ઉતરપ્રદેશનાં વેપારી પાસેથી લોખંડનો કાચો માલ શિહોર મંગાવી 25 લાખનો ધુંબો માર્યો

દિલ્હીના ઠગ, ટ્રાન્સપોર્ટ કંપની અને શિહોરની કંપની સામે પોલીસમાં ફરિયાદ

કોરોનાકાળ બાદ ચીટીંગના બનાવો વધી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે.જેમાં દિલ્હીના ઠગે ઉતરપ્રદેશના વેપારી પાસેથી લોખંડનો કાચો માલ ભાવનગરના શિહોર મંગાવી 23.28 લાખનો 61 ટન કાચો માલ અને બે લાખ ટ્રક ભાડાના મળી કુલ 25.28 લાખનું ચીટીંગ કર્યાની દિલ્હીના ઠગ શિહોરની ફલા ઈસ્પાત કંપની અને હૈદ્રાબાદની સાઈ સરયા રોડ કેરીયર્સના માલીક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ ઉતરપ્રદેશના અમરોહા જિલ્લાના હશનપૂર ગામે રહેતા અને શ્રી લક્ષ્મી એન્ટરપ્રાઈઝના નામે વેપાર કરતા લાલચંદસિંગ શ્રીલાધુરામસિંગ ચૌહાણ ઉ.52એ શિહોર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે દિલ્હીના ઠગ યોગેન્દ્રસિંગ, શિહોરથી ફલા ઈસ્પાત કંપનીના માલીક અને હૈદ્રાબાદની ટ્રાન્સપોર્ટ કંપની સાંઈ સરયા રોડ કેરીયર્સના માલીકનું નામ આપ્યું છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત તા.23.7.21ના રોજ આરોપી યોગેન્દ્રસિંગની ફરિયાદ પર ફોન આવ્યો હતો. અને પોતાને 100 ટન કાચુ લોખંડનું મટ્રીયલની જરૂરીયાત હોવાનું જણાવતા ટનના 32,500 ભાવ નકકી થયા બાદ ચીટરે કાચો માલ શિહોર મંગાવ્યો હતો.વાતચીત મુજબ ફરિયાદીએ હૈદ્રાબાદની ટ્રાન્સપોર્ટ કંપનીમાં બે ટ્રકના એડવાન્સ ભાડાના બે લાખ ચૂકવી 23,28,015ની કિંમતનું 61,270 ટન કાચુ લોખંડનું મટીરીયલ્સ મોકલ્યું હતુ. જે શિહોરમાં જયાં ઉતારવાનું હતુ તેના બદલે ફલા ઈસ્પાત નામની કંપનીમાં માલ ઉતાયા હતો બાદમા પૈસાની માંગણી પૈસા મળી જશે તેમ કહી ગલ્લા તલ્લા કરવા લાગતા ફરિયાદી વેપારીને શંકા જતા ઉતરપ્રદેશથી ભાવનગર શિહોર આવ્યા હતા.હૈદ્રાબાદ ટ્રાન્સપોર્ટ કંપનીના માલીક દૂર્ગા પ્રસાદને પણ ભાવનગરના શિહોર બોલાવી ટ્રક ચાલકને સાથે રાખી તપાસ કરતા લોખંડનો કાચો માલ શિહોર ફલા ઈસ્પાત કંપનીમાં પડયો હોય જેઓને પૂછતા આ કાચો માલ દિલ્હીના યોગેન્દ્રસિંહ મારફત ખરીદ કર્યો હોવાનું જણાવ્યું હતુ જો કે તેની પાસે કોઈ બિલ નહી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસની તપાસમાં દિલ્હીના ઠગ યોગેન્દ્રસિંગે ઉતરપ્રદેશમાં વેપારી સાથે કાચા લોખંડનો સોદો કરી માલ શિહોર મંગાવી શિહોરની કંપની પાસેથી પૈસા મેળવી ચીટીંગ કર્યું હોવાનું જણાવ્યું હતુ.