Abtak Media Google News

૧૦ થી ૧૫ ઓકટોબર દરમિયાન ભવ્ય આયોજન: ૫૦ વર્ષ નિમિત્તે ગ્રાહકો માટે ગોલ્ડન મેમરીઝ સ્પર્ધા

શિલ્પા લાઈફસ્ટાઈલ દ્વારા પ્રથમ નોરતાથી તેના પેલેસ રોડ પરના ન્યુલી એકસ્પાન્ડેડ શો-રૂમ પર શાહી સેટસ એન્ડ બેંગલ્સ મેલાનું ૧૦ થી ૧૫ ઓકટોબર દરમ્યાન ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. શિલ્પા લાઈફસ્ટાઈલનો વાર્ષિક જવેલરી ફેસ્ટીવલ ‘શાહી સેટ્સ એન્ડ બેંગલ્સ મેલા’ દરેક પ્રસંગ અને માહોલમાં શોભી ઉઠે તેવી અસાધારણ ડિઝાઈન્સ સાથેનું સેટ્સ અને બેંગલ્સના ઉત્કૃષ્ઠ કલેકશન છે જેનો દરેક પીસ ટાઈમલેસ છે. આ સુંદર અને ઉમદા જવેલરી નવરાત્રિથી શરૂથતાં ઉત્સવો દરમિયાન આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

2 48તદઉપરાંત પ્રથમ નોરતાથી શિલ્પા લાઈફ સ્ટાઈલના ૫૦ વર્ષ નિમિતે પોતાના ગ્રાહકો માટે ગોલ્ડન મેમરીઝ સ્પર્ધા યોજવામાં આવી છે જેમાં ગ્રાહકો ૫૦ વર્ષની પોતાની યાદોની સ્ટોરી મોકલીને ભાગ લઈ શકે છે. પ્રથમ ૩ વિજેતાઓને ૧૦ ગ્રામ અને પછીના ૫ વિજેતાઓને ૫ ગ્રામના સોનાના સિકકાઓ તેમજ ૫૦ ભાગ્યશાળી વિજેતાઓને ૨૦ ગ્રામના ચાંદીના સિકકાઓ અપાશે. તેમજ પ્રથમ ૮ વિજેતાઓની સ્ટોરી પર શોર્ટ ફિલ્મ બનાવવામાં આવશે. જેના ત્રણ પ્રોમો પ્રથમ નોરતાથી સોશિયલ મીડિયા પર ધુમ મચાવશે.3 41

‘શાહી સેટ્સ એન્ડ બેંગલ્સ મેલા’ના ડિઝાઈનર સેટ્સ અને બેંગલ્સ ‘જસ્ટ મેઈડ ફોર યુ’વિલંદી અને પોલકી જવેલરી સેટ્સ:- મોગલ યુગથી રાજસ્થાન અને ગુજરાતમાં જે કલાની સદીઓથી પરંપરા રહી છે તે હવે આપના દ્વારે દસ્તક દઈ રહી છે. ટાઈમલેસ પોલકી જવેલરી અને વિલંદી સેટ્સ ભવ્યતાની વિશિષ્ટ નિશાનીઓ છે જે શાહી અને જાજરમાન પ્રસંગોએ દીપી ઉઠે છે. અનકટ ડાયમંડ્સની મોહકતા સાથે આપના જવેલરી કલેકશનમાં એક કલાસિક જવેલરીનો ઉમેરો કરો.

કલાસિક વેડીંગ જવેલરી:- અદભૂત બ્રાઈડલ સેટ્સ અને વેડીંગ જવેલરીની વિશાળ શ્રેણી આપના દિવ્ય શમણાને શાનદાર ડિઝાઈનો વડે સાકાર કરવા તૈયાર છે. અમારી લેટેસ્ટ બ્રાઈડલ જવેલરી એ બાબતનું એક વધુ ઉદાહરણ છે કે શા માટે ભારતીય બ્રાઈડલ સેટ્સ હજુ પણ કલાસિક ગણાય છે અને સૌથી આકર્ષક પરંપરાગત જવેલરીનું નઝરાણું છે. આપના સુંદર ચહેરાને અમારા બ્રાઈડલ સેટ્સ સાથે અદભુત અને વધુ સોહામણો બનાવી આગવો ગ્રેસ આપો.4 28

રિયલ ડાયમંડ જવેલરી:- અમારી રિયલ ડાયમંડ્સ સાથેની શ્રેષ્ઠ ડિઝાઈનોવાળી જવેલરી દ્વારા અદ્ભુત શાનનો અનુભવ કરો. ભવ્ય અદ્વિતીય જવેલરી સેટ્સમાં જીણવટભરેલી કારીગરીયુકત રિયલ અનકટ ડાયમંડના લાવણ્યને પ્રાપ્ત કરી ધન્યતાનો અનુભવ કરો.

આ અદ્ભુત ડાયમંડ જવેલરી ફેન્સી શેપ્સની વિશાળ શ્રેણી પ્રદર્શિત કરે છે. અમારા વીવીએસ કલેરીટી, ઈએફ કલર્સ યુકત અને આઈજીઆઈ સર્ટીફાઈડ ડાયમંડસ નાજુક મુડસને ખૂબીપૂર્વક પ્રતિબિંબત કરી આપના વ્યકિતત્વને નવીનતાનો સ્પર્શ આપે છે.5 17

હેરીટેજ જવેલરી:- ભારતના શાહી યુગની રોમાંચકતાને માણો. પ્રસ્તુત છે ઈન્ડીયન રોયલ દરબારની પ્રાચીન આકર્ષકતા સાથે ચોકકસાઈપૂર્વકની સુંદર હસ્તકલા સાથેનું ઓથેન્ટીક ટ્રેડીશનલ કલેકશન જેમાં દરેક પીસ ઝીણવટભરી ડિઝાઈનની ટાઈમલેસ કહાણી છે. આ કલેકશનમાં છે, સુંદર ડિઝાઈન, વૈભવ અને શાલીનતા, જે તેની બ્રાન્ડનો અતુટ હિસ્સો છે.

ટેમ્પલ જવેલરી:- સદીઓની પ્રાચીન શૈલી અને કારીગરી તથા ચીવટપૂર્વક બનાવાયેલી અમારી અદ્વિતીય ડિઝાઈનો સભર પ્યોર ગોલ્ડ ઓથેન્ટીક ટેમ્પલ જવેલરી દ્વારા દિવ્યતાનો અનુભવ કરો. મંદિર સ્થાપત્ય અને કલાથી પ્રેરાયેલ આ ઉત્કૃષ્ટ જવેલરી સેટ્સ ટાઈમલેસ સૌંદર્યનું પ્રતિક અને ભવ્યતા સાથે દિવ્યતાનો ઉત્સવ છે.

વિવિધ ખાસિયતો ધરાવતા સુંદર, આકર્ષક અને ભવ્ય સેટ્સ અને બેંગલ્સનું કલેકશન નિહાળી આપની પસંદગીને અનુરૂપ જવેલરીની ખરીદી દ્વારા જાજરમાન વ્યકિતત્વ પ્રાપ્ત કરવાની આ છે ફરી એક સુવર્ણ તક, જેનો મહતમ લાભ મેળવવા શિલ્પા લાઈફ સ્ટાઈલના ન્યુલી એકસ્પાન્ડેડ શો-રૂમ પર અવશ્ય મુલાકાત લો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.