શાર્દુલ અને જાડેજાના ઓલરાઉન્ડ પ્રદર્શન દ્વારા ચેન્નઈને જીત મળી

કોલકત્તાને હરાવી ચેન્નાઈ પોઇન્ટ ટેબલમાં મોખરે

આઈપીએલનો 38 મેચ ચેન્નઇ સુપરકિંગ્સ અને કલકત્તા વચ્ચે રમાયો હતો જેમાં ચેન્નાઈએ કલકત્તાને બે વિકેટે હરાવી પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન હાસલ કર્યું હતું. મેચમાં શાર્દુલ ઠાકુર અને રવિન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડ પ્રદર્શન ના કારણે ચેન્નઈ અને જીત મળી હતી. 172 રનનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈની ટીમે અંતિમ ઓવરમાં અંતિમ બોલે મેચ જીતી હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલી કલકત્તાની ટીમમાં સર્વાધિક 45 રન ત્રિપાઠી દ્વારા બનાવવામાં આવ્યા હતા.

જ્યારે નીતીશ રાણા 37 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો ઓપનિંગ કરવા આવેલ ગિલે માત્ર નવ રન જ બનાવી શક્યો હતો જ્યારે વેંકટેશ 18 રન બનાવી પેવેલિયન પરત કર્યો હતો. ત્રિપાઠી અને નીતીશ રાણાના રમતના પગલે કલકત્તા ની ટીમ 171 રન સુધી પહોંચી શકી હતી ત્યારે બોલિંગમાં ચેન્નઈ તરફથી હેઝલવુડ અને ઠાકુરે 2-2 વીકેટ ઝડપી હતી અને જાડેજાએ એક વિકેટ લીધી હતી.

172 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સુપર કિંગ્સના ઓપનરોએ ખૂબ સારી રમત રમી હતી જેમાં ગાયકવાડ 40 રન અને ડુ પ્લેસીસ 43 રન નું યોગદાન આપી ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી હતી ત્યારબાદ મોઇનઅલી અને જાડેજાની વિસ્ફોટક બેટિંગના પગલે સુપર કિંગ્સનો બે વિકેટે વિજય થયો હતો. જાડેજાએ માત્ર આઠ બોલમાં 22 રન ફટકારી ટીમને વિજય તરફ દોરી ગયો હતો જેમાં કલકત્તા તરફથી બોલિંગ કરવા આવેલા સુનિલ નારાયણે સર્વાધિક ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણ, ફર્ગ્યુસન, ચક્રવર્તી અને રસેલે એક-એક વિકેટ લીધી હતી. ચેનાઈની કલકત્તા સામેની જીતથી ટીમ પોઇન્ટ ટેબલ પર સર્વોચ્ચ સ્થાન પર પહોંચી છે.