Abtak Media Google News

જસદણના સામાજીક અગ્રણીઓ- સંત સમાજે કર્યો ઉગ્ર વિરોધ: સંત સમાજ દ્વારા કુંવરજીભાઇ બાળવીયાને કરાઇ રજુઆત

જસદણ ઘેલા સોમનાથ મંદિરમાં ભાવિકો ઉપર દાદાના જલાભિષેક માટે રૂપિયા વસુલવાના નિર્ણયનો જબ્બર વિરોધ સાથે ભકતજનોમાં રોષની લાગણી ફેલાઇ છે.

ઘેલા સોમનાથ ના પૌરાણીક ધામમાં ભકતો પાસેથી પૈસા લેવાના નિર્ણય પાછો ખેંચી લેવા માંગ ઉઠી છે.

જસદણ ધેલા સોમનાથ મહાદેવ મંદિર માં દાદા ને જળ અભિષેક કરવાના 351 રૂપિયા આપવાના રહેશે આવું બોર્ડ લાગતા ભક્તજનોમાં રોશની લાગણી વ્યાપી ગઈ હતી.

જસદણ તાલુકાના ઘેલા સોમનાથ મહાદેવના મંદિરે સોમનાથ દાદાને જળ અભિષેક કરવાના રૂપિયા આપવા પડશે જેને લઇ અહીં એક બોર્ડ મારવામાં આવ્યું 351 આપી આપ જળ અભિષેક કરશો ત્યારે અહીં દર્શન કરવા આવતા ભક્તજનોમાં રોશની લાગણી ફાટી નીકળી હતી ભક્તોએ જણાવ્યું હતું કે દાદાના દર્શન કરવા અમે વર્ષોથી આવી છીએ તો ત્યારે કોઈપણ પૈસા લેવામાં આવતા ન હતા પણ હવેથી 351 રાખવામાં આવ્યા છે જેને લઇ વિરોધ ઉઠાવ્યો છે  હીરેનભાઈ પંચોલી જણાવ્યું હતું ધર્મ વિરુદ્ધ છે અને આ સ્થાને ઠેસ પહોંચેછે નાનો માણસ ભગવાન ને અભિષેક કરવું હોય તો કેમ કરી શકેઅમીર પુજા કરી શકશે જ્યારે ગરીબ નહીં કરી શકે  આ તદન ખોટું છે આવાં નિયમો બંધ કરવા જોઈએ એવી માગણી કરી છે

Ghela Somanth

અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું અને ઉપવાસ પર ઉતરશુ. તેમજ નગરપાલિકા નરેશભાઈ ચોહલીયા પ્રતિક્રિયા આપી હતી મને દુ:ખ ની લાગણી થય જરા અભિષેક કરવાના 351 ન હોય અહીં હજારો શ્રદ્ધાળુ આવતા હોય દાદાના દર્શન કરતા હોય પૂજા અર્ચના કરતા હોય ત્યારે લોકોને હવે શું કરવું અમે કલેકટર અને મામલતદારને રજૂઆત કરીશું અને આ નિર્ણયને પાછો ખેંચી લેવામાં આવે તેવી પણ માંગણી કરીશું. તેમજ હિરેનભાઇ જણાવ્યું હતું કે ભગવાનના અભિષેક કરવાનો ચાર્જ ન રાખવો જોઈએ તેવું પણ હિરેનભાઈએ જણાવ્યું હતું ને સાધુ સમાજ તેમજ બ્રહ્મ સમાજમાં વિરોધ નો શુભ ઉઠ્યો છે અને વહેલી તકે આ જે ઝડપી શેખના પૈસા બંધ કરવામાં આવે તેવી પણ તેમણે માંગણી કરી છે અને જો નહીં થાય તો અમે ઉચ્ચકક્ષાય રજૂઆત કરશું તેવું પણ તેમણે જણાવ્યું હતું

1457 ની આસપાસ વેરાવળ સોમનાથના સોમનાથ મહાદેવની જ્યોતિર્લિંગ પર મોહમ્મદ જાફરે જ્યારે ચરાય કરી ત્યારે મીનળદેવી જ્યોતિર્લિંગ લઈને નીકળી ગયા ત્યારે મોહમ્મદ રફી ના સૈનિકો તેમની પાછળ તેમને મારવા માટે આવી રહ્યા હતા ત્યારે અનેક લોકોએ ધર્મની રક્ષા કરવા માટે બલિદાન આપેલા છે જેમનો પુરાવો ઘેલા સોમનાથ મંદિરના પટ્ટા ગણમાં પાળીયા તેમજ શિલાલેખ તરીકે પુરાવો છે કહેવાય છે કે વેરાવળ સોમનાથ મહાદેવની જે શિવલિંગ છે

તે જસદણ ઘેલા સોમનાથ મહાદેવના મંદિરમાં આવેલી છે તે ઓરીજનલ છે જ્યોતિર્લિંગ છે સોમનાથ મહાદેવના જે શિવલિંગ છે

તે શિવલિંગ પર મોહમ્મદ જાફરે કરેલા તલવારના ઘા પણ હાલ મોદી જ છે લોકોનું કહેવું છે કે આસ્થા અને શ્રદ્ધાનું મંદિર છે 351 ચાર્જ કરવાથી લોકોની લાગણી દુભાય છે લોકો પાસે અભિષેક કરવા માટે શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે ગરીબ લોકો પાસે પૈસા હોતા નથી અને આમાં 5 થી 10 રૂપિયા હોય તો ગરીબ લોકો અભિષેક કરી શકે પણ 351 એટલે બહુ જ મોટી રકમ કહેવાય લોકો આવું ચલાવી નહીં લે આનો સખત અને સખત વિરોધ કરશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.