Abtak Media Google News

ચેમ્બરના પ્રમુખપદ માટેની ખેંચતાણનો અંત: ઉપપ્રમુખ તરીકે પાર્થ ગણાત્રા, મંત્રી તરીકે વી.પી. વૈષ્ણવની વરણી

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખપદની ખેંચતાણનો આજે આખરે અંત આવતા શિવલાલ બારસીયાને ચેમ્બરના પ્રમુખ તરીકે નિમાયા છે. ઉપપ્રમુખ તરીકે પાર્થ ગણાત્રા અને મંત્રી તરીકે વી.પી.વૈષ્ણવની વરણી કરવામાં આવી છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી પહેલા ૨૪ બેઠકો માંડ માંડ સમરસ થયા બાદ ચેમ્બરના પ્રમુખ કોણ બનશે ? તે વાતની ચર્ચાએ સૌરાષ્ટ્રભરમાં જોર પકડયું હતું. કારોબારી સમિતિના ૨૪ સભ્યો પૈકી ૧૬ સભ્યો એકિટવ પેનલના અને ૮ સભ્યો નવસર્જન પેનલના નકકી કરાયા હતા. જે પૈકી છેક સુધી નવસર્જન પેનલના જીતુભાઈ અદાણીને પ્રમુખપદ આપવા માટેની અગાઉ વાત થઈ હતી પરંતુ આખરે પ્રમુખપદનો તાજ છેલ્લી ઘડીએ શિવલાલ બારસીયાના શિરે મુકી દેવાતા વિવાદનો અંત આવ્યો છે. જયારે બીજીબાજુ નવસર્જન પેનલના સભ્યોમાં પણ અસંતોષ ફેલાયો છે.

Vlcsnap 2017 04 22 13H52M33S26રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મહત્વની બનેલી ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં સમીરભાઈ શાહ અને જુથ સામ-સામે હતા. છેવટે બંને પક્ષે સમાધાન થયા બાદ લોકશાહી ઢબે થનારી ચૂંટણી ૨૪ સભ્યો બિનહરીફ થતા રદ થઈ હતી. ચૂંટણી અગાઉ ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી સમરસ થઈ જતા ત્યારબાદ ચેમ્બરના પ્રમુખપદ કોને સોંપવું તે પણ મહત્વનો પ્રશ્ર્ન ઉપસ્થિત થયો હતો. બંને પેનલો વચ્ચે સમાધાન વખતે નવસર્જન પેનલના જીતુભાઈ અદાણીને પ્રમુખપદ આપવાનો કમીટમેન્ટ હતું પરંતુ છેલ્લી ઘડીએ શિવલાલભાઈ બારસીયાએ પ્રમુખ બનાવી દેતા નવસર્જન પેનલમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે.

Vlcsnap 2017 04 22 13H52M44S125રાજકોટ ચેમ્બરના ફાઈનલ હોદેદારોમાં પ્રમુખ તરીકે શિવલાલભાઈ બારસીયા, ઉપપ્રમુખ તરીકે પાર્થભાઈ ગણાત્રા, માનદમંત્રી તરીકે વી.પી.વૈષ્ણવ, સહમંત્રી તરીકે ગૌતમભાઈ ધમસાણીયા, ખજાનચી તરીકે પ્રણેયભાઈ શાહની વરણી કરવામાં આવી છે. જયારે ચેમ્બરની ૨૪ સભ્યોની કારોબારીમાં અ‚ણભાઈ મશ‚, અશોકભાઈ ટીલવા, ભગવાનજીભાઈ વાડોદરીયા, ડાયાલાલ કેશરીયા, દેવેન્દ્ર એન.પતાણી, ધિરેનભાઈ સંખાવરા, ગૌતમભાઈ ધમસાણીયા, હસમુખરાય નરોતમદાસ ભગદેવ, જીતેન્દ્ર એ.અદાણી, કિરીટભાઈ એસ. આદ્રોજા, કિશોરભાઈ ‚પાપરા, કિશોરભાઈ ટીલાળા, કિશોરભાઈ વઘાસીયા, નરેન્દ્રસિંહ કે.જાડેજા, નૌતમભાઈ બારસીયા, પાર્થ ગણાત્રા, પ્રણય શાહ, શૈલેશભાઈ જી.રામાણી, શિવલાલ એલ.બારસિયા, શ્યામભાઈ શાહ, ઉપેન્દ્રભાઈ મોદી, ઉત્સવ દોશી, વી.પી. વૈષ્ણવ, વિજયભાઈ દોશીનો સમાવેશ થાય છે.

ચેમ્બરની ચૂંટણીમાં લોકશાહી અને મહાજનના વચનનું સરેઆમ ઉલ્લંધન

ચેમ્બરના વિકાસ માટે ખભે ખભા મીલાવીને કામ કરવાનો નવસર્જન પેનલનો કોલસમરસ કરવા મરણતોલ પ્રયાસ કરનાર એકટીવ પેનલના દ્વારા નવસર્જનના લીડર, સમાજના પ્રતિષ્ઠીત અને રાજકોટ સૌરાષ્ટ્રના વેપારમાં મુઠી ઉચેરુ નામ ધરાવતાં નખશીખ પ્રમાણીક અને ભૂતકાળમાં જયારે જયારે ચેમ્બરના આંતરીક પ્રશ્ર્નોમાં મઘ્યસ્થીતી ભૂમિકા અનેકવાર ભજવી ચુકેલાં અને આજે પણ સર્વમાન્ય વ્યકિતત્વ ધરાવતાં જીતુભાઇ અદાણી ચેમ્બરના આગામી પ્રમુખ તરીકે રહેશે એવું ભ્રામક અને મૌખિક વચન અનેક જાહેર જીવનના અગ્રણીઓને વચ્ચે આપેલ બાંહેધરીનું શરેઆમ ઉલ્લધન અને પોતાનું ધાર્યુ થતા રંગ બદલી ચેમ્બરમાં સવેસર્વા થઇ જવાની ભૂમિકા બર આવતા મોઢું ફેરવી ગયા. રાજકોટ ચેમ્બરના ઇતિહાસમાં ન કલ્પેલી અને ન બનેલી ઘટના આજે બની છે તેને રાજકોટ વેપાર ઉઘોગનાં મિત્રો કોઇ દિવસ ભૂલી શકશે નહી. ભુતકાળમાં ઇતિહાસમાં જોઇએ તો ગામ વેપાર અને વ્યવહારમાં જયારે સમાજમાં વિકટ પરિસ્થિતિ ઉભી થાતી ત્યારે લોકો મહાજન સમક્ષ જતાં અને મહાજન પાસે ન્યાય મળશે અને તટસ્થાથી પ્રશ્ર્નોનું નિવારણ આવશે તેવી લોકોને ગળા સુધીની ખાતરી રહેતી અને મહાજનનાં વચન, શબ્દો અને નિર્ણય લોકોને બંધનકર્તા રહેતા. જયારે આજે મહાજનની ગરીમાની શરેઆમ ઉલ્લધન અને નામોશી થાય તેવા આ પગલાંથી ભદ્ર સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. જે કાંઇ સમરસ કરવાનાં પ્રયત્નો હતાં તે માટે નવસર્જન પેનલ જાહેર હિત માટે ઉઘોગ ધંધાના વિકાસ માટે અને મહાજનની ગરીમાંને ફરીથી પ્રતિષ્ઠા અપાવવા માટેના ભાગ‚પે હતાં.

નવસર્જન પેનલનાં એકપણ ઉમેદવાર કોઇપણ હોદાની રેસમાં ન હોવા છતાં દિવસ રાત એક કરી સારુ કરવાની ભાવનાથી એક થઇ તેમના લીડર જીતુભાઇ અદાણી સાથે ઉભા રહી ઉમદા ઉદાહરણ પુરુ પાડયું, નવસર્જન પેનલના ઉમેદવારોજ નહિ પણ એકટીવ પેનલના પણ તમામ ઉમેદવારો જીતુભાઇ અદાણીને પ્રમુખ તરીકે જોવા આતુર હતા. પણ તેમ છતાં પડદા પાછળ શું ખેલ ખેલાઇ ગયો અને આની પાછળ  કયાં પરીબળો કામ કરી ગયા તે વેપાર ઉઘોગના મિત્રો શુપરિચિત છે.

નવસર્જનના આઠ પ્રતિનિધિઓ જે હવે રાજકોટ ચેમ્બરના કારોબારી સભ્ય તરીકે આગામી ત્રણ વર્ષ કાર્ય કરવાનાં છે. આ તમામ કારોબારી સભ્યો પોતાની આગવી સુઝબુઝથી વેપાર ઉઘોગના પ્રશ્ર્નો માટે સદા જાગૃત રહેશે અને જયારે જયારે રાજકોટનાં વિકાસ માટે જયાં જયાં જરુર પડે ત્યાં વેપારીઓ સાથે ખંભે ખંભા મીલાવી કામ કરશે. આ તમામ કારોબારી સભ્યો અલગ અલગ ક્ષેત્રોનું પ્રતિનિધીત્વ કરે છે. અને જે જવાબદારી સ્વીકારી રાજકોટ ચેમ્બરમાં કારોબારી સભ્ય તરીકે નિષ્પક્ષ અને તટસ્થ કામગીરી કરશે વેપાર ઉઘોગના પ્રશ્ર્નો રાજયસ્તરે કે  કેન્દ્ર લેવલે રજુઆત કરી પરીણામલક્ષી કામગીરી કરશું. જયાં જયા વેપાર ઉઘોગના પ્રશ્ર્નો માટે રાજકોટ ચેમ્બર લડત આપશે ત્યાં સહકાર  રહેશે જીતુભાઇ અદાણી, ઉપેદ મોદી, હસુભાઇ ભગદેવ, કીરીટભાઇ આદ્રોજા, નરેન્દ્રસિંહ જાડેજા, દેવેન પતાણી, વિજય દોશી અને ભગવાનજી વાડોદરીયા એ જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.