સામુ જોવા જેવી નજીવી બાબતે યુવકને માર મારી મહિલા પર નિર્લજ્જ હુમલો

ગુંદાવાડીમાં ઝાપડા બંધુઓનો આતંક

સામા પક્ષે મુસ્લિમ યુવકે માર માર્યાની વળતી ફરિયાદ: બંને પક્ષે ૫ સામે ગુનો નોંધાયો

શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થા અને ખાખીનો ખોફ ઓસરતા ગુનાખોરીનો ગ્રાફ શેરબજારના સેન્સેકસની જેમ ઉંચકાય રહ્યો છે. જેમાં દિન દહાડે માલ, મિલકત, ચોરી અને મારામારી જેવા બનાવોથી બુદ્ધિજીવીઓમાં ફફડાટ જોવા મળ્યો છે.  શહેરના મધ્યે આવેલા ગુંદાવાડી વિસ્તારમાં આજે બપોરના સુમારે નામચીન ભરવાડ શખ્સો દ્વારા આતંક મચાવી ભયનું વાતાવરણ ઉભુ કરી દિયર-ભોજાઈ ઉપર હુમલો કર્યાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામાપક્ષે ભરવાડના બે યુવક સહિત ત્રણ યુવકને માર માર્યાની ફરિયાદ સાથે હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભગવતીપરા શેરી નં.૯માં રહેતા અલ્ફાઝ કાસમ સીરાદ નામના (ઉ.વ.૨૧) નામના યુવકે ગુંદાવાડીમાં રહેતો અને બજરંગ સાડી નામની દુકાન ધરાવતા મેહુલ જસવંત ઝાપડા અને ઉદય જસવંત ઝાપડા અને એક અજાણ્યા શખ્સે છરી અને ધોકા વડે મારમાર્યા અને મહિલાની છેડતી કર્યાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ગુદાવાડી શેરીમાં ધ્રુવિલ ઝાપડા અને અલ્તાફ કાસમ શીદાદને સામુ જોવા જેવી નજીવી બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થતા ધ્રુવિલ તેના પિતરાઈ ભાઈ ઉદય અને ઉમેશને બોલાવતા ત્યારે અલ્તાફ તેના ભાઈને ફોન કરતા તેના ભાઈ અને ભાભી દોડી આવ્યા હતા. ત્યારે ઉશ્કેરાયેલા ઉદય, ઉમેશ અને ધ્રુમિલ ઝાપડાએ છરી અને ધોકા વડે મારમારી ફરિયાદીના ભાભી પર હુમલો કરી નિર્લજ્જ હુમલા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું હતું.જ્યારે સામાપક્ષે ઉદય અને ઉમેશ ઝાપડાને અલ્તાફ અને તેના ભાઈએ ધોકા વડે મારમારતા લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ ઝાલા સહિતના સ્ટાફ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઝાપડા બંધુ ગુનાખોરીની ટેવ વાળા હોવાનું તેમજ તાજેતરમાં કોંગી અગ્રણી અને પૂર્વ મેયર અશોક ડાંગરના ભત્રીજા પર હુમલો કર્યાની શાહી સુકાઈ નથી ત્યારે વધુ એક કૃત્ય આર્ચ્યું છે.