મોરબી નજીકથી પસાર થતા નેશનલ હાઈવેના સર્વિસ રોડમાં મસમોટા ગાબડાથી અનેક અકસ્માત

મોરબી નજીકથી પસાર થતા નેશનલ હાઈવેના સર્વિસ રોડની હાલત અતિ દયનીય છે નેશનલ હાઈવેના સર્વિસ રોડની સ્થિતિ ગ્રામ્ય પંથકને જોડતા એપ્રોચ રોડ કરતા પણ બદતર જોવા મળી રહી છે જેથી વાહનચાલકોને પ્રતિદિન હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

મોરબીનો સિરામિક ઉદ્યોગ મોરબી નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર વિકાસ પામ્યો છે મોરબીથી વાંકાનેર જતા નેશનલ હાઈવે પર અનેક ફેકટરીઓ કાર્યરત છે અને સિરામિક ટ્રેડના હાર્ટ સમાન મોરબી સિરામિક એસોની ઓફીસ પણ લાલપર નજીક આવેલ છે જ્યાં હાઈવે પરના સર્વિસ રોડની હાલત અતિ દયનીય છે સર્વિસ રોડ પર દોઢ થી બે ફૂટના મસમોટા ગાબડા જોવા મળે છે એટલું જ નહિ ગાબડામાં ગંદા પાણી ભરેલા રહે છે જેથી બાઈક સવારો તો નીકળી જ સકતા નથી તો ફોર વ્હીલ અને ટ્રક પણ મહા મુસીબતે પસાર થાય છે રાત્રીના અંધકારમાં તો અનેક લોકો અહી ખાબકતા પણ હોય છે અને નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે

મોરબી સિરામિક એસોના પ્રમુખ પાસેથી મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા ટ્રાફિક ટ્રસ્ટની મીટીંગમાં પણ જીલ્લા એસપીની ઉપસ્થિતિ માં નેશનલ હાઈવે અધિકારી સમક્ષ સર્વિસ રોડનો મુદો ઉઠાવ્યો હતો છતાં સર્વિસ રોડ રીપેરીંગ કરવામાં કોન્ટ્રાકટર મનમાની કરતા હોય તેવો ઘાટ સર્જાઈ ર્હોય છે જેથી મોરબી સિરામિક એસો દ્વારા ગંભીર બેદરકારીને પણ વખોડવામાં આવી છે