મંદિરમાંથી પૈસા લીધા છે તે પતીને કહી દઈશ’ની ધમકી આપી આચર્યું દુષ્કર્મ

જૂનાગઢ જિલ્લાના ભેંસાણના છોડવડી રોડ પર રહેતી પરિણીતા પર તેના જ ગામના શખ્સે  ધાક-ધમકી  આપી દુષ્કર્મ  ગુજાર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાતા પોલીસે તેના વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વિગતો અનુસાર ભેંસાણ ખાતે રહેતી પરિણીતાને તેના જ ગામના સંજય મનસુખ ચુડાસમાએ ગત તા.25.9ના તેના ઘરે જઈ તે મંદિરમાંથી પૈસા લીધા છે.તે તારા પતીને કહી દઈશ’ની ધમકી  આપી તેના પર  દુષ્કમલ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બાદ આજે તેને ફરિયાદ નોંધાવતા  પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.