શિવભક્તો થયા દેવાધીદેવની ભક્તિમાં લીન: શિવાલયો હરહર મહાદેવના નાદથી ગુંજ્યા

દેવાધિદેવ મહાદેવને અતિપ્રિય સેવા પવિત્ર પાવનકારી શ્રાવણ માસનો આજથી શુભારંભ થઇ ગયો છે.શિવભક્તો આજથી સતત એક મહિના સુધી ભોળીયા નાથની ભક્તિમાં લીન બની જશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં શિવાલયો હરહર મહાદેવના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યા છે.

પ્રથમ જ્યોર્તિંલીંગ એવા સોમનાથ મંદિરે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન રોજ નવા-નવા શણગાર સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સવારથી શિવમંદિરોમાં ભાવિકોની લાંબી કતારો જોવા મળતી હતી.

Untitled 1 641

વર્ષના બાર મહિનામાં શ્રાવણ માસનું સવિશેષ મહત્વ રહેલું છે. આ પાવનકારી માસમાં શિવભક્તો દ્વારા ભગવાન મહાદેવની ઉગ્ર આરાધના કરવામાં આવતી હોય છે. સમગ્ર માસ દરમિયાન ભક્તો ઉપવાસ-એકટાંણા કરી ભોળીયાનાથને રિઝવવા માટે ભક્તિ કરતા હોય છે. શ્રાવણ માસને તહેવારોનો પણ મહિનો ગણવામાં આવે છે. આ માસમાં પ્રથમ 10 દિવસ દશાર્માંના વ્રત, પૂનમના દિવસે રક્ષાબંધન, વદ પક્ષમાં બોળચોથ, નાગ પાંચમ, રાંધણ છઠ્ઠ, શિતળા સાતમ અને જન્માષ્ટમી, અંતિમ દિવસોમાં પર્યુષણ અને ભાદરથી અમાસની ઉજવણી કરવામાં આવતી હોય છે.

ઈશ્વરીયા મહાદેવના મંદિરની આરતીનો હજ્જારો ભાવિકોએ લીધો લાભ

Untitled 1 645

શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે સ્વયંભૂ શિવલિંગ ઇશ્ર્વરીયા મહાદેવના મંદિરની આરતી અને દર્શનનો લાભ ‘અબતક’ ચેનલ અને ડિજીટલ માધ્યમ દ્વારા હજ્જારો શ્રધ્ધાળુઓએ જીવંત નિહાળ્યું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.