Abtak Media Google News

બૉલીવુડના સુપર સ્ટાર શાહરુખ ખાન આજે અમદાવાદની મુલાકાતે. તેમની આગામી ફિલ્મ જબ હેરી મેટ સેજલના પ્રમોશન માટે આવેલા શાહરૂખ ખાને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાન અમદાવાદમાં જેટલી સેજલ નામની ગર્લ્સ હતી તેને મળ્યો હતો અને ફિલ્મ વિષે વાત કરી હતી. શાહરુખ ખાને પોતાના ફેસબુક ઉપર એક તસવીર શેર કરી હતી જેમાં તે ગુજરાતના મુખ્યમંત્રી સાથે છે. શાહરુખ સાથે ફિલ્મના નિર્દેશક ઇમતિયાઝ અલી પણ હજાર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.