Abtak Media Google News

પ્રથમ આવેલા સ્પર્ધકો જાન્યુઆરી ૨૦૨૦માં ત્રિપુરાના અગરતાલા ખાતે રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે

તા.૩૦ ગુજરાત રાજ્ય સરકાર ગાંધીનગરના સહયોગથી અને એસજીવીપી દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના યજમાન પદે યોજાયેલરાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં, ગુજરાતની ૪૦ જેટલી પાઠશાળાઓમાંથી ૩૫૦ ઋષિકુમારોએ ભાગ લીધો હતો જેમાં દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના ૨૮ ઋષિકુમારો જોડાયા હતા તેમાં ૭ ઋષિકુમારોને ગોલ્ડ મેડલ, ૭ ને રજત અને ૩ ઋષિકુમારોને બ્રોન્ઝ મેડલ મળેલ છે. જેમાં દર્શનમના પ્રથમ ક્રમાંકે વિજેતા ઋષિકુમારો – ગોલ્ડ મેડલ

પંડ્યા્ પ્રતિક (શાસ્ત્રાર્થ વિચાર), મયંક ભાઇલોત (વ્યાકરણ ભાષણ), ત્રિવેદી સ્મિત (મીમાંસા શલાકા), સહજ ખૂંટ (ન્યાય ભાષણ), હરિકૃષ્ણદાસજી સ્વામી  (સાંખ્ય ભાષણ), શુકવલ્લભદાસજી સ્વામી (મીમાંસા ભાષણ), પંડ્યા પ્રતિકકુમાર (અક્ષરશ્લોકી).

7537D2F3

જ્યારે દ્વિતીય ક્રમાંકે વિજેતા ઋષિકુમારો સિલ્વર મેડલમાં  વ્યાસ સિદ્ધાંત (વેદાંત ભાષણ), જોષી હર્ષ (વ્યાકરણ શલાકા), વોરા બ્રિજેશ (ન્યાચ શલાકા), ભટ્ટ આશિષ (જ્યોતિષ શલાકા), જાની કાર્તિક  (જ્યોતિષ શલાકા), ભટ્ટ યશ, શુ્ક્લ ચજુર્વેદ સસ્વર કંઠપાઠ,  વિશ્વમંગલદાસજી સ્વામી  (શાસ્ત્રાર્થ વિચાર) અને

તૃતીય ક્રમાંકે વેજિેતા ઋષિકુમારો બ્રો્ન્ઝ મેડલમાં પાઠક મીત  (સાહિત્ય શલાકા), જોષી ધૈર્ય  (સાહિત્ય શલાકા), સાંકળિયા દેવેન્દ્ર (ધર્મશાસ્ત્ર ભાષણ), સર્વમંગલદાસજી સ્વામી (વેદભાષ્ય ભાષણ). ઉપરોક્ત વિજેતા ઋષિકુમારો અને સંતોને શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી પ્રધાનાચાર્ય રામપ્રિયજી અને અર્જુનાચાર્યના હસ્તે આશીર્વાદ અને અભિનંદન સાથે પ્રથમ વિજેતાને રુ.૩૦૦૦ અને દ્વિતીયને રુ.૨૦૦૦ અને તૃતીયને રુ.૧૦૦૦ રોકડ પુરસ્કાર આપવામાં આવેલ. પ્રથમ આવેલ સ્પર્ધકો આગામી જાન્યુઆરી ૨૦૨૦માં ત્રિપુરાની રાજધાની અગરતલા ખાતે યોજાતી રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.