમાં ગંભીર રીતે ઘવાયેલો સેનાનો એક જવાન શહિદ થયો હતો.

આ અગાઉ શુક્રવારે જ સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે સર્જાયેલી આતંકીઓ સાથેની અથડામણમાં સુરક્ષા દળોને હાથે પૂર્વ કોન્સ્ટેબલ સહિત ચાર આતંકીયો એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા. જયારે સોપિયાન જિલ્લામાં એક એક શરણાગતિ સ્વીકારી હોવાનું સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરનો પોલીસ કોન્સ્ટેબલની શકુચ્યાની ઓળખ અલબદર જુથના જિલ્લા કમાન્ડર તરીકે મળી હતી. શુક્રવારે મોતને ઘાટ ઉતારાયેલા આતંકીયો માંથી સોપિયાનમાં ખાનમો વિસ્તારમાંથી સરપંચની હત્યામાં સંડોવાયેલા આતંકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસના પ્રવકતાએ જણાવ્યું હતું કે આતંકીઓની ઉ૫સ્થિતિની બાતમી દક્ષિણ કાશ્મીરના સોપિયાન જિલ્લાના કિલોરા વિસ્તારમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીયોની હાજરી નિશ્ર્ચિત બની જતાં તેઓને આત્મ સમર્પણની એક તક આપી હતી. તેમ છતાં આતંકીઓએ શોધખોળ અભિયાનમાં જોડાયેલી સુરક્ષા જવાનોની ટુકડી પર અંધા ધૂધ ગોળીબાર શરૂ કર્યુ હતું જે એન્કાઉન્ટર માં પરિણમી હતી.

શ્રીનગર સ્થિત સુરક્ષા વિભાગના પ્રવકતા રાજેશ કાલિયાએ જણાવ્યું હતું કે કથિત એન્કાઉન્ટમાં ચાર આતંકીઓનો ખાતમો થયો હતો. અને તેમના મૃતદેહ એન્કાઉન્ટની જગ્યાએથી મળી આવ્યા હતા. જયારે એન્કાઉન્ટની જગ્યાએથી એક આતંકીએ આત્મ સમર્પણ કર્યુ હતું. શરણે આવેલા આતંકી પાસેથી બે એકે ૫૬ અને ત્રણ પિસ્તોલ ઘટના સ્થળેથી કબ્જે લેવામાં આવી હતી.

પોલીસના પ્રવકતાએ જણાવ્યું હતું કે એન્કાઉન્ટ દરમિયાન પોલીસે એક ધંધાર્થી અને સક્રિય ત્રાસવાદી તરીકે ઓળખાયેલા અવંતિપુરાના સોએબ અહેમદ ભટ્ટ હોવાનું જણાવ્યું હતું.

પોલીસ રેકોર્ડ મુજબ એન્કાઉન્ટમાં ઠાર મરાયેલા શકુર પારે ૨૦૧૪માં સ્પેશ્યલ પોલીસ ઓફીસર તરીકે કુલગામ જિલ્લામાં નોકરી કરતો હતો. જયારે તેને પાછળથી કોન્સ્ટેબલ તરીકે બદલાવીને અવંતિપુરા જીલ્લામાં મુકવામાં આવ્યો હતો. ત્યાર પછી પારેની બદલી અવંતિપુરા જિલ્લામાંથી અનંતનાગ જિલ્લામાં થઇ હતી ત્યાંથી તેણે અન્ય પોલીસ કર્મચારીઓની ચાર રાયફલો ચોરીને આતંકવાદી સાથે ભળી ગયો હતો.

આતંકવાદી સંગઠનમાં જોડાયા પછી પારે આતંકવાદીગ્રસ્ત વિસ્તારોમાં સક્રિય થઇને નજીકના સહયોગીઓ પાસેથી હથિયારો મેળવીને તે આતંકીયોને પહોચાડવાનું કામ કરતો હતો. આતંકવાદી બનાવવામાં પોતાની ભૂંડી ભૂમિકા ભજવતો હતો.

ઠાર મરાયેલા તમામ આતંકીયો લાંબી ગુનાહિત પ્રવૃતિઓ ધરાવતા હતા. દેશ વિરોધી કાવતરા અનેક આતંકી હુમલાઓ અને હુમલાઓ દરમિયાન પોલીસ અને સુરક્ષા જવાનોને નિશાન બનાવવામાં તેની સંડોવણી હતી. પોલીસ પ્રવકતાઓએ જણાવ્યું હતું કે પારે અને સોહેબ બટ્ટ ખાનમાં શેકી વિસ્તારમાં સરપંચની હત્યામાં સંડોવાયેા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ લોકો પોલીસના હાથે ઠાર મરાયેલા પ્રાદેશિક આતંકીવાદી સંગઠન શાકિર મન્જુર વાઘે સાથે જોડાયેલા હતા. પોલીસે શુક્રવારે ૧૦ દિવસ પહેલા ખાનનો જિલ્લામાંથી ગુમ થયેલા સરપંચનો મૃતદેહ દક્ષિણ કાશ્મીરમાંથી મળી આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.