Abtak Media Google News

દેવાધી-દેવ ભગવાન મહાદેવ, મહાયોગી પણ છે. ભગવાન મહાદેવનું મંદિર અર્થાત શિવાલયનું સ્થાપત્ય શાસ્ત્રના કથન અને સિધ્ધાંત અનુસાર કરવામાં આવ્યું હાય તો તે અષ્ટાંગ યોગનું આદર્શ આબેહુબ પ્રતિક બને છે. ઉદાહરણ પૂરૂ પાડે છે.

શાસ્ત્ર કથન અનુસાર શિવાલયમાં બિરાજમાન સદાશિવના દર્શન અર્થે પ્રથજ્ઞ દર્શનાર્થી માટે ચાર સોપાન બાદ વિરામ આવે છે. ત્યારબાદ પુન: ચાર પગથીયા ચડવા પડે છે. ત્યારબાદ શિવમંદિરના ગર્ભદ્વારમાં પ્રવેશ પામે છે.

શિવ-મંદિરની સન્મુખ નંદિ બિરાજમાન હોય છે. એના મૂળ પાસે કુર્મ એટલે કે કાચબો સ્થિત હોય છે. જયારે ગર્ભદ્વારની દક્ષિણ બાજુએ પવનપુત્ર હનુમાનજી મહારાજ તથા ડાબી બાજુ રિધ્ધિ-સિધ્ધના દાતા ગણપતિ બાપા બિરાજમાન હોય છે. જયારે પ્રવેશદ્વારની બરોબર સામે શિવજીના સાંનિધ્યમાં મા પાર્વતીજીની ધ્યાનસ્થ મૂર્તિ બિરાજમાન હોય છે. જયારે ગર્ભગૃહની મધ્યમાં થાળામાં શિવલિંગજી સ્થાપિત કરવામાં આવેલ હોય છે.

ઉપરોકત પ્રકારની રચના જ અષ્ટાંગ યોગનું રહસ્ય ઉજાગર કરે છે. આ રહસ્યને શંક્ષિત્યમાં જાણવાનો પ્રયત્ન માત્ર કરીએ અને એ દ્વારા અષ્ટાંગ યોગની અદ્ભૂતતા અને એના અધિષ્ઠાતા ભગવાન આશુતોષનો સાંનિધ્ય માણીએ અને શિવ-મય બનીએ.

અષ્ટાંગ યોગ એટલે

યમ, નિયમ, આસન, પ્રત્યાહાર, ધ્યાન, પ્રાણાયામ, ધારણા અને સમાધિ.યમ-એટલે સંકલ્પ બળે નિશ્ર્ચિતરૂપે, સમયે કરવામાં આવતું કાર્ય શિવાલયના પ્રથમ ચાર સોપાન અષ્ટાંગ યોગનું પ્રથમ ચરણ છે.

નિયમ પ્રથમ ચાર સોપાન સર કર્યા બાદ સંલપવિરામ બાદ પૂન:ચાર પગથીયા ચડવા એટલેકે વ્યસનથી દૂર રહેવું, અસત્ય ન બોલવું, ચોરી ન કરવી સાત્વિક આહાર લેવો વિગેરે આવી મહત્તમ પ્રતિજ્ઞાને અષ્ટાંગ યોગનું બીજુ પગથીયું એટલેકે ચરણ કહે છે. આ ચરણ એટલે અન્ચાર ગથીયા.

સમાધિ ગર્ભગૃહની મધ્યમાં સમાધિષ્ટ શિવજી લિંગ સ્વરૂપે સ્થાપિત થયેલ છે. જયારે જીવ આ સાત ચરણોમાંથી પસાર થઈ યોગના આઠમા ચરણમાં પ્રવેશ પામે છે. ત્યારે એ જીવ, જીવ મટી શિવત્વને પામે છે, શિવમય બની જાય છે. બિંદુમાં સાગર, સાગરમાં બિંદુની જેમ સમાય જાય છે. એકાકાર થઈ જાય છે. આ રીતે સાધક સ્વાભાવિક રીતે શિવજીનાં દર્શન દ્વારા અષ્ટાંગ યોગનું આપોઆપ પાલન કરે છે. અને એમાં તન્મય થઈ શિવમય બની જાય છે. ૐ નમ: શિવાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.