Abtak Media Google News

કલેઈમ, ભાડા, ભરણ પોષણ સહિતના પેમેન્ટ ઉપાડવા અને સમાધાન અંગેની વિથડ્રોલ પુરશીશ ફીઝીકલ સ્વીકારાશે

કોર્ટ પ્રવેશ દ્વારમાં તમામનું સ્કિનીંગ અને સેનીટાઈઝર કરાયા બાદ પ્રવેશ

સુનાવણી પૂર્ણ થયેલા કેસના ચૂકાદો અપાશે; અરજન્ટ સિવિલ, ક્રિમીનલ અને ચેક રિટર્નના કેસોની ફરિયાદો ઇ-ફાઇલીંગથી સ્વીકારવામાં આવશે

કોરોનાની મહામારીમાં અદાલતોમાં માત્ર અરજન્ટ કામગીરી ચાલતી હતી. પરંતુ હાઈકોર્ટ દ્વારા એક પરિપત્ર બહાર પાડી રાજયની તમામ અદાલતોમાં સવારે ૧૦.૩૦થી બપોરથી ૧ કલાક સુધી તમામ કોર્ટમાં વિડીયો કોન્ફરન્સીંગથી અરજન્ટ મેટરની સુનાવણી તેમજ કલેઈમ કેસ, ભાડાની રકમ અને ભરણપોષણની રકમ ઉપાડવા તેમ સમાધાન પૂરશીશ અને વિથડ્રોલ પુરશીશ નિયત કરેલી જગ્યાએ સ્વીકારવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે.

વધુ વિગત મુજબ કોરોનાની મહામારીને ડામવા લોકડાઉન કરવામાં આવ્યું છે. અદાલતોમાં જામીન અરજી રિમાન્ડ અરજી અને સુનાવણી પૂર્ણ થયેલા ચૂકાદા સહિત માત્ર અરજન્ટ કામગીરી હાથ ધરવામાં આવતી હતી. આથી જૂનીયર વકીલોની આર્થિક સ્થિતિ કથળતા વકીલ મંડળ દ્વારા ન્યાયાલયમાં કોર્ટમાં રાબેતા મુજબની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. હાઈકોર્ટ દ્વારા રાજયની તમામ અદાલતોમાં ન્યાયીક પ્રક્રિયાને વેગ આપવા નિયમોનુંસાર ચાલુ કરવામાં આવશે.

હાઈકોર્ટના પરિપત્ર અન્વયે રાજકોટ જિલ્લા અને તાલુકા મથકે સવારે ૧૦.૩૦ થી બપોરે ૧ કલાક સુધી કોર્ટ કાર્યવાહી હાથ ધરાશે જેમાં ડિસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગ અને સિવિલ કોર્ટ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોર ઉપર વિડીયો કોફરન્સીંગ બુથ ઉભા કરવામાં આવશે. અને અરજન્ટ કેસની સુનાવણી વિડિયો કોન્ફરન્સીંગથી હાથ ધરવામાં આવશે. કોર્ટ દીઠ એક કર્મચારીએ રોટેશન મુજબ હાજર રહેવાનું અને ગ્લોઝ અને માસ્કનો ઉપયોગ કરવાનો રહેશે. અદાલતની કામગીરી માટે આવતા અરજદારો અને કર્મચારીઓનું કોર્ટ ગેટમાં પ્રવેશતા ગનથી ટેમ્પરેચર સ્ક્રીનીંગ સેનીટાઈઝર કરવામાં આવશે. અને પક્ષકારોની નોંધ માટે રજીસ્ટર રાખવામાં આવશે.

એમ.એ. સી.પી.નાં વળતરની રકમ, ભાડાની રકમ, ભરણ પોષણ અને અન્ય કોઈ પ્રકારનાં પેમેન્ટ ઉપાડવા માટેની નવી અરજીઓ ફીઝીકલ સ્વીકારવા તમામ અદાલતો પૈકી પ્રિન્સીપાલ કોર્ટના પ્રિસાઈડીંગ ઓફીસર દ્વારા કલાર્કની નિમણુંક કરી હેડ કવાર્ટર મૂકામે ડિસ્ટ્રીકટ કોર્ટ અને સીવીલ કોર્ટ બિલ્ડીંગ અને તાલુકા મથકોએ એક જ સ્થળે નિયત કરવાની રહેશે.

એમ.એ.સી.પી.નાં કેસોમાં પેમેન્ટ મેળવવા માટે વકીલોએ હિસાબી શાખા પાસેથી અગાઉથી તારીખ અને ટાઈમ મેળવી બાદ પક્ષકાર સાથે પેમેન્ટ લેવા જવું કેસના પક્ષકારો વચ્ચે થયેલ સમાધાન અંગેની ફીઝીકલ વિથડ્રોલ પુરશીશ નિયત કરેલા સ્થળે જમા કરાવવાની રહેશે.

જે કેસોમાં દલીલો પૂર્ણ થયેલ હોય તેવા કેસોનાં વિડીયો કોન્ફરન્સીંગથી જજમેન્ટો વિડીયો જાહેર કરવા અને ફોજદારી કેસોમાં આરોપીને જેલ મારફતે વિડીયો કોન્ફરન્સથી ચૂકાદો સંભળાવે છે.

જિલ્લાની તમામ અદાલતોમાં અરજન્ટ સીવીલ ક્રિમીનલ અને નેગોશીએબલ ઈ-ફાઈલીંગ કરવાનું રહેશે સમન્સ કે નોટીસનો હુકમની બજવણી કરવામાં આવશે નહી. પોલીસ અને મહાપાલિકા દ્વારા માસ્ક અને નસોશીયલ ડીસ્ટન્સીંગથનું સુપર વિઝન કરી ભંગ કરનાર વ્યકિતઓને દંડ ફટકારવામાં આવશે. તેમ ડિસ્ટ્રીકટ જજ દ્વારા પરિપત્ર જાહેર કર્યો છે. અરજન્ટ સિવિલ, ક્રિમીનલ અને ચેક રિટર્નના કેસોની ફરિયાદો ઇ ફાઇલીંગથી સ્વીકારવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.