Abtak Media Google News

ઓટોમોબાઇલ સેક્ટરના વિકાસની

આશાએ બજાર ઉછળ્યું

ઓટોમોબાઈલ સહિતના સેકટરમાં ભવિષ્યમાં વિકાસ દર વધુ રહેશે તેવી આશાએ શેરબજારમાં છેલ્લા ત્રણ સપ્તાહથી તેજીનો તિખારો જોવા મળી રહ્યો છે. મહામારી સમયે તૂટી પડેલુ બજાર ફરીથી રીકવર થવા લાગ્યું છે. આજે પણ સેન્સેકસમાં ૪૫૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. આજે ઓટો મોબાઈલની સાથો સાથ બેન્કિંગ, ટેકનોલોજી અને ઓઈલ, ગેસ સેકટરમાં ભરપુર લેવાલી જોવા મળી હતી.  એચડીએફસી બેંક, હિન્દાલકો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિતની કંપનીઓના શેર આજે વધ્યા હતા. સેન્સેકસ ૩૬૪૫૦ની સપાટીને તોડી ગયો હતો. નિફટી-ફીફટીમાં પણ ૧૫૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. નિફટી બેંક અને નિફટી મીડકેપમાં પણ ભારે લેવાલી જોવા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.