Abtak Media Google News

મહાપાલિકાએ જુદા જુદા વિસ્તારોમાં ડ્રાઈવ યોજી નિરાધાર લોકોનું કરાવ્યું સ્થળાંતર

રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને શહેરના ઘરવિણા લોકોને આશ્રય મળી રહે તે હેતુથી દિન દયા રમતો યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા યોજના અંતર્ગત રાજકોટમાં આશ્રય સ્થાન કાર્યરત છે જેમાં આશ્રય વિહોણા લોકોને વધીને વધુ લાભ મળે તે માટે 150 ફૂટ રીંગ રોડ ભક્તિનગર સર્કલ ભાવનગર રોડ શાસ્ત્રી મેદાન કેસરી પુલ રેલ્વે સ્ટેશન બાલાજી હનુમાન કરણસિંહજી રોડ રૈયા રોડ માધાપર ચોકડી અટીકા ફાટક ઢેબર કોલોની વગેરે જગ્યાએ ટ્રાઇવ કરવામાં આવેલ હતી અને ડ્રાય દરમિયાન 33 થી વધુ લોકોને રન બસેરામાં મોકલવામાં આવ્યા હતા.

રાજકોટમાં શાળા નંબર 10 હોસ્પિટલ ચોક, ભુવનેશ્વર વાળી શેરી નંબર 2, બેડીનાકા, આજી નદી કાંઠે, મરચા પેઢી, જુના ઢોર ડબ્બા આજીડેમ ચોકડી, જુના જકાતનાકા રામજી નગર, આજી વસાહત 80 ફુટ રોડ જગ્યા ઉપર રેનબસેરા આવેલ છે; જેમાં અસ્તત્વ ચેરીટેબલ ટ્રસ્ટ, વાત્સલ્ય ટ્રસ્ટ, સત્યનામ રચનાત્મક વિકાસ મંડળ, વિદ્યાર્થી કલ્યાણ કેન્દ્ર વગેરે સંસ્થાઓ કાર્યરત છે.

Whatsapp Image 2022 07 15 At 4.49.37 Pm 1

તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં સંચાલક સંસ્થાઓ એનજીઓના સહયોગથી નિશુલ્ક ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને તમામ આશરે સ્થાનોમાં સ્ત્રી અને પુરુષ વિભાગની અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે, તેમજ આશ્રય લેનાર લાભાર્થીઓની આરોગ્ય ચકાસણી, બાળકો માટે આંગણવાડી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વગેરે સુનિશ્ચિત કરવામાં આવે છે.

આ ડ્રાઈવ માં આસિસ્ટન્ટ મેનેજર ડી એમ ડોડીયા કેપ્ટન પીજે બારીયા પ્રોજેક્ટ શાખાના  આર.એ. મુનિયા તથા વોર્ડ ઓફિસર અને સંચાલકો સંસ્થા સાથે જોડાયા હતા અને રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં નગરજનોને તેમજ ઘર વિહોણ અને આશ્રય મળે તે રીતે અનુરોધ કરાયો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.