સૌરાષ્ટ્રના સાવજ ‘દાસ’ને પ્રથમ પૂણ્યતિથિએ ‘અબતક’ની ‘શબ્દાંજલિ’

સૌરાષ્ટ્રના ‘છોટે સરદાર’ ને શત્ ત્ સલામ

સમાજ સેવા માટે જેમનું હૃદય સહાય ધબકતું રહ્યું છે તેવા પ્રજાના લાડીલા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની આજે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. સમાજ સેવાનો ભેખ બનાવી એની સુવાસથી સમગ્ર સમાજને દિપાવ્યો છે. વિઠ્ઠલભાઇ રાદડીયાની યાત્રા ની અમરગાથા પર નજર કરીએ તો તેમનો જન્મ તારીખ ૮ -૧૧-૧૯૫૮ના રોજ જામકંડોરણામાં થયો હતો તેમના પિતા અને માતા અને તેમને બાળપણમાં સંસ્કાર આપવામાં કોઈ કસર નથી છોડી.ખેડૂત પરિવારમાં જન્મેલા વિઠ્ઠલભાઇ નાનપણથી જ અનેક મુશ્કેલીઓ વેઠીને પ્રાથમિકથી લઈને કોલેજ સુધી તેમનું ભણતર પુરુ કર્યું અને મનમાં કંઈક કરી છુટવાની ભાવનાથી વીચાર કરી જામકંડોરણા મંડળીના પ્રમુખપદે ૧૯૮૦ થી શરૂઆત કરી અને રાજકારણમાં પ્રવેશ નું પહેલ કરી. તેઓ સતત લોકોની વચ્ચે રહીને લાગણી સાથે કામ કર્યું અને તેના પરિણામે ૧૯૮૭માં જામકંડોરણા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયા. આ સમયગાળામાં આ પરિસ્થિતિમાં પશુઓ માટે અનેક  સેવાકીય પ્રવૃત્તિ કરી લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું તેઓએ ધોરાજી વિસ્તારના ધારાસભ્ય તરીકે શરૂઆત કરી અને તેઓ ગુજરાત સરકારમાં મંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા. તેઓનો મંત્ર માટીકામ વિચારસરણીથી તેઓ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કના ચેરમેનપદે ૧૯૯૫માં સત્તા સંભાળી ચૂક્યા છે. ખેડૂતો પ્રત્યે આદરભાવ રાખતા વિઠ્ઠલભાઇએ ખેડૂતોને વ્યાજખોરોના ચુંગાલથી છોડાવવા ઉદાર હાથે દાન કરી પ્રશ્નોમાં અંગત રસ લઈને આંદોલન કરી ખેડૂતોને સાચા અર્થમાં મિત્ર પુરવાર થયા છે . તેઓએ ભારતમાં સૌપ્રથમવાર ખેડૂતો માટે પોલીસી ની શરૂઆત કરાવી ખેડૂતોને વીમા કવચ પૂરું પાડી અને નિરાધાર ખેડૂત પરિવારની મદદ કરી. ૧૯૯૨માં જ્યારે જામકંડોરણા તાલુકો પછાત ગણાતો ત્યારે તેઓએ લેઉવા પટેલ ક્ધયા છાત્રાલયની સ્થાપના કરી જોતજોતામાં છાત્રાલયમાં ૫૦૦૦ દીકરીઓના અભ્યાસ માટેની પુરતી વ્યવસ્થા કરી. છોકરાઓને બહાર ભણવા માટે જવું ન પડે ન પડે તે માટે ૧૯૯૮માં કુમાર છાત્રાલયની સ્થાપના કરી આજે દીકરા દીકરીઓ માટે  કોલેજ સુધીના અભ્યાસની વ્યવસ્થા કરી ગુજરાતમાં આ સંસ્થાએ નામ કરી દીધું છે.

ગામડાનું ટ્રસ્ટ રાજકોટ શહેરમાં છાત્રાલય બનાવી અભ્યાસ માટે સુવિધા ઉભી કરવી સંકલ્પ કરી ૨૦૧૦માં તેઓએ ગોંડલ રોડ પર વિશાળ ક્ધયા છાત્રાલય બનાવી. સમાજના નાના વ્યક્તિથી લઈ મોટા દાતાશ્રી તરીકે આગવું સ્થાન બનાવી લીધું છે એટલે વિઠ્ઠલભાઈ જે પણ કામ કરે એમાં કોઈ પીછેહઠ કરતા નથી અને ગમે તેવી પરિસ્થિતિમાં પણ તેઓ પોતાનું કામ પૂર્ણ કરે છે .લેઉવા સમાજનો કોઈ પણ માણસ ધાર્મિક કામ પર જાય તો તેને પોતાના ઘર જેવું આશરે મળવો જોઈએ એ આશયથી ૨૦૦૭માં નાથદ્વારા, હરિદ્વાર અને મથુરામાં આકાશને આંબે તેવા તમામ સુવિધાઓ સાથે સમાજ ભવન નિર્માણ કર્યું . લેઉવા પટેલ સમાજને કંઈક ખૂટે છે એવી જિલ્લાના સ્વરૂપે ૨૦૧૩ મહત્વનાં સમાજ ભવન નિર્માણ કરી લેવા પટેલ સમાજ ને અમૂલ્ય ભેટ આપી તેઓએ હરિદ્વાર અને મથુરામાં ૨૫ કરોડની જમીન ખરીદી આ સ્થાનોમાં લેવા પટેલ સમાજના સમાજ ભવન બનાવવા માટે મનથી નક્કી કરી લીધું છે .સૌરાષ્ટ્રના દરેક ગામમાં લેઉવા પટેલ સમાજ માટે હર હમેશ તેઓ ખડેપગે રહેતા તેમજ દરેક સમાજના લોકો માટે ગમે ત્યારેેે મદદ માટે આવતા. જેતપુરમાં પણ લેવા પટેલ સમાજ ભવન નિર્માણ કર્યું અને પાર્ટી પ્લોટ અને સુવિધા સભર આધુનિક સમાજ ભવન નિર્માણ કર્યું. વિઠ્ઠલભાઇએ જામકંડોરણા ગૌશાળામાં ૩૦૦૦ પશુઓની સેવા સેતુ ૨૦૧૬ માં ભાગવત સપ્તાહ નું આયોજન કરી જરૂરી ફંડ આવ્યો જેથી આજે એ ગૌશાળામાં ૩૩૦૦ થી વધુ પ્રવાસ પશુઓ આશરો લઇ રહ્યા છે આ ઉપરાંત ઘણી દીકરીઓને પાંચ શાહી સમૂહ લગ્ન નું આયોજન કરીને પ્રભુતામાં પગલાં પડાવી પોતે ક્ધયાદાન કરી ઉમદા કાર્ય કર્યું છે. વિઠ્ઠલભાઈ લેવા સમાજના વિશ્વકર્મા સાબિત થયા છે. વિઠ્ઠલભાઇ આપણી વચ્ચે હાજર નથી પણ તેમના કાર્યો થકી અમર છે અને રહેવાના છે.

પિતાએ પુત્રવધૂને સાસરે વળાવી તે ક્ષણ સમાજ માટે પ્રેરણારૂપ: જયેશભાઇ રાદડીયા

સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાના પુત્ર અને રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે આજે ૨૯ જુલાઈ ના રોજ મારા પિતા વિઠ્ઠલભાઇ રાદડીયા ની પ્રથમ પુણ્યતિથિ આવી છે ત્યારે હજુપણ મારા પરિવાર,ખેડૂત સમાજ અને ગરીબ પરિવાર એવું માનવા તૈયાર નથી કે વિઠ્ઠલભાઈ આપણી સમક્ષ નથી રહ્યા કારણ કે તેમણે ખેડૂતો માટે ગરીબ વર્ગ તથા સામાન્ય માણસ માટે ઘણા સારા કામ કર્યા છે. રાજકારણ ની અંદર વર્ષો જુનું સપનું હતું તેમણે રાજકારણ ની શરૂઆત જામકંડોળા ના આંગણે થી જ કરી હતી તાલુકા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય,સંસદસભ્ય રાજ્ય સરકાર ની અંદર પ્રધાન તરીકે ની જવાબદારી,રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જેવી અનેક સંસ્થાઓ જે  રાજકારણ ની સાથે સાથે સહકારી પ્રવૃતિ માં પણ તેમનું ખૂબ મહત્વનું યોગદાન હતું.જામકંડોણા જેવા નાના તાલુકાથી રાજકીય રીતે, સહકારી રીતે, સામાજિક રીતે શરૂઆત કરી અને ભારતની ટોચ પર આવેલ સહકારી સંસ્થાઓ ની જાવબદારી સંભાળી છે. ખેડૂતોના નેતા અને ગરીબોના મસીહા બની ને હંમેશા રાજનીતિની અંદર પોતાની જવાબદારી નિભાવી છે.

જામકંડોરણાના આંગણે પાંજરાપોળ અને ગૌવંશ નો ખૂબ સારી રીતે નિભાવી રહ્યો છે વિઠ્ઠલભાઈ એ આ સંસ્થાની જવાબદારી લીધી હતી હાલમાં પાંચ હજારથી પણ વધારે ગૌવંશ અને ગૌમાતાઓ આ પાંજરાપોળ ની અંદર આશ્રય લઈ રહી છે. આ સિવાય આવનારા દિવસોમાં કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે પણ સુવિધાઓ કરી હતી. મારા નાના ભાઈ કલ્પેશ ના અવસાન પછી પરિવાર માં ચિંતા હોવા છતાં સમાજ ને રાહ બતાવી અને અમારી પુત્રવધૂને દીકરી બનાવી અને સાસરે વડાવી અને ફક્ત લેઉવા સમાજ નહીં પણ તમામ સમાજ ને સારું ઉદાહરણ આપીને સારી દિશા બતાવી હતી ત્યાર પછી જે જગ્યા એ આવા બનાવ બન્યા ત્યાં ઘણા પરિવારો એ પોતાની પુત્રવધૂને દીકરી બનાવીને સાસરે વડાવી હતી. ખેડૂત પરિવાર કે ગરીબ પરિવાર હોય અને તેમની સાથે વર્ષો થી કામ કરેલા આગેવાનો ને પણ તેમની ખોટ આજે પણ અનુભવાય છે જ્યારે ખેડૂત નેતા ની વિદાય થતી હોય ત્યારે તેમના આંખ માંથી આંસુ વહેતા હોય છે.મને ગૌરવ છે કે મારા પિતા ની વિદાય પછી પણ અમારી સાથેના તમામ આગેવાનો, ખેડુત સમાજ, ગરીબ પરિવારને એમણે જે રાહ બતાવી છે તે મુજબ ચાલવાના પ્રયત્નો કરી રહ્યા છે અને આવનાર સમયમાં પણ વિઠ્ઠલભાઇની ખોટ કાયમ રહેશે પણ જે રીતે ખેડૂતોના નેતા અને ગરીબો ના બેલી તરીકે કામ કર્યું છે તો હું પ્રયત્ન કરીશ કે હું તેમની બતાવેલ રાહ પર ચાલુ અને બધાના સહકાર થી અમે આગળ વધીશું. ગામડામાં સામાન્ય માણસ કે કરોડપતિ માણસ આવતો હોય બધા સાથે એકસરખું વર્તન કર્યું છે.

કરોડપતિ માણસ હોય કે સામાન્ય પરિવારનો કોઈ પણ માણસ પોતાની મુશ્કેલી લઈને આવે ત્યારે તેને પોતાની બાજુ માં બેસાડી આશ્વાસન આપ્યું છે હું માનું છું કે રાજનીતિ ની અંદર કે સહકારી ક્ષેત્રમાં અને ખેડૂત નેતા તરીકે આવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે. તેમને બધા નેતા થઇ ખૂબ સારું કામ કર્યું છે તેમાં થી ઘણું શીખવાનું મળ્યું છે લોકો પણ શીખ્યા છે મને અને મારા પરિવાર ને પણ ઘણું શીખવા મળ્યું  છે આવનારા દિવસોમાં તેમના શીખ માંથી તેના પગે ચાલી સાથે મળી ને કામ કરીશું. એક સમયમાં પછાત એવો જામકંડોરણા તાલુકો કહેવાતો જ્યારે અત્યારે ૨૦૨૦માં ખૂબ મોટી ક્ધયા કુમાર છાત્રાલય,૫૦૦૦થી વધારે ગૌવંશ ધરાવતી ગૌશાળા, આખા ગામની અંદર સી.સી.રોડ,પાણીની લાઈન અનેક સુવિધાઓ વિઠ્ઠલભાઇ એ આપી છે. સમાજનું કાર્યક્રમો સહકારી પ્રવૃત્તિ હોય કે રાજનીતિમાં હંમેશા કહેતા કે એવું કામ કરી ને જાવું છે કે જ્યારે મારી ગેરહાજરી હોય ત્યારે પણ લોકો યાદ કરે કે જેને ગૌશાળાનું નિર્માણ, સંસ્થાઓનું નિર્માણ અને વિકાસ ના કામ કર્યા છે.

આજે એટલે જ લોકો તેમને યાદ કરી રહ્યા છે. ૨૦૧૧માં જ્યારે ખોડલધામનું નિર્માણ થયું ત્યારે ખોડલધામના પ્રમુખ નરેશભાઇ સાથે ખભે ખભા મિલાવી ચાલતા હતા કારણ કે ખોડલધામ એટલે લેઉવા સમાજ ની આસ્થા નું એક પ્રતીક હતું. તે માટે તેમણે લોકોને ભેગા કરવાના પ્રયત્નો કર્યા અને તેમની પાસે થી દાન ની અપીલ કરી.આમ ખોડલ ધામ ના નિર્માણ માં પણ વિઠ્ઠલભાઇનું ખૂબ મોટું યોગદાન રહેલું છે. મારા પિતા સાથે મળીને મેં કાયમી કામ કર્યું છે હું પણ છેલ્લા ૧૨ વર્ષથી રાજનીતિમાં છું તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે માર્ગદર્શન મેળવ્યું છે અને તેમના સાથે ની દરેક ક્ષણ મહત્વ ની અને યાદગાર છે. સરદાર વલ્લભભાઈ પટેલ ની જેમ જ કામગીરી કરતા,એ જ રીતે નિર્ણય લેતા જેથી આખા સૌરાષ્ટ્રની અંદર તેમને લોકો છોટે સરદાર તરીકે ઓળખતા. મારા પિતા નો રાજનીતિક વારસો, સહકારી વારસો કે સમાજનો જે વારસો મને મળ્યો છે ત્યારે તેમના પગે ચાલી અને મને જે દિશા બતાવી છે તે તરફ ચાલીને ખેડૂત પરિવાર માટે હોય, ગરીબ પરિવાર હોય કે લેઉવા પટેલ સમાજ માટે મારા પિતા એ જે કામ કર્યા છે તેવી જ રીતે કામ કરવાના હંમેશા પ્રયત્નો કર્યા છે અને આવનાર દિવસો માં પણ પ્રયત્ન કરી અને લોકોને પરિણામ આપવાની ખાતરી આપું છું.