Abtak Media Google News

ઇન્કમટેકસ ટ્રિબ્યુનલે વિભાગની વેરો વસૂલવાની અરજી ન કરી

શાહ‚ખખાન અપાર સંપતિ ધરાવે છે. તે દિલ્હીથી મુંબઇ આવ્યો ત્યારે ખિસ્સા ખાલી હતા પરંતુ હવે મુંબઇના પ્રાઇમ લોકેશન પર મન્નત બંગલો ધરાવે છે. આ સિવાય તે દેશ-વિદેશમાં પણ ઘણી સ્થાવર જંગમ મિલકતોનો માલીક છે.જે પૈકી દુબઇમાં એક વિલા શાહ‚ખ ખાન ધરાવે છે. તેની કિંમત આશરે ૧૫ કરોડ ‚પિયા છે. હવે સવાલ એ થઇ રહ્યો છે કે શાહ‚ખ ખાનના ૧૫ કરોડના દુબઇ વિલાને શા માટે ટેકસ ન લાગે ? શું તે ભારતીય ટેકસ માળખાના દાયરામાં નથી આવતું ? શાહ‚ખ ખાનને ફોર્બ્સ મેગેઝીને ધનવાન કલાકારોની યાદીમાં સ્થાન આપ્યું છે. આ સાથે સલમાન ખાત અને અક્ષયકુમારની આવક પણ ઓછી નથી. તેમના નામ પણ આ યાદીમાં સામેલ છે. આમાં આશ્ર્ચર્ય એ વાતનું છે કે સૌથી વધુ એન્ડોર્સમેન્ટ ધરાવતા રણવીરસિંઘ અને અમિતાભ બચ્ચનના નામ કેમ નથી ? શાહ‚ખ ખાને એક ઇન્ટરવ્યુમાં કીધું છે કે હું ફિલ્મોમાં કામ કરવાના પૈસા લેતો નથી. મારી કમાણી એન્ડોર્સમેન્ટ અને વિદેશમાં થતા સ્ટેજ શો છે. તેમાંથી મારું ઘર ચાલે છે જો કે અત્યારે કોઇ નિર્માણા શાહ‚ખ ખાન સાથે ફિલ્મ બનાવવાનું જોખમ ખેડવા તૈયાર નથી. એટલે જ તો શાહ‚ખની પોતાની કંપની રેડ ચીલી જેની માલિક પત્ની ગૌરી ખાન છે તેના બેનર હેઠળ ફિલ્મો બનાવે છે. હમણાં તેણે સફળતાની ગેરંટીવાળા ડાયરેકટર ઇમ્તિયાઝ અલીને લઇને ફિલ્મ બનાવી જે નિષ્ફળતાને વરી છે. હવે તેની કેરીયરનો દારોમદાર તનુ વેડસ મનુ ફેઇમ ડાયરેકટર આનંદ એલ. રાયની ફિલ્મ પર છે.તેમાં તેનો ડબલ રોલ છે. તેની હીરોઇન અનુષ્ઠા શર્મા અને કેટરીના કેફ છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.