Abtak Media Google News

પોરબંદરના પ્રખ્યાત જયોતિષ- વાસ્તુ તજજ્ઞ ડો. હિતેશ મોઢા શનિનો કુંભમાં પ્રવેશથી કંઇ રાશીનો શું ફેર થશે તેની આપી જાણકારી

પોરબંદરના પ્રખ્યાત જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ ડો. હિતેષ મોઢા જણાવે છે કે જેનું નામ સાંભળતા ભલભલા ખડતલ બાંધાના જાતકો પણ થર થર કાંપી ઉઠે તે ગ્રહ શનિ દિનાંક 29 એપ્રીલ 2022નાં દિને શનિ મહારાજ ધનિષ્ઠા નક્ષત્રનાં ત્રીજા ચરણે,  વાયુ તત્વની પોતાની રાશિ કુંભમાં પ્રવેશ કરશે ભ્રમણ અને પ્રવેશ રાશિનું તત્વ વાયું હોતા, આ તત્વને લઈને મોટા પરિવર્તન,  નવાજૂની, ઉથલપાથલ કે તોફાન લાવે.  સ્થિત/સ્થીર થયેલ દરેક બાબતોમાં વેગ લાવે છે.

વૈદિક જ્યોતિષ અનુસાર કુંભ રાશિનું એક આગવું મહત્વ છે. તે સ્થિર રાશિ છે. નૈસર્ગિક કુંડલી અનુસાર કાલ પુરુષની  ઘુંટણ એવમ કુલાનાં સ્થાને છે.  આ બે મુખ્ય અંગો છે, પગમાં. કાર્ય જાતકની સાથળ પર રહેલું  છે,  તેને સંબંધિત કોઈ તકલીફ/ ફાયદો થવા સંભવ.  યોગીક દેહ પર આંશિક રીતે મૂળાધાર ચક્ર છે ત્થા ભવસાગર પર કાર્યરત હોય છે. પશ્ચિમ દિશા સ્થિત વાસ્તુ દોષનો કારક છે.

શનિપ્રધાન કોઈ નેતા-મહંત કે સંતનું અકાળે અવસાન થવા સંભાવના. કુંભમાં આ શનિ ભ્રમણ વર્તમાન શાસક પક્ષ માટે બહુ લાભદાયી રહેશે. એવમ પ્રાચીન હિંદુ સભ્યતા અને તેનાં પ્રાચીન એવમ પ્રાકૃત વિજ્ઞાનો વિશ્વમાં મૂળ રૂપે ઉજાગર થવાંને વેગ મળશે.

કુંભ રાશિ અનુસાર ગોચરના શનિનું રાશ્યાદિ ફળ

મેષ :- ઉદ્યોગ, ધંધા, વ્યવસાયમાં અણધાર્યા લાભ સાથે  આવક અને આવકનાં સ્ત્રોત વધવા પામશે.  અને સરકારી કર્મચારી વર્ગમાં પ્રમોશનના યોગ. તેમજ દામ્પત્ય જીવનમાં સંવાદિતા પ્રગાઢ થશે. પગનાં, કે પાનીનાં દુખાવા થવાંની સંભાવના. પરિવારજનોથી સાથ સહકારનાં સંયોગો. વિદેશાગમનની સંભાવના.

વૃષભ :-  કર્મ સ્થાન પ્રબળ થશે. આ કારણે ધંધા વ્યવસાયમાં આર્થિક લાભ થવાંનો પ્રારંભ થશે. પિતા, તેમજ પિતૃ પક્ષનાં સગાનાં સહકાર એવમ સુખમાં વધારો થવાંની સંભાવના.  ઘરનું ઘર થવાંનો સંયોગો. નવા વાહનનો યોગ. વિજ્ઞાનનાં છાત્રો માટે શનિનું આ ભ્રમણ ઉત્તમ નિવડશે.

મિથુન:- વિદેશાગમન અને દેશમાં પ્રવાસ યાત્રા થવાંનાં શુભાવસરો સાંપડયા કરશે.  હળવા લાભનાંસંયોગો.  ઉદ્યોગ ધંધામાં સંઘર્ષનાં અંતે સાથે લાભ,સ્થિરતાનો ઉદય થશે.  સ્થાવર સંપતિથી ફાયદાનાં સંયોગો. અવૈધ સંબંધ ભંગના સંયોગો.  ઉદ્યોગ, ધંધા, વ્યવસાય અને સફળતા અંગે નવી દિશા સાંપડે. પૈતૃક સંપતિ મળવાંની સંભાવના.  નવા ઉદ્યોગ-ધંધા માટે શ્રેષ્ઠ સમય.

કર્ક :-  આકસ્મિક, અણધાર્યા લાભોની હારમાળા. આર્થિક લાભ, અધ્યાત્મિકોન્નતિ, માન, અકરામ પુરસ્કાર મળવાંની સંભાવનાં. મોટી સફળતા પ્રાપ્ત થવાંના સંયોગો. ભાગ્યોન્નતિ, આરોગ્ય નિરામય રહે. વિદેશ ની સંભાવના, વિદેશથી લાભ. ધંધા વ્યવસાયમાં ધનવૃદ્ધિ. ઉદ્યોગ, ધંધા, વ્યવસાયનાં જાતકો, યુવાઓ, મહિલાઓને આ ભ્રમણ બહુ સારુ ફળ આપશે.

સિંહ :-  નોકરીયાત વર્ગ માટે એક વર્ષનો સરેરાશ સમય.  સરેરાશ ફળ,  નવ વાહન માટે ઉતમ યોગ. પારિવારીક સંબંધોમાં ખાસ સાચવવુ, દુષિત યોગ વાળા જાતકોએ ખાસ કાળજી રાખવી. ઉદ્યોગ,  ધંધા, વ્યવસાયના જાતકો,  વિદ્યાર્થી, નિવૃતો, મહિલાઓને શનિ મહારાજ સારુ ફળ આપશે.

ક્ધયા :- સારો સમય,  ગર્ભાધાન કે સંતાન સુખનાં સંયોગો.  વણસી ગયેલા સંબંધોમાં સુધારો.  પારિવારીક સંબંધો સુધરવાંનાં સંયોગો. જમીન, મકાન, શેરબજાર માટે સરેરાશ સમય. ઉદ્યોગ,  ધંધા, વ્યવસાયના જાતકો,  વિદ્યાર્થી, નિવૃતો, મહિલાઓને શનિ મહારાજ સારુ ફળ આપશે.

તુલા :-  વાયુનો હળવો ઉપદ્રવ રહે. અધુરા/ અટકેલા કામકાજમાં પ્રોગેસ થશે.  ઉદ્યોગ  ધંધા વ્યવસાયના જાતક માટે ફાયદો. મિત્રો, ભાગીદારોથી લાભ. સરકારી ત્થા ખાનગી કર્મચારીઓ,ઉદ્યોગ,  ધંધા, વ્યવસાયના જાતકો,  વિદ્યાર્થી, નિવૃતો, મહિલાઓ ને શનિ મહારાજ સારુ ફળ આપશે.

વૃશ્ચિક:-  ધંધા વ્યવસાય, આવકમાં સ્થિરતા સાથે ધંધા વ્યવસાય ફેરનાં  સંયોગો,પ્રવાસ અને ભ્રમણના યોગો, સરકારી ત્થા ખાનગી કર્મચારીઓ માટે લાભ દાયી સમય. ઉદ્યોગ,  ધંધા, વ્યવસાયના જાતકો,  વિદ્યાર્થી, નિવૃતો, મહિલાઓ ને શનિ મહારાજ સારુ ફળ આપશે.

ધન :-  પનોતિ પૂર્ણ થતાં અનેક પ્રકારે આર્થિક શારીરિક લાભ થવાંનાં ઉજ્જવળ સંયોગો. સાથે આકસ્મિક અણધાર્યા લાભ.  ઉદ્યોગ,  ધંધા, વ્યવસાયના જાતક માટે  સરકારી ત્થા ખાનગી કર્મચારીઓ તથા વિદ્યાર્થી, નિવૃતો, મહિલાઓને શનિ મહારાજ સારુ ફળ આપશે.

મકર :-  સાડાસાતીનો તૃતિય તબક્કો હોતાં વિશેષ કાળજી લેવી. શકય હોય તો સ્પષ્ટ અને ચોખ્ખા વહીવટ, વ્યવહાર કરવાં. મોટા, હાર્ડ/ પરિશ્રમ વાળા ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે સાનુકુળ સમય  વિદ્યાર્થી, નિવૃતો, મહિલાઓને શનિ મહારાજ સારુ ફળ આપશે.

કુંભ:-  દ્વિતિય તબક્કો હળવો લાભકારી નિવડશે, કારણ ગુરુનું મીનમાં ભ્રમણ.સ્થાવર એવમ, પૈતૃક સંપતિમાંથી લાભ મળવાંની સંભાવનાઓ. સરકારી કર્મચારીઓ તથા સંતો-મહંતો માટે એવરેજ સમય.  હેવી મશીનરી ઉદ્યોગ/વ્યાપારના જાતકો, ઉદ્યોગ,  ધંધા, વ્યવસાયના જાતકો, વિદ્યાર્થી, નિવૃતો, મહિલાઓને શનિ મહારાજ સારુ ફળ આપશે.

મીન :- ગુરુનું મીન ભ્રમણની સાથે જન્મનાં ગ્રહ પ્રબળ હોય તો પન્નોતિનો આ તબક્કો આ રાશિ માટે લાભદાયક સાબીત થશે. છતાં શનિની પન્નોતિનું નિવારણ કરવું. ધંધા હેતુ પ્રવાસ વધવાંની સંભાવનાં. ખર્ચ વધુ થવાં કે જાવક વધવાંની સંભાવનાં. મહિલા અને છાત્રો માટે લાભદાયી ભ્રમણ.   ઉપરોકત ફળકથન લગ્ન કુંડલી આધારીત હોતા અંતિમ ના માનવુ સાથે જન્મ કુંડલીનો અભ્યાસ પણ એટલો જરુરી હોય છે.

પ્રાસંગિક ડો. હિતેષ મોઢા પોરબંદર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.