Abtak Media Google News

રીક્ષા રોકી બે શખ્સો પાઇપ વડે તૂટી પડતા યુવાનને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો

 

શાપરમાં ગઈ કાલે રીક્ષાના ધંધાર્થીઓ વચ્ચે મુસાફરો બેસાડવા બાબતે માથાકુટ થયા બાદ બે શખ્સોએ યુવાનને પાઇપ વડે માર મારતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપરમાં શાંતિધામ વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા મયુરભાઈ હરિભાઈ રાઠોડ નામના 20 વર્ષીય યુવાનને જેન્તી અને એક અજાણ્યા શખ્સે પાઇપ વડે માર મારતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

હોસ્પિટલના બિછાને રહેલા મયુરભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે રીક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે જેન્તી અને અન્ય એક શખ્સ મળી પાઇપ વડે હુમલો કર્યાનું જણાવ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.