Abtak Media Google News

રાત્રિ કર્ફ્યુથી સ્ત્રીઓમાં વધતી જતી ચિંતા અને ભયની સ્થિતિ પર સર્વે કરતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિની નિમિષા પડારીયા અને દાફડા નયના

દિવાળી બાદ કોરોનાની કેસોમાં થઇ રહેલા વધારાને પગલે સાવચેતીના ભાગરૂપે ફરી એકવાર રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. જેમાં કોરોનાનો ડર ધીમે ધીમે ઓછો થવા લાગ્યો હતો. ત્યાં રાત્રી કરફ્યુનો લાદવામાં આવ્યું જેના પરિણામે ફરીથી લોકોમાં ખાસ કરીને મહિલાઓમાં ભય પેદા થયો છે એવું સર્વેના આધારે કહી શકાય.

રાત્રી કરફ્યૂને કારણે સ્ત્રીઓ માં ભય વધી રહ્યો છે. કેમ કે ઘર પરિવારના સભ્યો રાત્રે નવ વાગ્યા પછી અથવા નવ વાગ્યાની આસપાસ ઘરે ન આવ્યા હોવાથી ડર અને ચિંતાનો ભોગ બની રહી છે. એવું અમારા સર્વે માં જોવા મળ્યું છે.

કારણ કે રાત્રે નવ વાગ્યાની આસપાસ ઘરના સભ્યો બહાર હોવાથી સતત ચિંતીત રહે કે કઈ થયું નહિ હોય ને?,  પોલીસે પકડ્યા તો નહીં હોઈને? આવા બધા કારણોથી પુરુષો કરતા સ્ત્રીઓમાં રાત્રી કરફ્યુથી ભય નો માહોલ વધ્યો છે.

મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ નિમિષા પડારીયા અને દાફડા નયનાએ રાત્રિ કરફ્યુ વિશે સ્ત્રીઓશું અનુભવે છે એ વિશે 484 મહિલાઓ પર ગુગલફોર્મ દ્વારા એક સર્વે કર્યો. જેમાં અનેક તારણો મળી આવ્યા.

રાત્રિ કરફ્યુ સાથે તમે સહમત છો?

આ પ્રશ્નના જવાબમાં જવાબમાં 61.9% મહિલાઓએ ના અને 38.1% મહિલાઓએ હા જણાવી હતી.

રાત્રે નવ વાગ્યા પછી તમારા ઘરના સભ્યો બહાર હોય તો ભય લાગે છે?

તેમાં 75% મહિલાઓએ હા અને 25% મહિલાઓએ ના કહી હતી.

રાત્રિ કરફ્યુથી તમારા પરિવારના વ્યવસાયમાં કોઈ આડ અસર થઈ છે?

તેમાં 67.9% મહિલાઓએ હા અને 32.1% મહિલાઓએ ના કહી હતી.

રાત્રિ કરફ્યુના કારણે તમારા ઘરના સભ્યો કોઈ કામથી બહાર ગયા હોય અને 9 વાગતા બેચેની થાય છે?*

તેમાં 73.8% મહિલાઓએ હા અને 26.2% મહિલાઓએ ના કહી હતી.

ઉતાવળે ઘર પર જતાં અકસ્માતનો ભય લાગે છે?

તેમાં 77.4% મહિલાઓએ હા અને 22.6% મહિલાઓએ ના કહી હતી.

મોડુ થશે તો પોલીસ પકડશે એવો ભય લાગે છે?

તેમાં 78.6% મહિલાઓએ હા અને 21.4% મહિલાઓએ ના કહી હતી.

રાત્રિ કરફ્યુ રાખવાથી કોરોના કાબુમાં આવશે?

આ પ્રશ્નના જવાબમાં 66.7% મહિલાઓએ ના અને 33.3% મહિલાઓએ હા કહી હતી.

રાત્રિ કરફ્યુના સમયમાં ફેરફાર કરવા ઈચ્છો છો?

હાલનો જે સમય છે એ બરાબર છે એવું 7.40% મહિલાઓએ કહ્યું, રાત્રે 10 થી સવારના 5 વાગ્યાનો હોવો જોઈએ એવું 19% મહિલાઓએ કહ્યું, રાત્રે 11 થી સવારના 5 વાગ્યાનો હોવો જોઈએ એવું 20.2% મહિલાઓએ કહ્યું, હવે રાત્રિ કરફ્યુ હટાવી લેવો જોઈએ એવું 53.30% મહિલાઓએ કહ્યું.

રરાત્રિ કરફ્યુને કારણે એવું બને છે કે તમારા અગત્યના કામો અટકી જતાં હોય અથવા ઉતાવળે પૂર્ણ કરવા પડતાં હોય?આ પ્રશ્નના જવાબમાં 75% મહિલાઓએ હા અને 25% મહિલાઓએ ના કહી હતી.

રાત્રી કફર્યુથી શારીરિક સાથે માનસિક અસરનો પણ સ્ત્રીઓ ભોગ બની રહી છે

શારીરિક લક્ષણો

પરસેવો, શરીરમાં ધૃજારી, ગરમી કે ઠંડી, શ્વાસની તકલીફ અથવા શ્વાસ લેવામાં તકલીફ, ગૂંગળામણ, હ્ર્દયનાં ધબકારા અચાનક વધી જવા, ભૂખમાં ખલેલ વગેરે.

માનસિક લક્ષણો

નિયંત્રણ ગુમાવવાનો ભય, બેહોશ થવાનો ભય, ભયની લાગણી, મૃત્યુ ભય, નુકસાન કે માંદગીનો ભય, અપરાધ ભાવ,  ઉદાસી કે નિરાશા, મૂંઝવણ, ધ્યાન એકાગ્રતામાં મુશ્કેલી, ક્રોધ, ચીડિયાપણું, મૂડમાં પરિવર્તન, ચિંતા અને ભય. વારંવાર ઘરના દરવાજા તરફ જોયા કરવું (જેને મનોવિજ્ઞાનમાં ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર) કહે છે.  રાત્રી કરફ્યૂથી સ્ત્રીઓમાં સૌથી વધુ ઓબ્સેસિવ કમ્લસીવ ડિસઓર્ડરનો ભોગ બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.