શંકરસિંહ વાઘેલાએ NCPનાં તમામ પદેથી આપ્યું રાજીનામું

રાજ્યસભાની ચૂંટણી બાદ શંકરસિંહ વાઘેલાએ એનસીપીના નેશનલ જનરલ સેક્રેટરી અને પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. શંકરસિંહ વાઘેલાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. શંકરસિંહ વાઘેલાએ એનસીપીના પ્રમુખ શરદ પવારને લખેલા પત્રમાં રાજીનામું આપ્યું હોવાની જાહેરાત કરી છે.  થોડા દિવસ પહેલા જ શંકરસિંહને ગુજરાતના પ્રદેશ પ્રમુખ પદેથી દૂર કરાયા હતા.

શંકરસિંહ વાઘેલાએ પત્રમાં લખ્યું છે કે 2019માં પ્રફુલ પટેલ વ્યક્તિગત રીતે અમદાવાદ આવ્યા હતા અને મને એનસીપીમાં જોડાવાનું કહ્યું હતું. હું તેમના આવા ઉમદા વર્તન બદલ તેમનો આભાર માનું છું. તેમણે મારામાં વિશ્વાસ રાખ્યો હતો અને એનસીપીમાં ઓલ ઈન્ડિયા જનરલ સેક્રેટરીની જવાબદારી સોંપી હતી. બાદમાં મને ગુજરાતમાં એનસીપીને મજબૂત બનાવવા માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવાયો હતો.
હું મારા ખરા જુસ્સા, લાંબા રાજકિય અનુભવ અને પારદર્શી સિસ્ટમ દ્વારા સમગ્ર રાજ્યના કાર્યકર્તાઓમં જુસ્સો લાવીને તમે મારામાં મૂકેલા વિશ્વાસને સાર્થક કરવાનો પ્રયાસ કર્યો છે. જે દિવસે સ્ટેટ એનસીપીના પ્રમુખ પદમાં ફેરફાર કરવામાં આવ્યો અને તાજેતરમાં રાજકિય ગતિવિધિઓના કારણે પક્ષના કાર્યકર્તાઓ, નેતાઓ અને તાલુકા-જિલ્લા અને રાજ્યના કાર્યકર્તાઓમાં નિરાશા વ્યાપી ગઈ છે.

I tender my resignation from the post of National General Secretary of @NCPspeaks and from Active Membership of the party. pic.twitter.com/W8o3t09t7d

— Shankersinh Vaghela (@ShankersinhBapu) June 22, 2020