Abtak Media Google News

આજે સોમવાર અને શિવરાત્રીનો શ્રેષ્ઠ સંયોગ: શિવાલયો હર…હર..મહાદેવના નાદથી ગુંજી ઉઠશે, મહાઆરતી, મહાપુજા, ધુન, કિર્તન, મહાપ્રસાદના સુંદર આયોજનો: રાજકોટ સહિતના શહેરોમાં વિશાળ શિવ શોભાયાત્રા નીકળશે: બ્રહ્માકુમારીઝ સેન્ટરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાશે શિવરાત્રી

 મહાવદ તેરસને સોમવારે આજે મહાશિવરાત્રી છે. આજે સોમવાર, શિવરાત્રી અને શિવયોગનો ત્રિવેણીસંગમ સર્જાયો હોય જેથી ભગવાન શંકરને રીઝવવાનો આજે સર્વોતમ દિવસ છે. એવું કહેવાય છે કે શ્રાવણ માસ પછી જો ભગવાન શિવને પ્રસન્ન કરવાનો ઉતમ દિવસ હોય તો તે શિવરાત્રી છે.

સૌરાષ્ટ્રભરના વિવિધ નાના-મોટા શહેરો, ગામડાઓમાં આસ્થાભેર શિવરાત્રીની ઉજવણી કરવામાં આવશે. રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, સોમનાથ, મોરબી, વાંકાનેર સહિતના શહેરોમાં શિવરાત્રીની વિશેષ ઉજવણી થશે. શિવાલયોમાં આજે સવારથી જ ભકતો ઉમટીપડયા છે.Img 20190303 192127

મહાઆરતી, મહાપુજા, દર્શન-કિર્તનનો લ્હાવો શિવભકતો લઈ રહ્યાં છે. હર…હર…મહાદેવનો નાદ મંદિરોમાં ગુંજી ઉઠયો છે. જુનાગઢમાં મીની કુંભ મેળો ભરાયો છે. ભકતોની દર્શન માટે મોટી લાઈનો લાગી છે. આજે રાત્રે જુનાગઢમાં સંતો-મહંતોની વિશાળ રવેડીનીકળશે. જેના દર્શનનો લ્હાવો લેવા દેશભરમાંથી ભકતો પહોંચી ગયા છે. જુનાગઢમાં ભરાયેલો કુંભમેળો આજે રવેડીની સાથે પૂર્ણ થશે.Dsc 8166

દેવોના દેવ એવા શિવશંકરને પ્રસન્ન કરવા ભકતો આજે ઉપવાસ કરશે. અનેક ધાર્મિક સ્થાનકો, શિવાલયોમાં મહાઆરતી, મહાપુજાની સાથોસાથ ફરાળ પ્રસાદના પણ આયોજનો થયા છે. દેવસ્થાનોમાં ભોળાનાથની ચાર પ્રહરની આરતી ઉતારવામાં આવશે અને ભાંગનો પ્રસાદ ગ્રહણ કરી ભકતો ધન્યતા અનુભવશે. મંદિરો ઉપરાંત બ્રહ્માકુમારીઝ દ્વારા જુદા જુદા સેન્ટરોમાં પણ શિવરાત્રીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવનાર છે.Dsc 8169

રાજકોટ સહિતના શહેરોમાં રાજમાર્ગો પર ભવ્ય શિવશોભાયાત્રા નીકળશે. જેમાં ભકતો જોડાઈને શહેરને શિવમયબનાવશે. છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલી તૈયારીઓનો અંત આવીને લોકો આજે આખો દિવસ શિવમાં લીન થવા, આનંદપૂર્વક ઉજવણી કરી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.