નર્મદા કાંઠે આવેલું ‘શિવાલય’ ‘કુંબેર ભંડારી’ મંદિર, સહેલાણીઓ ઉમટ્યા… જુઓ તસ્વીરો

વડોદરાથી ૫૫ કિમી દૂર ચાણોદ તાલુકાના કરનાળી ગામ પાસે આવેલ કુબેર ભંડારી શિવાલય મંદિર શ્રાવણી પર્વે શ્રધ્ધા-આસ્થાનું પ્રતિક બન્યું હતુ. નર્મદાના કાંઠે આવેલું આ પ્રાચીન મંદિર આસપાસ કુદરતનું અફાટ સૌદર્ય જોવા મળે છે.સાતમ-આઠમની રજાઓમાં ભકતજનોની ભીડ જોવા મળી હતી.

આ પ્રાચિન મંદિર ચાણોદ-કરનાળીના ત્રિવેણીસંગમ સ્થળે આવેલું છે. બાજુમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની ગુફા સાથે ગંગનાથ આશ્રમ-આનંદમય આશ્રમ અને મૃત્યુંજયઆશ્રમ આવેલા છે. મંદિરના પગથીયા ઉતરીને નર્મદા નદીમાં બોટ દ્વારા સામે કાંઠે આવલે પોઈચાનું પ્રખ્યાત સ્વામિનારાયણ મંદિર આવેલું છે.

રજાઓમાં પરિવાર સાથે આવેલાએ બંને મંદિરોમાં ભકિત ભાવ પૂર્ણ દર્શન કર્યાની સાથે નર્મદાનદીમાં બોટની મઝા પણ માણી હતી.