Abtak Media Google News

શાઓમી વેન્ડિંગ મશીન થકી મોબાઈલ અને એસેસરીઝ વેચનારી ભારતની પ્રથમ કંપની

વેન્ડિંગ મશીથી જેમ ચિપ્સ અને કોક ખરીદો શકાય છે, તેમ હવે સ્માર્ટફોમ અને મોબાઈલ એસેસરિઝ ખરીદી શકાશે. ચાઇનીઝ સ્માર્ટફોન ઉત્પાદક શાઓમીના સ્માર્ટફોન્સ ભારતમાં ખૂબ લોકપ્રિય છે. કંપની કેટલાક સમય માટે તેના સેલને વધારવા ઑફલાઇન સ્ટોર્સ પર કામ કરી રહી છે. સમગ્ર દેશમાં વધુ ભાગીદાર સ્ટોર્સ ખોલવામાં આવી રહ્યાં છે. હવે કંપની વધુ એક સ્ટેપ આગળ વધીને મોબાઈલ શોપિંગ માટે કિઓસ્ક સિસ્ટમને માર્કેટમાં લાવી છે.

હવે શાઓમીએ ભારતમાં Mi Express Kiosk શરૂ કર્યા છે. ભારતમાં વેન્ડિંગ મશીનો દ્વારા સ્માર્ટફોન્સ અને એસેસરીઝ વેચનારી પ્રથમ કંપની બની ગઈ છે. આ Mi એક્સપ્રેસ કિઓસ્ક શાઓમીના સીઈઓ લી જુનના હસ્તે શરૂ કરવામાં આવી છે.

Mi Express Kiosk મેટ્રો સિટિઝન અને પબ્લિક એરિયામાં ઉપલબ્ધ કરાવશે. આ કિઓસ્ક મેટ્રો સ્ટેશન, એરપોર્ટ અને શોપિંગ મોલ જેવી જગ્યાએ શરૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.