Abtak Media Google News

ચંપકનગરમાં જવેલર્સમાં થયેલી રૂ .85 લાખની લૂંટમાં ચાર ઝડપાયા
હરિયાણાથી ચારેય લૂંટારાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લૂંટનો ભેદ ઉકેલ્યો: રૂ.62,37 લાખનો મુદામાલ કબ્જે

શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ચંપકનગરમાં શિવ જવેલર્સમાં ગત પંદર દિવસ પહેલાં થયેલી રૂા.85 લાખની દિલધડક લૂંટના ગુનામાં સંડોવેયાલા ચાર શખ્સોને હરિયાણાથી ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. પોલીસે ચારેય શખ્સો પાસેથી રૂા.63.37 લાખનો મુદામાલ કબ્જે કરી લૂંટના ગુનામાં સંડોવાયેલા અન્ય શખ્સને ઝડપી લેવા રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચંપકનગરમાં રહેતા અને ઘર પાસે શિવ જવેલર્સ નામની પેઢી ધરાવતા મોહનભાઇ વિરમભાઇ ડોડીયા ગત તા.26 એપ્રિલે પોતાના શો રૂમે એકલા હતા ત્યારે રિવોલ્વર જેવા બે હથિયાર સાથે ત્રણ શખ્સો ઘસી આવ્યા હતા અને મોહનભાઇ પર હુમલો કરી રૂા.2.50 લાખ રોકડા અને સોના-ચાંદીના ઘરેણા મળી રૂા.85.47 લાખની મત્તાની દિન દહાડે લૂંટ ચલાવી ભાગી ગયાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. લૂંટારા હિન્દી ભાષી હોવાથી પરપ્રાંતિય હોવાની શંકા સાથે ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા સીસીટીવી ફુટેજ મેળવી તપાસ શરૂ કરી હતી. પહેરવેશ અને શરીરનો બાંધો તેમજ લૂંટ કરવાની પધ્ધતિ પરથી લૂંટારાઓ ચંબલ વિસ્તારના હોવાની શંકા સાથે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવીના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઇ. પી.એમ.ધાખડા અને બી ડિવિઝનના પી.બી.તરાજીયા સહિતના સ્ટાફ તપાસ અર્થે હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ રાજયમાં તપાસનો દોર લંબાવ્યો હતો.

પી.એસ.આઇ. પી.એમ.ધાખડા, હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ઝાલા, વિક્રમભાઇ ગમારા, પ્રદિપસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, વિરમભાઇ ધગલ અને મયુરભાઇ પટેલ સહિતના સ્ટાફ હરિયાણા રાજયની સ્થાનિક પોલીસની મદદ લઇ સીસીટીવી ફુટેજ બતાવતા પાંચેય લૂંટારાની ઓળખ મળી હતી.

હરિયાણાના પલપલ પાસેથી રાજસ્થાનના ભરતપુરના શુભમ સોવરસિંગ જાટ અને ધોલપુરના અવિનાશ ઉર્ફે ફૌજી ઉતમસિંગ જાટ નામના શખ્સોની ધરપકડ કરી પૂછપરછ કરતા તેની સાથે લૂંટમાં સંડોવાયેલા બિકેશ ઠાકુર અને સતિષ સોવરસિંગ ઠાકુર નામના શખ્સોને હરિયાણાના રેવાડી પાસેથી ઝડપી લીધા હતા. ચારેય શખ્સોની લૂંટના ગુનામાં ધરપકડ કરી તેની પાસેથી રૂા.63.37 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. ચારેય શખ્સોની પૂછપરછ દરમિયાન ભરતપુરના સુરેન્દ્ર જાટ નામના શખ્સની સંડોવણી હોવાની કબુલાત આપતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે. રાજસ્થાનના ભરતપુર જેલમાં ખૂનની કોશિષના ગુનામાં શુભમ જાટ હતો ત્યારે ત્યાં બળાત્કારના ગુનામાં જેલ હવાલે થયેલા અવિનાથ ઉર્ફે ફૌજી સાથે પરિચયમાં આવ્યો હતો. ત્યારે લૂંટના ગુનામાં જેલમાં રહેલા સતિષ ઠાકુર સાથે ઓળખાણ થતા મિત્રતા થઇ હતી.

Img 20210507 Wa0017

શુભમ, અવિનાથ ફૌજી અને તેનો મિત્ર સોનુ ગત તા.18 ફેબ્રુઆરીના રોજ ત્રિપલ સવારી બાઇકમાં જઇ રહ્યા હતા ત્યારે ધોલપુર પાસે બાઇકને અકસ્માત નડતા સોનુંનું મોત થયું હતું. શુભમ અને અવિનાશ ફૌજીને ઇજા થઇ હતી. બંને શખ્સો સામે અનેક ગુના નોંધાયા હોવાથી પોલીસ શોધી રહી હતી બીજી તરફ અનેક વ્યક્તિઓ સાથે દુશ્મની હોવાથી રાજસ્થાનમાં છુપાઇને રહેવું બંને શખ્સોને મુશ્કેલ બનતા બંને શખ્સોએ મુંબઇ ખાતે રહેતા પોતાના પરિચત બિકેશ પરમારનો મોબાઇલ પર સંપર્ક કરતા તેને એક-બે માસ આરામ કરવો હોય તો ગુજરાતમાં રાજકોટ ખાતે રૂમ ખાલી હોવાનું જણાવ્યું હતું.

આથી બંને શખ્સો રાજકોટના પેડક રોડ પર ચંપકનગર શેરી નંબર 1માં પિન્ટુ નામની વ્યક્તિના મકાનમાં રહેવા આવ્યા હતા. બંને શખ્સોને અકસ્માતમાં ઇજા થઇ હોવાથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. બંને શખ્સો સાજા થયા બાદ પેડક રોડ પર પસાર થતા હતા ત્યારે ત્યાં તેને સોના-ચાંદીની દુકાનો ઘણી જોવા મળતા લૂંટનો પ્લાન બનાવી માધાપર ચોકડી પાસે રહેતા મયુરભાઇ જેરામભાઇ ગજેરાનું પેડક રોડ પરથી બાઇકની ચોરી કરી સવારે 11 વાગે રેકી કરવા માટે બિકેશ પરમાર ચાંદીની વીંટી જોવા માટે ગયા બાદ બપોરના ત્રણ વાગે એક બાઇક પર સતિષ, શુભમ અને સુરેન્દ્ર નામના શખ્સો ગયા હતા ત્યારે શિવ જવેલર્સ પાસે અવિનાથ ઉર્ફે ફૌજી અને બિકેશ પરમાર બહાર ધ્યાન રાખતા હતા. પિસ્તોલ જેવા હથિયારથી રોકડ અને સોના-ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી મોહનભાઇ ડોડીયાને તિજોરીમાં લોક કરી ભાગી ગયા હતા.

લૂંટ ચલાવ્યા બાદ સતિષ, શુભમ અને સુરેન્દ્રએ સોના-ચાંદીના ઘરેણા બિકેશ અને અવિનાશને આપી ચોરાલા બાઇક પર મોરબી તરફ ભાગ્યા હતા. અવિનાથ અને બિકેશ પરમાર પોતાના ભાડાના મકાને જતા રહ્યા હતા. અને પોલીસની હીલચાલ પર નજર રાખતા હતા. બંને શખ્સોને પકડાઇ જવાની બીક લાગતા સોના-ચાંદીનો મુદામાલ રૂમમાં રાખી બસ સ્ટેશન આવી મોરબી જતા ર્હ્યા હતા.

સતિષ, શુભમ અને સુરેન્દ્રએ ચોરાઉ બાઇક ટંકારાના વિરપર પાસે રેઢું મુકી સીએનજી રિક્ષામાં મોરબી ગયા હતા ત્યાં પાંચય શખ્સો મળ્યા હતા. ઇક્કો ભાડે બંધાવી માળીયા ગયા હતા. ત્યાંથી રાજસ્થાનની બસમાં બેસી ઉદયપુર, જયપુર અને ત્યાંથી દિલ્હી જતા રહ્યા હોવાની કબુલાત આપી છે. દિલ્હીથી પાંચેય શખ્સો પલપલ હરિયાણા ગયા હોવાની કબુલાત આપી છે.

આર્મીમેન અવિનાશ લગ્નના બે દિવસ પહેલાં જેલ હવાલે થયો’તો

રાજસ્થાનના ધોલપુરના અવિનાથ ઉર્ફે ફૌજી આર્મીમાં ફરજ બજાવતો હતો તેના લગ્ન હોવાથી રજા પર વતન આવ્યો હતો ત્યારે તેની પ્રેમિકા પર બળાત્કાર ગુજારતા તેના લગ્નના બે દિવસ પૂર્વે જ જેલ હવાલે થયો હતો ત્યાં તેનો સતિષ, શુભમ અને રામહરીનો સંપર્ક થતા ગુનાખોરીના રવાડે ચડી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.