- કાસ્ટિંગ કામ દરમિયાન અકસ્માતે બોઇલર ફાટતા ત્રણ ગંભીર રીતે દાઝ્યા હતા શ્રમિકનું મોત નિપજતા મૃત્યુ આંક બે થયો
રાજકોટના શાપર જીઆઇડીસીમાં કાસ્ટિંગની ફેક્ટરીમાં બોઇલર ફાટતા કારખાનેદાર માલિકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે કારીગર સહિત ત્રણ ગંભીર રીતે દાજતા સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં ગંભીર રીતે દાઝેલા શ્રમિકનું મોત નીપજતા મૃત્યુ આંક બે થયો છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ શાપર ગોલ્ડન ગેટ નંબર 2 વીરવા રોડ પર આવેલ પ્રોસિઝન એલોય કાસ્ટ નામના કારખાનામાં તારીખ 9ના રોજ રાત્રે એલ્યુમિનિયમ કાસ્ટિંગ નું કામ ચાલતું હતું
,ત્યારે ઓઇલ લીકેજના કારણે ભઠ્ઠીમાં બ્લાસ્ટ સાથે મોટો ભડકો થયો હતો અને કારખાનાના ભાગીદાર ભરતભાઈ કાકડીયા, તેમના ભાઈ જયેશભાઈ કાકડીયા અને બનેવી પિયુષભાઈ પટેલ અને શ્રમિક પ્રદ્યુમનભાઈ રામ કૃપાલ રાજપુત 23ને સામાન્યથી લઈ ગંભીર ઇજા થઈ હતી અને તમામને અલગ અલગ દવાખાને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા
જ્યાં કારખાનેદાર ભરતભાઈ કાકડીયાનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બોઇલર ફાટવાની ઘટનામાં દાઝેલા પ્રદ્યુમનને સરકારી હોસ્પિટલ અને જયેશભાઈ અને પિયુષભાઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા તેમાં સારવાર દરમિયાન ભાઈ રામ કૃપાલ રાજપુત નું મૃત્યુ નીપજતા આ દુર્ઘટનામાં કુલ મૃત્યુ આંક બે થયો છે આ અંગે સાપર પોલીસએ તપાસ હાથ ધરી છે.