Abtak Media Google News

વૈશાખ વદ અમાસની ઉજવણી શનિ જયંતી તરીકે કરવામાં આવે છે. આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શનિ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. શનિ મંદિરોમાં સવારથી ભાવિકો ઉમટી પડયા હતા. શનિદેવના જન્મ સ્ળ એવા પોરબંદરના હાલા ગામે આજે સવારે ભાવીકોની ભારે ભીડ જોવા મળી હતી. પનોતીમાથી મુક્તિ મેળવવા આજે શનિ જયંતીએ બારેય રાશીના વ્યક્તિઓએ અલગ અલગ ચિજવસ્તુઓનું દાન કર્યું હતું.

Dsc 0122 જ્યુબિલિ ગાર્ડન ખાતે ભાવિકો ઉમટ્યા

રાજકોટમાં જયુબિલી ગાર્ડન ખાતે આવેલ શનિ મંદિર ખાતે સવારી ભાવિકોની લાંબી કતારો લાગી ગઈ હતી. ભાવીકોએ તેલ, અડદ, તલના અભિષેક સો શનિ દેવની આરાધના કરી હતી. ગામે ગામ શનિ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસ શનિ દેવની કૃપા મેળવવાનો સર્વોત્તમ દિવસ માનવામાં આવે છે. આ દિવસે શનિ મંદિરોમાં અભિષેક કરાયા હતા. તેની સાોસા હનુમાનજી મંદિર ખાતે પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઊમટી પડશે.

Dsc 0109 આ દિવસ દાન-પુણ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે દિવ્યાંગોને પણ યાશક્તિ સહાય કરવાી પણ શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ મંદિરમાં બેસીને હનુમાન ચાલીસા અને શનિ ચાલીસાનું પણ પઠન કરવામાં આવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.