Abtak Media Google News

ઇન્ડિયન ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે રવિ શસ્ત્રીને 4 વર્ષ પહેલા નીમવામાં આવેલા હતા, જો કે હકીકતમાં રવિ શાસ્ત્રીના હેડ કોચ બન્યા પછી ટિમ ઇન્ડિયા એક પણ ICC ટાઇટલ જીતેલી નથી. આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં આયોજિત T -20 વર્લ્ડ કપ બાદ રવિ શાસ્ત્રીનો હેડ કોચ તરીકેનો કાર્યકાળ પૂરો થાય તેવી અટકળો જણાય રહી છે. રવિ શાસ્ત્રી બાદ બોલિંગ કોચ ભરત અરુણ, ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર, તેમજ બેટિંગ કોચ વિક્રમ રાઠોડ પણ ટિમ ઇન્ડિયાના કોચ તરીકે છેડા ફાડી શકે તેવી શક્યતા છે.

Dravid   આ મુદ્દે BCCI દ્વારા રવિ શાસ્ત્રીને સૂચના પણ અપાઈ ગઈ છે જો કે નવેમ્બરમાં હેડ કોચ રવિ શાસ્ત્રી સહીતના દરેક કોચનો કાર્યકાળ પૂરો થઇ રહ્યો છે. ત્યારબાદ તેવું પણ જણાય રહ્યું છે કે BCCI T -20 વર્લ્ડકપ બાદ નવા સ્ટાફની પસંદગી કરશે. જેથી ટિમ ઇન્ડિયા એક નવી ઊંચાઈ આંબી શકે

વર્ષ 2014માં પહેલી વાર રવિ શાસ્ત્રી ટીમ ઈન્ડિયા સાથે ડાયરેક્ટર તરીકે જોડાયા હતા. એ સમયે 2016મા તેમનો કોન્ટ્રેક્ટ પૂરો થઈ જતાં તેમને એક વર્ષ માટે ટીમ ઈન્ડિયાના કોચ તરીકે નિયુક્ત કરાયા હતા. ત્યાર પછી અનિલ કુંબલેની નિવૃત્તિ બાદ રવિ શાસ્ત્રી 2017મા ટીમ ઈન્ડિયાના ફુલ ટાઇમ કોચ બન્યા હતા. એ સમયે શાસ્ત્રીનો કોન્ટ્રાકટ 2019 વર્લ્ડ કપ સુધીનો હતો. 2019માં ઈન્ડિયન ટીમના સારા પ્રદર્શનને કારણે તેમનો કોન્ટ્રેક્ટ રિન્યૂ કરીને 2020 T-20 વર્લ્ડ કપ સુધી લંબાવાયો હતો.

Ravi Shastri With Virat Kohli Pti 0

રવિ શાસ્ત્રીની ટ્રેનિંગમાં જ ઈન્ડિયન ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં હરાવ્યું હતું. ત્યાર પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ ઈન્ડિયન ટીમ પહોંચી હતી. જોકે શાસ્ત્રી, શ્રીધર અને વિક્રમના કોચિંગમાં ટીમ ઈન્ડિયાએ એકપણ ICC ટાઇટલ જીત્યું નથી. 2019 વર્લ્ડ કપમાં ઈન્ડિયન ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પણ ઈન્ડિયાની હાર થઈ હતી.

Shashtri

પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને ઈન્ડિયન ટીમના નવા હેડ કોચ તરીકે પસંદ કરાઈ શકે છે. દ્રવિડે પોતાના કોચિંગમાં ઈન્ડિયા-A અને ભારતની અંડર-19 ક્રિકેટ ટીમને સફળતાનાં શિખરો સર કરાવ્યા હતા. જોકે શ્રીલંકા વિરુદ્ધની સિરીઝમાં રાહુલ દ્રવિડને હેડ કોચ તરીકે પસંદ કરાયા હતા. એમાં પણ ઈન્ડિયન ટીમે 2-0થી વનડે સિરીઝ જીતી હતી, જોકે T-20 સિરીઝમાં કોરોનાનો ફટકો પડતાં ઈન્ડિયન ટીમની પ્લેઇંગ-11માં ઘણા ફેરફારો થયા હતા, જેને કારણે એ સિરીઝ (2-1થી શ્રીલંકાએ જીતી) ગુમાવવાનો વારો આવ્યો હતો.

રાહુલ દ્રવિડનો NCA ચીફ તરીકે કોન્ટ્રેક્ટ પણ પૂરો થવા જઇ રહ્યો છે. બોર્ડે NCA ચીફ પદ માટે આવેદન માગ્યા છે. દ્રવિડને જુલાઈ 2019મા NCA ચીફ તરીકે નિયુક્ત કરાયા હતા. જો દ્રવિડ NCA ચીફ માટે ફરીથી આવેદન નહીં આપે તો તેમનું હેડ કોચ બનવું નિશ્ચિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.