સંયુકત કુટુંબના સુખનો સાક્ષી શિવ પરિવાર

આપણા આશિર્વાદમાં પંચદેવ ઉપાસના અનાદિ કાળથી અવીરત ચાલી આવે છે. એમાં અધિક શિવ પરિવાર છે. સમસ્ત વિશ્ર્વમાં, વૈષ્ણવ શૈવ, શાકત, સૌર, ગાણપત્ય, વિ. સંપ્રદાયો વિસ્તરેલા છે. એમાં અધિકાશ શિવ-શૈવ અને શિવ પરિવાર સવિશેષ વિસ્તરેલો છે. આજ શિવની સર્વ વ્યાપકતા સાબિત કરે છે. અરે! પુરાબકાળમાં પણ અસૂરો પણ આસુતોષની આરાધના કરી અંતરનાં આર્શીવાદ મેળવતા અર્થાત નટરાજની નજરમાં સદા સર્વે સમાન છે. એની કૃપા દરેક ડાળી પ્રાણીઓ પર વરસી તેને પરમ તૃપ્તિ અર્પે છે. શિવ છે જ કલ્યાણના દેવતા, સદા સર્વનું કલ્યાણ કરે એનું નામ શિવ સચરાચર જગતમાં જે દ્રશ્યમાન છે. તે દીનદયાળા ભગવાન શિવજીનું જ રૂપ છે.

ત્રણે લોકનું પાલન કરાવાવાળા ભગવાન વિષ્ણુ હરિ ભીતરથી તમોગુણી છે. બહારથી સતોગુણી ત્રણેય લોકનું વિનાશ કરનાર ભગવાન વિશ્ર્વનાથ દૂર ભીતરથી સતોગુણી છે. જયારે બહારથી તમોગુણી દેખાય છે. જયારે સૃષ્ટિના સર્જનહારા બ્રહ્માજી, અંદર અને બહાર અભયરૂપમાં રજોગુણી છે. જયારે પરબ્રહ્મ પરમાત્મા શિવ ત્રણ ગુણોથી પર છે. મતલબ, સુખનું સ્વરૂપ સતોગુણ દુ:ખનું રૂપ તમોગુણ અને ક્રિયાનું રૂપ એટલે, રજોગુણ ભગવાન વિષ્ણુ સૃષ્ટિના પાલનહારા છે. સમસ્ત સૃષ્ટિ દેખાવમાં તો દર્શનીય સુખરૂપ લાગે છે. પરંતુ વાસ્તવમાં અમો દુ:ખ સિવાય કશું દુઝતુ નથી. એટલે, ભગવાન વિષ્ણુ બહારથી સતોગુણી દેખાય છે. પરંતુ ભીતર તમોગુણી છે. અને એટલે જ ભગવાન વિષ્ણુનો વેશ પરિધાન અલંકારો વસ્ત્રો વિ.થી શોભાયમાન હોવા છતા તેમનું શ્યામવર્ણ છે.

ભગવાન બ્રહ્મદેવ સૃષ્ટિની રચના કરે છે. આમ ક્રીયા કરતા હોવાના કારણે તેઓ રકતવર્ણા છે. શાસ્ત્રોમાં ક્રિયાત્મક રૂપને રકતવર્ણું દર્શાવવામાં આવ્યું છે. રંગથેરાપીનાં હિસાબે પણ રકત યાને લાલ રંગ, ઉત્સાહ વર્ધક છે. નુતન સર્જન કરતા છે. એટલે જ લાલ રંગને આપણે શુભરંગ કહીએ છીએ અને શુભકાર્યોમાં એનો સવિશેષ ઉપયોગ થાય છે. દરેક શુભ પ્રસંગોએ લાલવસ્ત્ર પરિધાન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. પરંતુ એનો અધિકમાત્રામાં ઉપયોગ કરવામાં આવે તો તે ગુસ્સો ઉત્પન્ન કરે છે. અને અંતે એ નિરાશા-હતાશામાં પરિણમે છે. આ રંગશાસ્ત્રની પણ એક અજબ ઓળખ છે. એના અલાયદા વિપુલ ફાયદા ગેરફાયદા છે જે માનવ જીવન, રહેણીકરણી અને એના સ્વભાવ ઉપર અદભૂત અસર કરે છે. વિસ્તાર ભયના કારણે એનો આછેરો ઉલ્લેખ માત્ર કર્યો છે. એક ટપકુ માત્ર તિલકના રૂપે મુકયું છે. ભગવાન શિવ સૃષ્ટિનું સંહાર કરે છે. વિનાશના દેવતા દેવાધીદેવ ભગવાન શિવ છે.