નર્મદાના પાટીયા બંધ કરવામાં અડચણરૂપ વિસ્થાપિતોનો પ્રશ્ર્ન ઉકેલવા શિવરાજસિંહને તાકીદ

amit shah | national | governmnet

વડી અદાલતે આપેલી સમય મર્યાદા પહેલા મઘ્યપ્રદેશ સરકારને પુન:વસનની કામગીરી પૂર્ણ કરવી પડશે: નર્મદા યાત્રા દરમિયાન ભાજપ પ્રમુખ અમિત શાહ અને મુખ્યમંત્રી શિવરાજસિંઘ વચ્ચે મુલાકાત

ગુજરાતને કરી દેવા સરકારની અતિ મહાત્વાકાંક્ષી નર્મદા યોજનાને આડે રહેલો વિસ્થાપિતોનો પ્રશ્ર્નો ઝડપથી ઉકેલવા માટે વડી અદાલતે ચુકાદો આપ્યા બાદ હવે ભાજપ પ્રમુખ અમિત શાહે પણ મઘ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંઘ ચૌહાણને તાકિદ કરી છે. છેલ્લા દશકાઓથી મઘ્યપ્રદેશમાં હજારો લોકોના પુન:વસન કરવામાં સરકાર નિષ્ફળ રહી હોવાથી ગુજરાતમાં લોકોને પુરતુ પાણી મળી શકતુ નથી. સુપ્રીમના આદેશના કારણે જ્યાં સુધી વિસ્થાપિતોનો પ્રશ્ર્ન ઉકેલાશે નહી ત્યાં સુધી ડેમના દરવાજા બંધ રહેશે. ડેમના પાટીયા અંગે વિસ્થાપિતોનો પ્રશ્ર્ન આડે આવે છે. હાલ ચૂંટણી નજીક છે ત્યારે શહેનશાહ આ મામલે સતર્ક થઇ ગયા છે.

અગાઉ ગુજરાત સરકારે મઘ્યપ્રદેશને વિસ્થાપિતોના પુન:વસનના પ્રશ્ર્નો ઉકેલવા માટે ‚ા.૪૦૦ કરોડ ચુકવ્યા હતા. હવે ફરીથી સરકાર ‚ા.પપ૬ કરોડ આ મામલે ચૂકવે તેવી શક્યતાઓ છે. સુપ્રીમ કોર્ટે આપેલી સમયમર્યાદા પહેલા મઘ્યપ્રદેશ સરકાર વિસ્થાપિતોના પ્રશ્ર્નનો ઉકેલ લાવશે તેવી આશા ગુજરાત સરકાર સેવી રહી છે. વિસ્થાપિતોને વળતર આપી પુન:વસન કરાવવા માટેની કામગીરીમાં લાંબો સમય લાગતા નર્મદા ડેમના પાટીયા ખુલી શક્યા નથી. પરિણામે લોકો સુધી પુરતુ પાણી પહોંચી શક્તુ નથી. સુપ્રિમ કોર્ટે મઘ્યપ્રદેશને વિસ્થાપિતોનો પ્રશ્ર્ન ઉકેલવા માટે તા.૩૧ જુલાઇ સુધીનો સમય આપ્યો છે.

તાજેતરમાં મઘ્યપ્રદેશ સરકારે શ‚ કરેલી નર્મદા યાત્રા દરમ્યાન ભાજપ પ્રમુખ અમિત શાહે મુખ્યમંત્રી શિવરાજસિંઘ ચૌહાણને જબલપુર ખાતેની બેઠકમાં પુન:વસનનું કામ ઝડપથી પૂર્ણ કરવા સલાહ આપી હતી. સરકાર નર્મદા ડેમ મામલે પોતાની સફળતા લોકો સુધી પહોંચાડવા જુલાઇના અંતમાં કે ઓગષ્ટના પ્રથમ અઠવાડિયામાં ગ્રાન્ડ શો યોજવા જઇ રહી છે. ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીઓમાં નર્મદાની સફળતા ખાટવાનો વિચાર ભાજપને છે. પ્રધાનમંત્રી કાર્યાલય પણ જેમ બને તેમ વહેલો વિસ્થાપિતોનો પ્રશ્ર્ન ઉકેલાય તેવુ ઇચ્છે છે.

અમિત શાહ નર્મદા ડેમના પાટીયા બંધ કરી સૌરાષ્ટ્રને સમયસર અને પુરતુ પાણી મળી રહે તે માટે પ્રયત્નશીલ છે. જેમાં તેમનો હેતુ ચૂંટણીલક્ષી પણ છે. આ મામલે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે અમે મઘ્યપ્રદેશ સરકાર સાથે સતત સંપર્કમાં છીએ.

મારી જાણ મુજબ અમે વળતર ચૂકવવા સહિતની કામગીરી શ‚ કરી દીધી છે. મઘ્યપ્રદેશને અમે ‚ા.૪૦૦ કરોડ ચૂક્વયા છે અને વડી અદાલતની ડેડલાઇન પહેલા મઘ્યપ્રદેશ સરકાર પુન:વસનની કામગીરી પૂર્ણ કરશે તેવીઅમને આશા છે.