Abtak Media Google News
  • સાચા શિવસૈનિકો અમે છીએ, છેડવાનું રહેવા દયો: એકનાથનો કહેવાતા શિવસેનાના આગેવાનોને લીમીટમાં રહેવાનો ઈશારો
  • મહારાષ્ટ્રનું રાજકીય ચિત્ર આવતા સપ્તાહે કિલયર થઈ જશે: સેના, એન.સી.પી.અને કોંગ્રેસ પાસે હવે એકાબીજાનાં વાંક કાઢવા સિવાય વિકલ્પ નથી

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકારનું પતન નિશ્ર્ચિત મનાઈ રહ્યું છે. એકનાથ શિંદે જ મહારાષ્ટ્રના નવા નાથ બનશે શિવસેના હવે સરકાર અને સંગઠનને બચાવવા ઉધામા કરી રહી છે. સેના, એનસીપી અને કોંગ્રેસ પાસે હવે એકબીજાના વાંક કાઢવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. તોફાની નેતાઓ મહારાષ્ટ્રના રાજકીય ઘટના ક્રમને હિંસાનો સ્વરૂપ આપવા માંગી રહ્યા છે શિંદે જ સેનાના વાઘ બનીને ઉભરી રહ્યા છે. આવતા સપ્તાહ ચિત્ર સ્પષ્ટ થઈ જશે મહારાષ્ટ્રના રાજકારણ માટે આજનો દિવસ ખૂબજ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા પાંચ દિવસથી ચાલતા ડ્રામાનો આજે સાંજ સુધીમાં અંત આવી જાય તેવું લાગી રહ્યું છે. શિવસેના પાસે હવે વિકલ્પ બચ્યો નથી હવે કાયકરોને શેરી ગલીઓમાં તોફાન કરવા ઉતારીનેમેલો મનસુબો શરૂ કર્યો છે. સાચા શિવ સૈનિક એકનાથશિંદેએ બાલા સાહેબ ઠાકરેના શિષ્યોને શોભે તે રીતે પોતાની કાર્યશૈલીથી આગળ વધી રહ્યા છે.પરિણામે શિંદે છાવણીમાં સતત ધારાસભ્યોનું સંખ્યાબળ સતત વધી રહ્યું છે. મહાવિકાસ અઘાડી સંગઠન પાસે ખૂબજ મર્યાદિત વિકલ્પ છે. સામા પક્ષે શિંદે પાસે ખુબ વિકલ્પો છે. તેઓને હવે મહારાષ્ટ્રના સરતાજ બનતા કોઈ રોકી શકે તેમ નથી. તેઓની તાકાત સતત વધી રહી છે. શિંદે સેનાના આક્રમણને ખાળવા ઉધ્ધવ અને શરદ પવાર પાસે બેઠકો કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

શિંદે છાવણીમાં 50થી વધુ ધારાસભ્યો જોડાયા છે. જેમાં 38 થી વધુ ધારાસભ્યો તો માત્ર શિવસેનાના છે. એટલે તેની સામે પક્ષાંતર ધારા પણ લાગુ પડે તેમ નથી એક સાચા શિવ સૈનિક તરીકે શિંદેએ એવા ચોગઠા ગોઠવ્યા છે. કે તેને સમજવામાં શરદ પવાર જેવા મોટા મહારથીણ થાપ ખાય ગયા છે.

શિંદે તરફ સત્તા સુખ સરકી રહ્યું છે. મહાવિકાસ અઘાડી સંગઠન પાસે હવે કોઈ વિકલ્પ બચ્યો નથી. હિન્દુત્વને વરેલા શિંદે અને તેના સાથીઓ શિવસેનાના મુખ્ય એજન્ડાને વળગી આગળ વધી રહ્યા છે. પક્ષના મૂળભૂત સિધ્ધાંતોનો ધ્વજ લઈ આગળ વધતુ તેને બળવાખોરી કહી શકાય નહી મહારાષ્ટ્રના હવે એક જ નાથ શિંદે છે. તેઓ આવતા સપ્તાહે મરાઠા સરતાજ બની ઉભરી આવશે.

શિવસેનાની કાર્યકારિણી પક્ષને બચાવવા હવાતીયા

ઉઘ્ધવ ઠાકરેના હાથમાંથી માત્ર સરકાર જ નહી પણ પક્ષ પણ સરકી રહ્યો છે. બાલા સાહેબ ઠોકરેએ હિન્દુત્વના એજન્ડા સાથે શરૂ કરેલી શિવસેનાને ઉઘ્ધવે સત્તાના સ્વાર્થ ખાતર મુળ એજન્ડાથી વિમુખ કરી નાંખી હતી. પરિણામ સ્વરુપ આજે સાચા શિવસૈનિકો પક્ષથી અલગ થઇ ગયા છે ઉઘ્ધવના હાથમાંથી સરકાર તો જતી રહી છે પરંતુ હવે સંગઠન પણ ન નીકળી જાય તે માટે આજે બપોરે સેના ભવન ખાતે  શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારીણીની એક મહત્વ પૂર્ણ બેઠક મળી રહી છે. જેમાં કેટલાક

મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. ખરેખર હિન્દુત્વના એજન્ડા સાથે શિવસેનામાં જોડાયેલા શિવ સૈનિકો આજની તારીખે એકનાથ શિંદે સાથે છે જયારે સત્તાની લાલચમાં હમેંશા વંડી પર બેસનારાઓ ઉઘ્ધવના પડખે ઉભા છે.

શિંદે જુથના 16 ધારાસભ્યને ગેરલાયક ઠેરવવા અરજી

એકનાથ શિંદે જાુથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પિકર નરહરિ ઝિરવાલને અરજી કરવામાં આવી છે. શિવસેના દ્વારા એકનાથ શિંદે, મહેશ શિંદે, ભરત શેઠ, ગોગા વાલે, અબ્દુલ સતાર, સંદીપન ભુમરે, સંજય શિરસર, યામિની જાદવ, પ્રભાકર સુર્વે, તાનાજી સાવંત, બાલાજી કિનિકાર, અનિલ બાબર અને લતા સોનવાલેને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા અરજી કરવામાં આવી હતી. દરમિયાન ગઇકાલે વધુ ચાર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અરજી કરવામાં આવી છે હવે મહારાષ્ટ્રના રાજકીય ખેલનો સઁપૂર્ણ આભાર ડે.સ્પીકરના નિર્ણય પર રહેલો છે. 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવે તો તમામ ખેલ ખતમ થઇ જશે.

દેવેન્દ્ર ફડણવીસની સાથી પક્ષો સાથે બેઠક

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના કદાવર નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજયમાં ફરી ભાજપની સરકાર બને તે માટે તૈયારીઓ આરંભી દીધી છે. એનડીએના સાથી પક્ષો સાથે તેઓએ બેઠકને ધમધમાટ શરુ કરી દીધું છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે સાથે આજે ફડણવીશ વચ્ચે આજે મહત્વ પૂર્ણ બેઠક મળી હતી. મહારષ્ટ્રમાં ભાજપ એકનાથ શિંદેના ટેકાથી સરકાર બનાવશે તે નકકી છે પરંતુ લોકસભાની ચુઁટણીને ઘ્યાનમાં રાખી મુખ્યમંત્રી પદ પોતાની પાસે રાખવાના બદલે એકનાથ શિંદેને આપવામાં આવશે તે નિશ્ર્ચીત છે આજ દેવેન્દ્ર ફડવણવીશની સાથી પક્ષો સાથેની બેઠક ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

શિંદે પાસે અનેક વિકલ્પો..!!!

Q 2003માં સંશોધિત પક્ષપલટા વિરોધી કાયદાની 10મી સૂચિ વિભાજનને માન્યતા આપતી નથી, તેથી શિંદે સમક્ષ મર્યાદિત વિકલ્પો છે. 2003 સુધી, જો બે તૃતીયાંશ સભ્યો પક્ષ છોડી દે, તો પણ તેઓ અલગ જૂથ બનાવી શકે છે અને પક્ષપલટા વિરોધી કાયદાને આકર્ષિત કરી શકશે નહીં. પરંતુ પક્ષપલટાનો કોઈ અંત ન હોવાથી કાયદો વધુ કડક કરવામાં આવ્યો હતો. જો તમે બે તૃતીયાંશ સભ્યો સાથે પાર્ટી છોડી દો, તો પણ તમે ગેરલાયકાતથી બચી શકતા નથી.” તેમણે કહ્યું કે શિંદે પાસે મર્યાદિત વિકલ્પો છે. “ક્યાં તો તેણે સબમિટ કરવું જોઈએ કે તે મૂળ શિવનું પ્રતિનિધિત્વ કરે છે. સેના અથવા તેની પાસે જૂથને તે પક્ષ સાથે મર્જ કરવાનો વિકલ્પ છે જેની સાથે તે ટીમ

બનાવવાનો પ્રસ્તાવ મૂકે છે. નવો કાયદો વિભાજનને માન્યતા આપતો નથી,

અજય ચૌધરીને સેનાના ધારાસભ્ય દળના નેતા તરીકે માન્યતા આપવાના ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલના નિર્ણયથી શિંદેના શિવસેના પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. વ્હીપ લાગુ કરવા અથવા વિધાનસભામાં મતદાનને પ્રભાવિત કરવાના તમામ આદેશ ધારાસભ્ય પક્ષના નેતા તરફથી આવે છે. બળવો કાનૂની લડાઈ તરફ આગળ વધી રહ્યો હોવાનું જણાય છે. “ડેપ્યુટી સ્પીકરના નિર્ણયનું પરિણામ ગમે તે હોય, શિંદેએ સાબિત કરવા માટે કોર્ટનો સંપર્ક કરવો પડશે કે તેમની પાસે વિધાનસભ્ય પક્ષના નેતા અને વ્હિપની નિમણૂક કરવાનો અધિકાર છે. શિંદેએ હવે રાજભવનના દરવાજા ખટખટાવવા જોઈએ, રાજ્યપાલને રાજ્ય વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા કહેવું જોઈએ કારણ કે એમવીએ સરકારે બહુમતી ગુમાવી છે.

રાજકીય કટોકટીને હિંસાનું રૂપ આપશે તો ઉઘ્ધવના હાલ રાજ ઠાકરે જેવા થશે!

શિવસેનાના આખા બોલા નેતા સંજય રાઉતે ગઇકાલે એવું નિવેદન આપ્યું હતું કે, સારૂ છે હજી સુધી શિવસૈનિકો રસ્તા પર ઉતર્યા નથી. તેમના આ નિવેદન બાદ કેટલાક તોફાની કાર્યકરોએ મહારાષ્ટ્રમાં તોડફોડ અને તોફાન શરુ કરી દીધા હતા. મહારાષ્ટ્રની જનતા ખુબ જ શાણી અને સમજુ છે. તેઓ તોફાનીઓને કયારેય સ્વીકારતા નથી. ભૂતકાળમાં બાલા સાહેબ ઠાકરેનું પાલવ છોડી તોફાનનો સહારો લઇ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રની રાજનીતિમાં પગદંડો જમાવવાનો પ્રવાસ કર્યા હતો. તેઓને જનતાએ ઠુકરાવી દીધા હતા. સ્થાનીક ચુંટણીમાં પણ મનસેના ઉમેદવારોને પ્રજાએ જાકારો આપ્યો છે. જો ઉઘ્ધવ ઠાકરે તોફાન કે હિંસાનો સહારો લેશે તો તેના હાલ પણ રાજ જેવા થઇ જશે. ઉઘ્ધવ હવે સરકાર તો ગુમાવી રહ્યા છે પણ જો તોફાનનો સહારો લેશે તો પક્ષ પણ ગુમાવી બેસશે.

ઠાકરે-પવાર પાસે હવે બેઠક કરવા સિવાય કોઇ વિકલ્પ છે ખરો?

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉઘ્ધવ ઠાકરે રાજયમાં ચાલતા રાજકીય ઘટનાક્રમ સામે ત્રણ દિવસ બાદ સક્રિય થયા છે. ગઇકાલે બન્ને નેતાઓ વચ્ચે મેરેથોન બેઠક ચાલી હતી. દરમિયાન આજે બન્ને નેતાએ વચ્ચે ફરી એકવાર બેઠક મળી હતી. જો કે મહાવિકાસ અઘાડીના નેતાઓ પાસે હવે બેઠકો કરવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો નથી. મહા ઉધામાં કરવા છતાં શિવસેનાની છાવણી છોડી શિંદે છાવણીમાં જનારા ધારાસભ્યોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. એક સાચા શિવસૈનિકોને છાજે તે રીતે

એકનાથ શિંદેએ એવી વ્યહુ રચના ગોઠવી છે કે, તેઓના જુાથ નું સભ્ય સંખ્યા બળ સતત વધી રહ્યું છે. શરદ પવાર જેવા ખંધા રાજકારણી પણ માથા ખંજવાળી રહ્યા છે. એકાબીજાના વાંક કાઢવા સિવાય કોઇ વિકલ્પ  બચ્યો નથી મીટીંગો કરી મન મનાવી રહ્યા છે.

શિંદે મુશ્કેલી ઉભી કરશે તે જાણતા હોવા છતાં ઠાકરે કેમ હાથ પર હાથ ધરી બેસી રહ્યા!!

મુખ્યમંત્રીની ખુરશીએ પોતે બિરાજમાન હોવા છતાં સરકાર એનસીપીના સુપ્રીમો શરદ પવારના ઇશારે ચાલતી હતી. છેલ્લા અઢી વર્ષથી ચાલતા આ ઘટનાક્રમ ઉઘ્ધવ ઠાકરેને ખુબ જ ડંખ તો હતો. ઉઘ્ધવના ઇશારે એકનાથે ખેલ પાડયો હોવાની ચર્ચા રાજકીય પંડિતો કરી રહ્યા છે. મહા વિકાસ અઘાટી સરકારને બીજી કોઇથી નહી પરંતુ શિવસેનાના ધારાસભ્યથી મુશ્કેલી ઉભી થશે. એકનાથ શિંદે એક બળવા ખોર નેતા તરીકે ઉભરી રહ્યા છે. તેવી શંકા ખૂદ ઉઘ્ધવને હતી. જો કે શિંદે સાચા હોવાના કારણે ઉઘ્ધવે જાણી જોઇએ ને સમગ્ર ઘટના સામે આંખ આડા કાન

કર્યા પરિણામ  સ્વરુપ આજે મહાવિકાસ અઘાડી સરકારનું પતન નીશ્ર્ચીત મનાય રહ્યું છે. શિવસેનાના મુળભૂત સિઘ્ધાતોને વળવી રહી એકનાથ શિંદે લડી રહ્યા છે. તેઓની લડાઇ શિવાજી જેવી છે માત્ર હિન્દુત્વના રક્ષણ માટે તેઓએ બળવો પોકાળે તે એક સાચા શિવસૈનિક છે.

સો મણનો સવાલ સાચી શિવસેના કોની?

શિવસેના સેનાના પપ પૈકી 40 ધારાસભ્યો એકનાથ શિંદેની છાવણીમાં સામેલ થઇ ગયા છે. હવે ઉઘ્ધવ ઠાકરે પાસે માત્ર ગણીને 1પ ધારાસભ્યો બચ્યા છે જેમ જેમ દિવસો વિતી રહ્યા છે તેમ તેમ સેના સતત તુટી રહી છે. પક્ષની બેઠકમાં પણ પ્રથમ પંકિતના નેતાઓની ગેરહાજરી સુચક બની રહી છે. સરકાર તો જઇ રહીછે પરંતુ હવે પક્ષ પરથી પણ માતોશ્રીનું વર્ચસ્વ ઘટી ન જાય તે માટે ઠાકરે પરિવાર સક્રિય બન્યો છે. બીજી તરફ આદિત્ય ઠાકરે કાર્યકરોને સંબોધી રહ્યા છે. સંજય રાઉત તોફાની તત્વોને ઉશ્કેરી રહ્યા છે જયારે એકનાથ શિંદે માત્રને માત્ર

અમે બાબા સાહેબના સાચા શિવસૈનિકો છીએ અને હિન્દુત્વને વળગી રહીશું તેવા નિવેદનો આપી રહ્યા છે. શો મણનો સવાલ એ છે કે સાચી શિવસેના કોની છે. સેનાના મુળભૂત સિઘ્ધાંતો ધરાવતા લોકો શિંદે છાવણી તરફ સરકી રહ્યા છે. 17 સંસદ સભ્યો પણ એકનાથના સમર્થનમાં છે. શિંદે પાસે છે તે જ સાચિ શિવસેના હોવાનું હાલ પ્રતિત થઇ રહ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.