Abtak Media Google News

કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યા બાદ શંકરસિંહ વાઘેલ એ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ પાર્ટી પોલિટિક્સ છોડી રહ્યા છે, પોલિટિક્સ નહીં. કથનને ચરિતાર્થ કરવા આજે મંગળવારે બપોરે અમદાવાદના એનેક્સી સર્કિટ હાઉસ ખાત એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. શંકરસિંહે જાહેરાત કરી હતી કે જન વિકલ્પની સરકાર આવશે તો પહેલીવાર વિધાનસભામાં વોટ આપી રહેલા યુવાઓને 4 ફોન આપશે. જ્યારે ગૃહિણીઓને ઘરનું ઘર આપવાનો વાયદો કર્યો હતો.

શું કહ્યું શંકરસિંહે?

> બીજેપી-કોંગ્રેસનું ફિક્સિંગ છે એનો પુરાવો રાજ્યસભાનું રિઝલ્ટ્સ છે
> અમેરિકન પ્રાઈમરી પોલિટિકલ સ્ટાઈલ અને પેટર્નથી ચાલશે જનવિકલ્પ
> જન વિકલ્પમાં જોડાયો છું
> નો નેગેટિવ કમ્પેઈન કરીશ, વ્યક્તિગત આક્ષેપો નહીં
> સરકાર અને પાર્ટીનો વિરોધ કરીશું
> કોઈને કગરવાનો નથી, પબ્લિકને ગરજ હોય તો આવે જનવિકલ્પમાં
> લોકશાહી આડાપાટે ચાલી રહી છે, તમને લાગે તો આવો
> હું વોટ માંગવા જવાનો નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.