જવેલરીમાં દીપાવલીનો ઝગમગતો ચળકાટ!!!

શહેરનાં વિવિધ જવેલરી શો રૂમમાં સોના-ચાંદીના દાગીના ખરીદવા ભીડ: દિવાળી સ્પેશ્યલ લાઈટવેઇટ જવેલરી તેમજ અવનવા વેડીંગ કલેકશનની ખરીદી શરૂ

વેડીંગ કલેકશનમાં જડતર, કુંદન, બીકાનેરી મીણા સાથે મોતીના કોમ્બિનેશનવાળી જવેલરી ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર

દિલમાં દિવો પ્રગટાવવાનું પર્વ એટલે દીવાળી અંધકારમાંથી અજવાળા તરફ પ્રયાણનો પર્વ છે. દિવાળી ભારતીય સંસ્કૃતિ પરંપરાનો સૌથી મોટો ઉત્સવ દિવાળી છે. દિવાળીએ માત્ર એક જ દિવસનો ઉત્સવ નથી. પરંતુ ધનતેરસ, કાળી ચૌદશ, દીપાવલી, બેસતું વર્ષ અને ભાઈબીજ એમ સામુહિક પાંચ દિવસનો ઉત્સવ છે.

સૌ કોઈ દિવાળી પૂર્વ જ તૈયારીઓ શરૂ કરી દે છે. માં નવા કપડા, વસ્તુઓ ઘર સુશોભનની વસ્તુઓની ખરીદી તથા ધનતેરસના સોના-ચાંદીના ધરેણાની નાની મોટી ખરીદી કરતા હોય છે. પૃશ્યનક્ષત્ર અને ધનતેરસના સોના-ચાંદીની ખરીદી કરવી શુકનવંતુ ગણવામાં આવે છે.

ત્યારે રંગીલા રાજકોટમાં દિવાળીનો માહોલ જામ્યો છે. રાજકોટની બજારોમાં લોકોની ખરીદી માટે ભીડ જામી છે. તથા જવેલરીના વિવિધ શો રૂમમાં પણ લોકો દિવાળી અનવયે નાની મોટી સોના-ચાંદીની ખરીદી કરતા તથા લગ્નસરાની સીઝનને લઈને વેડીંગ કલેકશનની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.

દિવાળીના પાવન દિવસોની સો સો લગ્નની સિઝન પણ આવી રહી છે ત્યારે વેડિંગ કલેકશનની જવેલરી ઉપર વિવિધ પ્રકારની આકર્ષકો ઓફર પણ નાના-મોટા જવેલર્સમાં શરૂ ઈ ગઈ છે. ખાસ કરીને નવા દાગીનાના ઘડામણ ઉપર અમુક ટકા મજૂરીની ઓફર લોકોને આકર્ષીત કરે છે. જવેલરીમાં અવનવા કલેકશન છે. જેમાં ખાસ કરીને પદ્માવત, બાજીરાવ મસ્તાનીના ીમ બેઈઝ વેઈડીંગ કલેકશન અત્યારે યુવતીઓને લોભાવે છે જ્યારે દિવાળીમાં લાઈટ વેઈટ જવેલરી યંગસ્ટર્સને આકર્ષીત કરે છે.

પ્રેમજી વાલજી જવેલર્સમાં કસ્ટમર્સ સર્વિસ, ડીઝાઈન, ક્વૉલીટીને પ્રથમ પ્રાધાન્ય : હરેશ સોની

અબતક સાથેની વાતચીત દરમિયાન પ્રેમજી વાલજી જવેલર્સના હરેશભાઈ સોનીએ જણાવ્યું હતુ. અમારા જવેલર્સને ૭૩ વર્ષ થયા છે અને એક જ નામથી ચાલતી આ પેઢી છે જે ૭૩ વર્ષથી પોતાની શાખ જાળવી રાખી છે. જેમાં કસ્ટર્સ સર્વિસ ડિઝાઈન, કવોલીટી પ્રાધાન્ય આપ્યું છે. દિવાળીને લઈને વાત કરૂ તો લેટેસ્ટ સ્ટાઈલમાં એન્ટીક ગોલ્ડ વીથ કુંદનનું મોતી ફીટીંગ વાળી જવેલરી વધુ ચાલે છે. યુવાનો માટે ફેન્સી જવેલરી કે જે પહેલા ઈમ્પોર્ટ થતી તે હવે ઈન્ડિયામાં બને છે. લાઈટ વેઈટની જવેલરીમાં રાજકોટ મોટું મેન્યુફેકચરીંગ હબ છે. જેમાં સ્પેશ્યલાઈઝ જવેલરી કે ઈટલી, ટર્કી, ચાઈનાથી ઈમ્પોર્ટ થતી તે જવેલરી હવે ઈન્ડીયામાં બનાવીએ છીએ. વેડીંગ કલેકશનની વાત કરૂ તો આ વખતે બીકાનેરી મીણા સાથે મોતીના ફીટીંગ સાથેની જવેલરી આકર્ષણ કેન્દ્ર રહેશે જે પીસ ઓફ આર્ટ છે અત્યારે યુનિક જવેલરી અમે સ્પેશ્યલી ડિઝાઈન કરાવીએ છીએ રીયલ ડાયમંડની જવેલરી વર્ષોથી ચાલે છે. હીરા કે સદાબહાર અત્યારે ડાયમંડમાં જવેલરી ફ્રેન્સી જવેલરીની સુંદર ડિઝાઈનો, વેરાયટીઓ ઉપલબ્ધ છે. રાજકોટ મેન્યુફેકચરીંગ હબ છે. રાજકોટ ઓલ ઓવર ઈન્ડીયામાં બહુ જ નામાંકિત મેન્યુફેકચરીંગ સેન્ટર છે.

વ્હાઈટ ગોલ્ડ અને એન્ટીક જવેલરી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર : હસમુખભાઈ સોની

અબતક સાથેની વાતચીતમાં પંકજ જવેર્લ્સના ઓનર હસમુખભાઈ સોનીએ જણાવ્યુંં હતુ કે દિવાળીને લઈને અમારી પાસે એન્ટીક, લાઈટ વેઈટ જવેલરી, બેંગ્લસ, કડા, પેન્ડલ સેટ જેવા તમામ દાગીનાઓ ઉપલબ્ધ છે. ત્યારે મંદીના માહોલથી લોકો લાઈટ વેઈટની જવેલરીને વધુ પસંદ કરી રહ્યા છે. અને તેમાં પણ વ્હાઈટ ગોલ્ડ અને એન્ટીક જવેલરી તો લોકોને ખૂબજ આકર્ષિત કરી રહી છે. ત્યારે ધનતેરસને લઈને પણ સોનામાં ૨૫% બાદ તથા ડાયમંડમાં ૫૦% બાદની ઓફરો ગ્રાહકો માટે રાખવામા આવી છે કે, જેવો મંદીના માહોલની વચ્ચે પણ અમારા ગ્રાહકો ખુશ રહે. ઉપરાંત યંગસ્ટર્સમાં અમારી વ્હાઈટ ગોલ્ડ જવેલરી તથા વીટીઓ તથા લાઈટ વેઈટની જવેલરી સારૂ એવું આકર્ષણનું કેન્દ્ર છે. તથા વેડીંગ કલેકશનમાં અમારી પાસે મોતી, જડતર તથા પોલકીના ધરેણાઓ પણ ઉપલબ્ધ છે.

રારા જ્વેલર્સમાં મોતી, જડતર, રોઝ ગોલ્ડ અને એન્ટીક જવેલરીનું તમામ કલેકશન ઉપલબ્ધ: મહર્ષિભાઈ

અબતક સાથેની વાતચીતમાં રારા જવેલર્સના મહર્ષિભાઈએ જણાવ્યું હતુ કે દિવાળીના માહોલમાં તથા પુષ્યનક્ષત્રમાં લોકો ગોલ્ડ અને સિલ્વર ખરીદવાનું પસંદ કરે છે. પરંતુ મંદીના માહોલને લીધે લોકો પોતાની પસંદ લાઈટ વેઈટ જવેલરીને વધુ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે અમારી પાસે લાઈટ વેઈટ જવેલરી પેન્ડલ સેટ, રીંગ, લકી જેવી તમામ પ્રકારની જવેલરી ઉપલબ્ધ છે. ત્યારે હાલ લોકોને પસંદ પડતો મોટી ડિઝાઈન્સનાં ઘરેણાઓ કે જેને ડિઝાઈન મોટી હોય પણ તેમાં સોનાનું પ્રમાણ ઓછુ હોય તે પ્રકારની જવેલરી પણ અમારી પાસે ઉપલબ્ધ છે. તે ઉપરાંત અમારી પાસે લાઈટ વેઈટની તમામ આઈટમો તથા મોતી, જડતર, રોઝ ગોલ્ડ તેમજ એન્ટીક જવેલરી જેવી તમામ જવેલરીનું કલેકશન પણ ઉપલબ્ધ છે.

ગ્રાહકોને સારામાં સારી સુવિધા આપવાનો અમારો પ્રયત્ન: મુકેશભાઈ વિઠ્ઠલાણી

અબતક સાથેની વાતચીત દરમિયાન રાધિકા જવેલર્સના મેનેજર મુકેશભાઈ વિઠ્ઠલાણીએ જણાવ્યુંં હતુકે દિવાળીના તહેવાર અને ત્યારબાદ લગ્નસરાની સિઝન શરૂ થશે. તો અમારૂ ફોકસ બ્રાઈઝડ જવેલરી તરફ વધારે હોય છે. આજની જનરેશનની ટ્રેન્ડ મુજબ ધનતેરસ દિવાળી કે પૃશ્યનક્ષત્રમાં તેઓ રોઝ ગોલ્ડની જવેલરી વધુ લેવાનું પસંદ કરે છે. લાઈટ વેઈટ જવેલરીમાં પેન્ડન્ટ સેટ, ડેલીકેટ મંગલસૂત્ર, બ્રેસલેસ્ટ સહિતની અનેકવિધ ડિઝાઈનનું કલેકશન ઉપલબ્ધ છે. ગોલ્ડની વાત કરૂ તો અત્યારે વધારેમાં વધારે જડતર જવેલરી એન્ટીક કલેકશનનું આકર્ષણ વધુ છે. જેમાં મીનાકારી, કુંદન, વગેરે અત્યારે અમે તેનું કોમ્બીનેશન સેટ કરી નવું ક્રીએશન આપતા રહીએ છીએ. આપણી સંસ્કૃતિ અને પરંપરા મુજબ અક્ષયતૃતીય પૃશ્યનક્ષત્ર અને ધનતેરસ આ ત્રણ દિવસ એવા છે વર્ષમા કે જે સોના-ચાંદી અને હીરાની દાગીનાની ખરીદી માટે ઉત્તમ શ્રેષ્ઠ અને શુકનવંતુ માનવામાં આવે છે.

મલબારમાં દિવાળી નિમિતે ગોલ્ડની ખરીદી પર આકર્ષક સ્કીમ: વિજયભાઈ બુલચંદાણી

અબતક સાથેની વાતચિત દરમિયાન મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ રાજકોટ સ્ટોરના મેનેજર વિજયભાઈ બુલચંદાણીએ જણાવ્યુ હતુ કે દિવાળી કલેકશનની વાત કરૂ તો અમારે ત્યાં ઘણી વેરાયટીઓ સાથે નવું કલકેશન તેમા ડાયમંડમાં ગોલ્ડમાં પ્રેસ્પાએરા જે અમારી બ્રાન્ડસ છે. તેમાં સ્પેશ્યલ કલેકશન લોન્ચ કર્યું છે. જે ગ્રાહકોને ખૂબજ પ્રભાવિત કરે છે અને તેમને પસંદ આવે છે. લાઈટવેઈટમાં તથા વેડીંગ માટેની પણ લોકો ખરીદી કરી રહ્યા છે. ભારતીય પરંપરા અનુસાર દિવાળીને સૌથી મોટો તહેવાર છે. ત્યારે લોકો ધનતેરસએ કે પુશ્યનક્ષત્રના દિવસે સોનાની ખરીદી કરતા હોય છે. અત્યારે મલબારમાં દિવાળીને લઈને સ્કીમ પણ રાખવામાં આવે છે.

જેમકે ગોલ્ડની પંદર હજારની ખરીદી ઉપર ગોલ્ડ કોઈન ડાયમંડના પરચેઈસ પર દર પંદર હજારની ખરીદી પર બે ગોલ્ડ કોઈન આપીએ છીએ. એડવાન્સ બુકીંગનો પણ બેનીફીટ છે. ૧૦ ટકા બુકીંગ કરાવો અને ધનતેરસના દિવસે ડીલીવરી લઈ જાવ તો તેમાં રેટનો બેનીફીટ છે. અત્યારે દિવાળીનો ખૂબજ સારો માહોલ છે. ગોલ્ડ તથા ડાયમંડ જવેલરીની ખૂબ ખરીદી થઈ રહી છે.