Abtak Media Google News

હિન્દુસ્તાનએ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. દેશમાં ધર્મ, જાતિ, પોશાક, ભાષા, ખોરાક બધામાં વિવધતા જોવા મળે છે. હાલમાં ભગવાન વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, હિન્દૂઓના પ્રિય ભગવાન કોણ છે ? પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા આ જવાબનો સર્વે કરતા જાણવા મળ્યું કે, 97% ભારતીઓએ ભગવાનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આ સર્વેમાં ભારતીય બૌદ્ધ સમુદાયનો ત્રીજા ભાગનો હિસ્સો ભગવાનમાં માનતો નથી. આ સાથે હિન્દૂઓએ ઘણા બધા દેવી-દેવતાઓમાં પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી છે. જયારે ભગવાન શિવ અને ગણેશમાં આ શ્રદ્ધાનું પ્રમાણ વધુ જોવા મળે છે.

લોકોને 15 દેવી-દેવતાઓની તસવીરો દેખાડવામાં આવી હતી

યુગો-યુગોથી હિન્દુસ્તાનમાં દેવી દેવતાઓમાં શ્રદ્ધા રાખવામાં આવે છે. હિન્દુઓમાં દરેક લોકોને કોઈ એક ભગવાન પર અપાર શ્રદ્ધા હોય છે. સર્વેમાં લોકોને 15 દેવી-દેવતાઓની તસવીર દેખાડવામાં આવી. અને પછી પૂછવામાં આવ્યું કે, તમને આમાંથી સૌથી વધુ કેમ વિશ્વાસ છે. જયારે આ સર્વમાં મોટા ભાગના હિન્દૂઓએ એક થી વધુ દેવી-દેવતાઓમાં પોતાનો વિશ્વાસ દાખવ્યો છે.

Loardમોટાભાગના લોકો શિવને પસંદ કરતા હતા

આ સર્વેમાં જાણવા મળ્યું કે, મોટાભાગના (44%) લોકોએ શિવને તેમની નજીક ગણાવ્યા છે. આ ઉપરાંત હનુમાન અને ગણેશમાં લોકોએ સૌથી વધુ શ્રદ્ધા દાખવી છે. જેમાં હનુમાન પર વિશ્વાસ ધરાવતા લોકોની સંખ્યા 35% છે. જયારે ગણેશમાં શ્રદ્ધા દર્શાવતા લોકોની સંખ્યા 32% છે.

વિવિધ ભાગોમાં વિવિધતા જોવા મળી

ભારતીય દેવી-દેવતાઓને લઈને ભારતના વિવિધ ભાગોમાં વિવિધતા જોવા મળી હતી. જ્યારે પશ્ચિમ ભારતમાં 46% લોકોએ ગણેશને વધુ પસંદ કર્યા છે. જયારે ઉત્તર-પૂર્વમાં આ સંખ્યા ઘટીને માત્ર 15% થઈ ગઈ છે. દેશના પૂર્વના વિસ્તારોમાં 46% લોકોએ ભગવાન શ્રીકૃષ્ણ પર વિશ્વાસ દાખવ્યો છે, જ્યારે દક્ષિણમાં, કૃષ્ણને ચાહનારા વર્ગની સંખ્યા માત્ર 14% નોંધાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.